________________
શ્રીકાલસપ્તતિકાપ્રકરણ
૧લા, રજા, ૩જા આરામાં યુગલિક મનુષ્યો હોય છે. તેઓ મરીને પોતાની સમાન આયુષ્યવાળા કે ઓછા આયુષ્યવાળા દેવલોકમાં ઉત્પન્ન થાય છે. તેઓ અલ્પકષાયવાળા હોય છે. તેઓ પુરુષ-સ્ત્રી યુગલરૂપે સાથે જન્મે છે. બાળપણ વીતી જતા તે પતિ-પત્ની તરીકે થાય છે અને અંતે છ માસ આયુષ્ય બાકી રહે ત્યારે એક યુગલને જન્મ આપી છીંક-બગાસા વગેરે પૂર્વક પીડા વિના મૃત્યુ પામીને દેવલોકમાં જાય છે. તેઓને વ્યાપાર, નોકરી આદિ વ્યવહાર કરવો પડતો નથી. તેઓના પુણ્યપ્રભાવે તે તે ક્ષેત્રોમાં કલ્પવૃક્ષો હોય છે. તેમની પાસેથી તેમને આહાર, વસ્ત્ર, પાત્ર, આભૂષણ, વાજિંત્રો, રત્નો વગેરે સર્વે જોઈતી વસ્તુઓ વિના પ્રયત્ન મળી જાય છે. પૂર્વ પૂર્વ આરાના અંતે મનુષ્યોનું જે શરીરપ્રમાણ હોય છે તે જ પછી પછીના આરાની શરૂઆતમાં મનુષ્યોનું શરીર પ્રમાણ છે.
ઉત્સર્પિણીમાં પણ ૬ આરા હોય છે, પણ તે અવસર્પિણીના આરાથી વિપરીત ક્રમે હોય છે. બધા આરાઓમાં પંચેન્દ્રિય તિર્યંચોનું આયુષ્ય - પંચેન્દ્રિય તિર્યંચ
આયુષ્ય હાથી વગેરે
મનુષ્પાયુષ્યની સમાન ઘોડા વગેરે
- X મનુષ્પાયુષ્ય બકરા વગેરે
- x મનુષ્પાયુષ્ય ગાય, પાડા, ઊંટ, ગધેડા વગેરે - X મનુષ્પાયુષ્ય કૂતરા વગેરે
x મનુષ્પાયુષ્ય