________________
શારદા શિરમણિ ] તમે શું વિચાર કરશો ? (તા : પૈસાની જરૂર હશે એટલે લેવા આવતું હશે. અકમી ગયા હતા તે પાછો આવ્ય.) અકમી કોને કહેવાય ? સમજે છે ? જેના આડે કર્મો ખપી ગયા હોય તેને અકમી કહેવાય. તે છેક આવ્યું. તેણે કહ્યુંપિતાજી ! આપે મને કમાવા મોકલ્યા એ વાત સાચી છે. ત્યાં ગયા પછી મને એક સંતને ભેટો થયા. તેમનો પરિચય થયે તેમનું વ્યાખ્યાન સાંભળ્યું. આ જીવન જે મળ્યું છે તેમાં સાધના કરી લે. જેમ કૂલમાં ઘંટ વાગે ત્યારે છોકરાઓ ગમે તે કામ કરતા હોય, રમતા હોય છતાં દોડીને કલાસમાં દાખલ થઈ જાય છે તેમ સંત મહાત્માએ મને ઘંટ વગાડીને કહ્યું–હે મહાનુભાવ! આ અવસર, આ વર શાસન અને જૈન ધર્મ તમને વારંવાર નહિ મળે. જીવનની એકેક ક્ષણું લાખેણી જાય છે. તેમની અમીધારાએ મારું જીવન પટાઈ ગયું. હું પાંચ વર્ષ રહ્યો. મેં વેપાર કર્યો નથી, એવા આરંભ સમારંભના પાપો કર્યા નથી. મારી આજીવિકા પૂરતું મેળવતે હતે. આનંદથી રહેતો હતો. તમારી મૂળગી મૂડી પાછી આપી દઉં છું. તમારા આશીર્વાદ ફળ્યા. હું દીક્ષાની આજ્ઞા લેવા આવ્યો છું.
હવે હું તમને પૂછું છું કે એક દીકરો ૧૦ લાખ મેળવીને આવ્યા છે અને એક દીકરે કમાઈને નથી આવ્યું પણ દીક્ષાની આજ્ઞા લેવા આવે છે. તમને કે દીકરે. વહાલે લાગે ? દિક્ષાની વાત તમને ગમશે નહિ કારણ કે રૂંવાડે રૂંવાડે મેહ ભર્યો છે. જે તમારામાં સમ્યકત્વ સ્પર્યું હશે અથવા મિથ્યાત્વ સાવ મંદ પડી ગયું હશે તે દીક્ષાની વાતથી તમારું હૈયું હરખાઈ જશે. દશ લાખ કમાઈને આ એણે પાપની મૂડી ભેગી કરી. તે દશ લાખ તે અહીં રહી જશે. બીજે દીકરો ભલે કમાઈને નથી આ પણ આત્માના ગુણોની મૂડીમાં વધારો કરીને આવ્યા છે. તે દીક્ષાની આજ્ઞા લેવા આવ્યો છે. ત્યાં તમને થશે કે આજે હું ભાગ્યશાળી છું કે આવા દીકરાને બાપ બન્યો. હું તે દીક્ષા લઈ શકે નહિ પણ મારો દીકરો તે એ માર્ગે જાય છે. ધન્ય છે તેને ! સંયમ એ સુખને માર્ગ છે. એવું માનનારને દીક્ષાની આજ્ઞા લેવા આવનાર વહાલે લાગે અને મુનિ પણ વહેલા લાગે. આપણા આત્માએ સંતને જે રીતે જેવા જોઈએ એ રીતે જોયા નથી. તેમના દર્શન કરે તે એવી રીતે કરે કે એમની શાંતિ અને એમના મુખ પરની પ્રસન્નતા તમને આકર્ષ્યા વગર રહે નહિ.
આનંદ શ્રાવક ભગવાનના દર્શન કરતાં, વાણી સાંભળતા પામી ગયા. તેમણે પહેલી દર્શન ડિમા આદરી. બીજી ડિમાનું નામ છે “વત પડિમા”. સમ્ય દષ્ટિ જીવ નાના મેટા જુદા જુદા વ્રત નિયમોનું નિર્દોષ રીતે પાલન કરે છે તેને વ્રત પડિમા કહે છે. આ પઢિમામાં તે ચારિત્ર શુદ્ધિ તરફ ઝૂકીને કર્મક્ષય કરવાનો પ્રયત્ન કરે છે. આ પઢિમા બે માસની હોય છે. આ પડિયામાં આખો દિવસ જુદા જુદા નિયમ, પ્રત્યાખ્યાન ચાલુ હોય છે. પડિમા ધારણ કર્યા પછી તે જગત તરફ દૃષ્ટિ કરતા નથી. તે રાત દિવસ આરાધનામાં મસ્ત રહે છે. રાત્રે કાઉસગ કરે, ધ્યાન કરે,