SearchBrowseAboutContactDonate
Page Preview
Page 996
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિરમણિ ] [૯૧૭ પડિમા અંગીકાર કરી. હવે આઠમી ડિમાનું નામ છે. “આરંભ પરિત્યાગ પડિમા." આ પઢિમામાં ઉપરોક્ત બધા નિયમનું પાલન કરે છે. વિશેષતા એ કે તે ખેતી, વેપાર આદિ કોઈ પણ પ્રકારનો આરંભ પિતે કરતા નથી. કેઈ ચીજ મળે કે ન મળે પણ જાતે આરંભ કરે નહિ, પાપ કરવું નહિ. જ્યાં આરંભ છે ત્યાં હિંસા છે. આ પડિમામાં પિતાની આજીવિકા અથવા જીવન ટકાવવા માટે બીજા પાસે કરાવવાને ત્યાગ નથી હોતે. તે પિતે સ્વયં આરંભના કાર્યો કરે નહિ. આ પડિમા આઠ માસની હોય છે. નવમી પડિમા પેશારંભ.” આ પડિમામાં આરંભ કર અને કરાવવાનો ત્યાગ હોય છે પણ ઉદિષ્ટ ભક્તને ત્યાગ હોતો નથી, એટલે તેમના નિમિત્ત બનાવ્યું હોય છે તેને ગ્રહણ કરે છે. તે પિતે આરંભ કરતા નથી, બીજા પાસે કરાવતા નથી પણ અનુમતિ દેવને ત્યાગ હેત નથી. આ પડિમા નવ માસની હોય છે. “દશમી અણરંભ પડિમા.” આ પડિમામાં પોતાના નિમિત્તથી બનાવેલા ભજનને પણ ત્યાગ કરે છે. જે તેમના માટે વસ્તુ બનાવી હોય એવી કઈ વસ્તુને ગ્રહણ કરતા નથી. તેમને સાંસારિક કાર્યોના વિષયેમાં કોઈ એક વાર પૂછે કે અનેક વાર પૂછે ત્યારે બે પ્રકારના ઉત્તર આપે છે. જે તે વાતને જાણતા હોય તો કહે કે હું એને જાણું છું, જે ન જાણતા હોય તે કહે કે હું નથી જાણતા. માત્ર “હા” કે “ના” જ ઉત્તર આપે, તેથી અધિક બલવાની આજ્ઞા નથી. આ પઢિમામાં સર્વથા સાવદ્યોગના પચ્ચખાણ કરી દે છે. ગમે તેવી તપશ્ચર્યા હોય છતાં મનથી પણ એ વિચાર ન કરે કે આજે પારણું છે તે આ મળે તે સારું, પછી કેઈને કહેવાની તો વાત જ કયાં ? આ પઢિમામાં અસ્ત્રાથી કેશકુંચન કરાવે છે. કઈ કઈ ગૃહસ્થના ચિન્હ રૂપ શિખાને ધારણ કરે છે. આ પડિમા દશ મહિનાની હોય છે. આનંદ શ્રાવકના જીવનમાં કેટલે ત્યાગ આવી ગયો હશે ! દેહાધ્યાસ કેટલે છૂટી ગયે હશે ? અગિયારમી ડિમા વહન કરતા આનંદ શ્રાવક ઃ આનંદ શ્રાવકને સંસાર ખટ છે, પાપની ભીતિ લાગી છે એટલે કેવી અદ્દભૂત આરાધનામાં જોડાઈ ગયા. આનંદની વાતો સાંભળીને તમને વિચાર આવે છે કે હું પણ આનંદ શ્રાવકની જેમ પડિમા કયારે ધારણ કરીશ ? એટલું ન કરી શકે તે બને તેટલા પાપથી અટકો અને વ્રતમાં આવો. આનંદ શ્રાવકે દશ પડિમા આદરી. હવે અગિયારમી પડિમાનું નામ છે “સમણુભૂય પડિમા.” આ પડિમાને ગ્રહણ કરનાર આત્મા આગળની દશ પડિમાઓનું વિધિપૂર્વક પાલન કરે છે. આ પડિયામાં શ્રાવક સાધુના જેવો વેશ પહેરે છે. ચલોટો પછેડી પહેરે છે, મુહપતિ બાંધે છે, હાથમાં રજોહરણ રાખે છે પણ તેમના રજોહરણમાં લાકડીને કપડું વીંટાળવાનું નહિ. સાધુની જેમ તે ભંડેપગરણ રાખે છે. પિતાની શક્તિ હોય તો જાતે કેશવુંચન કરે અને શક્તિ ન હોય તો શસ્ત્રથી મુંડન કરાવે છે. આ પડિયામાં સાધુની જેમ નિર્દોષ, અચેત ગૌચરી લાવવાની. ફરક એટલે છે કે સાધુ બાર કુળમાં ગૌચરી કરે. જ્યારે પડિમાધારી શ્રાવકને પિતાના જ્ઞાતિવર્ગને, સગા
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy