SearchBrowseAboutContactDonate
Page Preview
Page 978
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિરમણિ ] [ ૮૯ પ્રતિજ્ઞા પાલન માટે દેહત્યાગ અને મળેલ દેવગતિ : ગુરૂ ભગવંત તે વિહાર કરીને બીજે ગયા. નિયમનું પાલન કરવામાં સાળવીને એક દિવસ કસોટી આવી. દારૂ પીને એવી ગાંઠ મારી કે કઈ હિસાબે છૂટતી નથી. સરકડા ગાંઠને બદલે મડા ગાંઠ લાગી ગઈ ઉકેલી ઉકલે જ નહિ. તેને દારૂ પીવાનું મન થયું. અડધા કલાક થયે ત્યાં તો દારૂ વગર એની નસેનસ ખેંચાવા લાગી. ચેન પડતું નથી. જીવ ગભરાવા લાગ્યો. તેની હાલત તે ગંભીર થઈ ગઈ. બધા ભેગા થઈ ગયા. તેમણે કહ્યું-તું દારૂ પી લે ને. ના. મારે ગંઠીને નિયમ છે. તે છૂટે તે પીશ, અને નહિ છૂટે તે નહિ પીઉં. સગાવહાલા કેઈ જૈન ધર્મને સમજતા નથી. તેઓ કહે તારી બાધાને હમણું બાજુમાં મૂકી દે. ના. એ તે નહિ બને. ગાંઠ છૂટે તે જ પીશ. નહિ છૂટે ને મરી જવાશે તે કબૂલ પણ ગુરૂ પાસે લીધેલ નિયમ તે છેડીશ નહિ. તે પ્રતિજ્ઞામાં ખૂબ દઢ રહ્યો. એક વાર મરવાનું તો છે જ. એ રીતે નિયમમાં દઢ રહ્યો. ત્યાં તેને પ્રાણુ ઉડી ગયા ને મરીને દેવ થયા. નરક ગતિમાં જવા યોગ્ય કર્મો તેણે કર્યા હતા પણ એક સામાન્ય નિયમે તેને દેવગતિમાં મોકલી દીધે. પાપને પશ્ચાતાપ અને એક નિયમે તેને નરકને બદલે દેવગતિ અપાવી. સાક્ષાત દેવરૂપ પ્રગટ કરી પ્રતિજ્ઞાને બતાવેલ પ્રભાવ : દેવગતિમાં ગયા પછી અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકીને જુએ છે હું દેવ કેવી રીતે થય? ગુરૂદેવ મને મળ્યા ન હોત અને નિયમ આપે ન હોત તે મારી ગતિ શી થાત ? નરકમાં જવાને બદલે દેવગતિમાં આવ્યું એ બધે પ્રભાવ ગુરૂદેવનો છે. તરત તે મનુષ્યના રૂપમાં ગુરૂદેવ પાસે આવે છે અને ગુરૂદેવને વંદન કરે છે, ગુરૂદેવ પૂછે છે ભાઈ તું કોણું. તરત સાક્ષાત દેવરૂપે પ્રગટ કર્યું ને કહ્યું- હું તમારો સાળવી. આપે મને ગાંઠને નિયમ આપે હતું. એક દિવસ ગાંઠ છૂટી નહિ પણ હું તેમાં મક્કમ રહ્યો તે મરીને દેવ થયા. આવી વાત સાંભળીને પાપથી પાછા વળો. સાળવીને ગમે તેવી કસોટી થઈ. પ્રાણુ ગયા પણ નિયમથી ચલિત ન થયે. ધર્મ બરાબર જાળવી રાખે તે દેવ થયો. ધર્મને પ્રભાવ અલૌકિક છે. કુટુંબ પાસે રજુઆત કરતા આનંદ શ્રાવકઃ ધર્મ પામેલા આનંદ શ્રાવકે સંસારના આરંભ સમારંભથી છૂટવા માટે મોટા પુત્રને બધી જવાબદારી સોંપીને પૌષધશાળામાં જવાને વિચાર કર્યો, તેથી બીજે દિવસે મિત્રવર્ગ તથા કુટુંબીજનોને બોલાવીને વાત કરી અને કહ્યું –અત્યાર સુધી સંસારમાં મેં શ્રાવક ધર્મનું પાલન કર્યું છે પણ આ રીતે રહેવાથી મારી સાધના બરાબર થઈ શકતી નથી, તેથી હું મારા જયેષ્ઠ પુત્રને બધે ભાર ઑપીને પૌષધશાળામાં જઈને ભગવાનની પાસે સ્વીકારેલા ધર્મનું પાલન કરું. આનંદ શ્રાવકે જે બધાને બોલાવ્યા તે બધાને સારા સારા ભેજન જમાડ્યા. જમ્યા પછી મુખવાસ આપ્યા. તે ઉપરાંત બધાને સારા વસ્ત્રો, માળા આદિ વસ્તુઓ ભેટમાં આપીને તેમનો ખૂબ સત્કાર કર્યો. બધાને લાવીને જમાડ્યા એટલું નહિ પણ ખાલી
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy