SearchBrowseAboutContactDonate
Page Preview
Page 994
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિરેમણિ ] [૯૧૫ બડાને વાટી લઈ લીધી અને તેને ઘેર ગયો. તે વીટી પેઈને સોનીએ લઈ લીધી અને તેના બદલામાં તેના જેવા જ ઘાટની તેટલા માપની બીજી વીંટી ખેડૂતને આપી ગયો. ખેડૂતને ખબર નથી કે મારી વીંટી બદલાઈ ગઈ છે. ધનની મૂર્જીથી થયેલે અનર્થ : તે ખેડૂત ભલે ભેળે હતે. વણિક જે પાકો ન હતો. જે તે પાક હોત તે અજમાશ કરત પણ તેણે તે કાંઈ કર્યું નહિ. એક મહિના પછી સનીના મનમાં થયું કે લાવ, હું વીંટીને અજમાશ કરી જોઉં. બીજાની વસ્તુ પચાવી પાડવાથી સુખી થવાતું નથી. પુણ્ય પ્રબળ હોય તો સુખી થવાય છે. અહીં સનીના પુણ્યમાં પોકળતા હતી છતાં સુખના સોહામણું સ્વપ્ના કેને સતાવતા નથી ? વીટી મળી એટલે માંગવાનું મન થયું. માંગ્યું મળવાનું છે તો એછું શા માટે માંગવું ? સોનીભાઈ બીજુ શું માંગે ? એનું જ ને ? કેઈને ખબર ન પડે તે રીતે તેણે અડધી રાત્રે માંગવાનો વિચાર કર્યો. બાર વાગ્યા પછી તેણે ચિંતવાણું કરી કે મારા ઘરમાં સેનાની ઈટોનો વરસાદ પડે. આ તે ચમત્કારિક વીંટી હતી. સનીએ માંગવામાં મર્યાદા ન કરી એટલે ધડાધડ સોનાની ઈટો પડવા લાગી. એટલી બધી ઈંટો પડી કે ઘરના બધાના માથામાં ઇંટો વાગી અને ઇંટો નીચે દબાઈ ગયા. બધાના માથા ફૂટી ગયા અને ત્યાં ને ત્યાં રામ રમી ગયા. ઈટો પડવાના અવાજથી ખેડૂત જાગી ગયે. તેને થયું કે બાજુમાં કંઈક થયું લાગે છે. જઈને જોયું તે સેનાની ઇંટો ધડાધડ પડતી હતી. ખેડૂત સમજી ગયો કે નકકી આ સનીએ મારી વીટી બદલી લીધી લાગે છે. આ બધે ચમત્કાર વીટીને છે. એક તે બીજાને છેતરીને વસ્તુ લઈ લીધી. બીજાનું સુખ લૂંટવા ગયે તે પોતે લૂંટાઈ ગયે. તેની ખરાબ દાનત બદલ ત્યાં ને ત્યાં એના પાપનું ફળ પ્રત્યક્ષ મળ્યું. જે તેણે માંગવામાં લાભ કર્યો ન હેત અને મર્યાદા રાખી હોત તો આ દશા ન થાત ને? અતિ લોભે કેટલે અનર્થ કર્યો ? ખેડૂતના મનમાં થયું કે મારે તે આટલી બધી ઈટો જોઈતી નથી. હું સંતેષથી રહું છું એમાં મને આનંદ છે. તેણે થોડી ઈટો લીધી. તેણે રાજાને બધી સત્ય વાત કરી. રાજાએ ખુશ થઈને બધી ઇટો તેને આપી દીધી. ખેડૂતને પુષ્યોગે ઘણું મળ્યું પણ એણે સોના ઉપયોગ પિતાના સ્વાર્થ માટે ન કરતાં પરમાર્થના કાર્યો કરવા માટે પુણ્યની પરબ ચાલુ કરી. ખેડૂત દાનેશ્વરી તરીકે પંકાવા લાગ્યો. આપણે તે એ સમજવું છે કે ધનની આસક્તિએ કેટલે અનર્થ કર્યો? આનંદ શ્રાવકે બધા પ્રત્યેથી આસક્તિ ઉઠાવી લીધી અને પૌષધશાળામાં જઈને પડિમા વહન કરવા લાગ્યા. તેમણે જેથી પૌષધ પડિમા ધારણ કરી. તે ચાર માસની હોય છે. પાંચમી પડિમા “ કાર્યોત્સર્ગ પડિમા”. આ પડિયામાં શીલવત, સામાયિક, દેશાવગાસિક વ્રત તથા ચૌદશ, પૂનમ, આઠમ આદિના પૌષધવતની આરાધના કરે છે. આ પઢિમામાં વિશેષતા એ છે કે એક રાત્રી કાઉસગ્ગ અને ધ્યાનમાં રહે. સાંસારિક બધી પ્રવૃત્તિઓનો ત્યાગ કરીને આખી રાત આત્મચિંતનમાં વ્યતીત કરે છે. આ પડિમાં
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy