________________
૧૬૬
ઉપાધ્યાય શ્રીધર્મકીર્તિ (પછીથી શ્રીધર્મઘોષસૂરિ) વિરચિત
શ્રીલોકનાલિદ્વાત્રિંશિકા
પદાર્થસંગ્રહ
શ્રીલોકનાલિદ્વાત્રિંશિકાની રચના ઉપાધ્યાય શ્રીધર્મકીર્તિગણિએ કરેલ છે. તેની ઉપર અજ્ઞાતકર્તૃક અવચૂરી છે. આ બંનેના આધારે આ પદાર્થોનો સંગ્રહ કરેલ છે.
લોકની આકૃતિ - બે પગ પહોળા કરીને, બે હાથ કેડ ઉપર રાખીને ઊભેલા મનુષ્ય જેવો લોકનો આકાર છે. ઊંધા મૂકેલા મોટા કોળિયા ઉપર મૂકેલા નાના કોળિયાના સંપુટ જેવો લોકનો આકાર છે. (જુઓ પાના નં. ૧૭૭ ઉપરનું ચિત્ર-૧)
શ્રીલોકનાલિદ્વાત્રિંશિકા
લોક શેનાથી ભરેલો છે ? લોક ઉત્પત્તિ
નાશ - ધ્રુવ
અધર્માસ્તિકાય આકાશાસ્તિકાય
ગુણવાળા ધર્માસ્તિકાય પુદ્ગલાસ્તિકાય- જીવાસ્તિકાય - કાળ - આ છ દ્રવ્યોથી ભરેલો છે.
લોકની ઊંચાઈ - લોક ૧૪ રાજ ઊંચો છે. (૧ રાજ = અસંખ્ય
યોજન)
-
-
-
-