________________
૧૦૩
શ્રીકાલસપ્તતિકાપ્રકરણ
(૧) મન:પર્યવજ્ઞાન, (૨) પરમાવધિજ્ઞાન, (૩) પુલાકલબ્ધિ, (૪) આહારકશરીર, (૫) ક્ષપકશેણિ, (૬) ઉપશમશ્રેણિ, (૭) જિનકલ્પ, () પરિહારવિશુદ્ધિચારિત્ર, સૂક્ષ્મસંપરાયચારિત્ર,
યથાખ્યાતચારિત્ર, (૯) કેવળજ્ઞાન, (૧૦) સિદ્ધિગમન. (૪) ૯૮ વર્ષે શયંભવસૂરિએ દશવૈકાલિકસૂત્ર રચ્યું. (૫) ૧૭૦ વર્ષે ભદ્રબાહુસ્વામી વખતે છેલ્લા ૪ પૂર્વે
અર્થરહિત થયા. (૬) ૨૧૫ વર્ષે સ્થૂલભદ્રસ્વામી વખતે પૂર્વાનુયોગ,
સૂક્ષ્મધ્યાન, મહાપ્રાણધ્યાન, ૧લુ સંઘયણ, ૧લુ સંસ્થાન-આ પાંચનો વિચ્છેદ થયો. પૂર્વાનુયોગ એટલે પૂર્વોની વાચના. જેનાથી પૂર્વોનું પરાવર્તન કરવાની શક્તિ આવે તે સૂક્ષ્મધ્યાન. જેનાથી બે ઘડીમાં બધા
પૂર્વોનું પરાવર્તન કરી શકાય તે મહાપ્રાણધ્યાન, (૭) ૪૭૦ વર્ષે વિક્રમસંવત્સર શરૂ થયો. (૮) ૫૮૪ વર્ષે વજસ્વામી વખતે ૧૦ પૂર્વો રહ્યા અને
શેષ પૂર્વે તથા અર્ધકલિકાસંઘયણનો વિચ્છેદ થયો. (૯) ૬૨૯ વર્ષે રથવીરપુરમાં ક્ષપક (દિગંબર) પાખંડી થયા. (૧૦) ૬૧૬ વર્ષે દુર્બલિકાપુષ્યમિત્ર વખતે ૯ ૧/૨ પૂર્વો રહ્યા
અને શેષ પૂર્વોનો વિચ્છેદ થયો. (૧૧) ૯૯૩ વર્ષે, અન્ય વાચના પ્રમાણે ૯૮૦ વર્ષે,
કાલકસૂરિએ પર્યુષણ પર્વ ભાદરવા સુદ ૪ના સ્થાપ્યું. (૧૨) ૧૦૦૦ વર્ષે બધુ પૂર્વગત શ્રુત વિચ્છેદ પામ્યું.