________________
૧૭૭
શ્રીલોકનાલિદ્રાવિંશિકા ઘનીકૃતલોક -
બુદ્ધિથી લોકનું સંવર્ધન કરવું. ઊધ્વલોકમાં ત્રસનાડીની જમણી બાજુના બે ટૂકડા ઊંધા કરીને ત્રસનાડીની ડાબી બાજુ સ્થાપવા. એટલે ઊર્ધ્વલોક ૩ રાજ પહોળો અને ૭ રાજ ઊંચો થાય. (જુઓ ચિત્ર-૨)
અધોલોકમાં ત્રસનાડીની ડાબી બાજુનો ટૂકડો ઊંધો કરીને ત્રસનાડીની જમણી બાજુ સ્થાપવો. એટલે અધોલોક ૪ રાજ પહોળો અને ૭ રાજ ઊંચો થાય. (જુઓ ચિત્ર-૩)
ઊર્ધ્વલોકને અધોલોકની ડાબી બાજુ સ્થાપવો. (જુઓ ચિત્ર-૪)
આમ ૭ રાજ લાંબો-પહોળો-ઊંચો ઘનીકૃતલોક થાય છે. નીચેના ૭ રાજમાં જ્યાં વધુ ભાગ હોય તેને ત્યાંથી લઈ તેનાથી જ્યાં ઓછો ભાગ હોય ત્યાં તે ભાગ પૂરવો.
(૧) (૨) (૩) (૪) ઘનીકૃતલોકના બંડુકો -
ઘનીકૃતલોકની ૧ દિશાની ૧ શ્રેણી = ૭ રાજ ૧ રાજ = ૪ ખંડકો