________________
૯૨
શ્રીકાલસપ્તતિકાપ્રકરણ
શ્રીધર્મઘોષસૂરિ વિરચિત
'
શ્રીકાલસપ્તતિકાપ્રકરણ :
પદાર્થસંગ્રહ શ્રીધર્મઘોષસૂરિજીએ કાલસપ્તતિકા નામનું પ્રકરણ રચ્યું છે. તેની ઉપર અજ્ઞાતકર્તૃક સંક્ષિપ્ત ટિપ્પણી છે. આ બંનેના આધારે આ પદાર્થોનો સંગ્રહ કર્યો છે. પલ્યોપમનસાગરોપમનું સ્વરૂપઃ
પલ્યોપમ-સાગરોપમ ૩ પ્રકારના છે – (૧) ઉદ્ધાર પલ્યોપમ, (૨) અદ્ધા પલ્યોપમ, (૩) ક્ષેત્ર પલ્યોપમ.
(૧) ઉદ્ધાર સાગરોપમ, (૨) અદ્ધા સાગરોપમ, (૩) ક્ષેત્ર સાગરોપમ.
આ ત્રણેના બાદર-સૂક્ષ્મ એમ બે-બે ભેદ છે - (૧) બાદર ઉદ્ધાર પલ્યોપમ, (૨) સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ, (૩) બાદર અદ્ધા પલ્યોપમ, (૪) સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમ, (૫) બાદર ક્ષેત્ર પલ્યોપમ, (૬) સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમ. આ જ રીતે છ પ્રકારના સાગરોપમ જાણવા.