SearchBrowseAboutContactDonate
Page Preview
Page 990
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિરમણિ ) [ ૯૧૧ આનંદ શ્રાવકે સર્વ પાપમય પ્રવૃત્તિઓના એંઠવાડને સાફ કર્યો અને શ્રાવકની પડિમાએ રૂપી પવિત્ર ક્રિયાઓનું ભજન કરી રહ્યા છે. તેમણે ત્રીજી પડિમા આદરી. તેનું નામ છે “ સામાયિક પડિમા”. આ પડિયામાં શીલવ્રત, ગુણવ્રત, વિરમણ, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસમાં પોતાના આત્માને સ્થાપિત કરે છે. તે સામાયિક અને દેશાવગાસિક વની આરાધના યોગ્ય રીતથી કરે છે. આ પડિમાં ધારણ કરે તેને દિવસમાં અમુક સામાયિક તે અવશ્ય કરવી એ નિયમ હોય છે. સામાયિક એટલે જે કરવાથી રાગ-દ્વેષ શાંત થાય તથા આત્માને જ્ઞાન, દર્શન, ચારિત્રને લાભ થાય તેનું નામ સામાયિકો આ પડિમાધારી શ્રાવક કદાચ પર્વાદિ દિનેમાં પૌષધવ્રતની આરાધના સમ્યફ રીતે ન કરી શકે પણ સવાર સાંજ સામાયિક વ્રતની આરાધના સારી રીતે કરી શકે છે. સામાયિક એટલે આત્મ સ્વરૂપમાં રમણતા. સામાયિકની સાધના જે સમભાવ વધારે, મમતાને ઘટાડે અને અહંને ઓગાળે તે સમજવું કે આત્મા ભગવાને બતાવેલી સામાયિકની સાચી દિશામાં પ્રગતિશીલ છે. સામાયિકમાં આત્મા સમભાવમાં ઝૂલતે હેય. તેની સામાયિક બે ઘડી, ચાર ઘડીની હોય પણ તેના મનમાં રાત દિવસ એ ઝંખના હોય કે હું જાવજીવની સામાયિક કયારે કરીશ ? સામાયિક પાળવી પડે તે તેને દુઃખ થાય. સામાયિકમાં તેને એ રસ હોય કે બે ઘડી કયાં ચાલી જાય તે ખબર પડે નહિ. કેરીની સીઝનમાં તમે કેરીને રસ ખાવે છે. તમને કઈ પૂછે કે રસ કે ? તે કહેશે કે બહુ મી. દાઢમાં રહી જાય એ. તમે કેઈના ઘેર જમવા ગયા. ત્યાં જમણ, ફરસાણ, શાક બધું ખૂબ સ્વાદિષ્ટ હતું. તમે જમીને ઘેર ગયા. તમને કઈ પૂછે કે આજે તમે જમવા ગયા હતા તો જમણ કેવું લાગ્યું? ત્યારે તમે શું કહેશે ? ભાઈ ! શી વાત કરું? શું તેને સ્વાદ? શું તેની મીઠાશ ! સામાયિક કરતા આવો સ્વાદ કે મીઠાશ આવે છે ? તેના સમભાવને સ્વાદ આત્મામાં રહી જાય છે રે ? સામાયિક કરીને ઘેર જાવ તે તેને પ્રભાવ પડે જોઈએ. આનંદ શ્રાવકે ત્રીજી સામાયિક પડિયા આદરી. તેમને દિવસમાં અમુક સામાયિક તો અવશ્ય કરવાની. આ ત્રીજી ડિમાં ત્રણ માસની હોય છે. આનંદ શ્રાવક થેડું કરીને અટકી જતા નથી. તે તે આગળ આગળ પ્રગતિ કરતા જાય છે. તેમણે એથી “પૌષધ પડિમા” આદરી. આ પડિમા ચાર માસની હોય છે. ચેથી પઢિમામાં શીલવ્રત, ગુણવ્રત, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસમાં પોતાના આત્માને સ્થાપે છે. તે સામાયિક, દેશાવગાસિક વ્રતનું યોગ્ય રીતે પાલન કરે છે. આઠમ, ચૌદશ પૂનમ અને અમાસના ડિપૂર્ણ પૌષધ વ્રતનું પાલન કરે છે. આ પડિમા ધારણ કરે એટલે મહિનામાં છ પૌષધ તો અવશ્ય કરવાના. તમે પૌષધ તે કરે પણ તબિયતનું કોઈ કારણ આવે કે વ્યવહારિક કામ આવે તે પૌષધ ન પણ કરે, પરંતુ આ પડિમા વહન કરે તેની કદાચ તબિયત બગડે, સ્વાથ્ય સારું ન હોય, ગમે તેવી કસોટી આવે તે પણું મહિનામાં છ પૌષધ તે કરવાના. તે તેમના નિયમમાં અડગ રહે અને આત્મસાધના
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy