________________
પ્રેરણામૃત :
: સાધનાના ક્ષેત્રે શારીરિક કચાશ બાધક નથી, માનસિક કચાશ જ
બાધક છે. ટક બહારના અવાજથી બચવા અંદરના ઓરડામાં જતા રહીએ છીએ
તેમ બાહ્ય ભાવોથી બચવા અંદરમાં જતા રહેવું.
જમીનમાં drilling કરવાથી પાણી મળે. આત્મામાં drilling કરવાથી - સમતા-સમાધિ મળે.
કોથળા ભરીને માટીને બાળે ત્યારે મુઠ્ઠીભર સોનું મળે. તેમ ઘણી | પ્રવૃત્તિ કર્યા પછી થોડી પરિણતિ મળે.
પાત્રતા વિનાની શક્તિ બહુ નુકસાન કરે. ચાને બીજીવાર ગરમ કરવાથી તેની મજા બગડી જાય છે. માટે ઠંડી થાય એ પહેલા જ ચા પીવાય છે.
તેમ એકવાર ભણેલું ભૂલીને ફરી ભણવાથી તેની મજા બગડી જાય છે. માટે ભણેલું ભૂલાય નહીં એ માટે પ્રયત્ન કરવા. છે. જેમ જેમ જ્ઞાન વધે તેમ તેમ ગુરુ, શાસ્ત્ર અને જિનશાસન ઉપર
બહુમાન વધવું જોઈએ. ભૌતિક અનુકૂળતા એ આધ્યાત્મિક પ્રતિકૂળતા છે. ભૌતિક
પ્રતિકૂળતા એ આધ્યાત્મિક અનુકૂળતા છે. છે તૃષા પરીષહ સહન કરવા તરસ લાગ્યા પછી ૧૦મીનીટ પછી પાણી
વાપરવાની ટેવ પાડવી. ધન નથી હોતું ત્યારે માણસ દુઃખી હોય છે. ધન આવ્યા પછી જતુ
રહે છે ત્યારે માણસ મહાદુઃખી થાય છે. એક યુદ્ધની શરૂઆત માનવીના મનમાં થાય છે. છે. જ્ઞાન ગંભીરતાથી શોભે છે.
જેનાથી સ્વ-પરનું હિત થાય તે સત્ય. જેનાથી સ્વ-પરનું અહિત થાય તે અસત્ય. સંઘને સમાધિ આપવાથી તીર્થંકર નામકર્મ બંધાય છે. સંઘને અસમાધિ આપવાથી બોધિદુર્લભ થવાય છે.