SearchBrowseAboutContactDonate
Page Preview
Page 975
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૯૬ ] [ શારદા શિરોમણિ જીવ તે માટેનું જ્ઞાન મેળવવાના પુરૂષાર્થ કરતા નથી. જો ભીષણ ભવસાગર તરવા છે તેા એ સાગરના સ્વરૂપનું જ્ઞાન કર્યા વિના કેવી રીતે તરી શકાય ? જેમના સહારે તરવુ' છે એવા પરમકૃપાળુ પરમાત્મા અને ગુરૂ ભગવંતાની સાચી એળખાણ પણ કરવી પડે. જેમાં બેસીને સામે પાર જવુ' છે એવા સંયમ રૂપી જહાજની પણ પૂર્ણ માહિતિ મેળવવી પડે. આ સમુદ્રમાં સફર કરતાં કદાચ વિઘ્ન આવે તે કેવી સાવધાની રાખવી આ બધુ જ્ઞાન મેળવવું જોઈએ તે સાગરને પેલે પાર થઈ શકીએ. ભવસાગરને તરવા માટે ભગવંતે જે ક્રિયાઓ કરવાની મતાવી છે તે કરવામાં ઉત્સાહ અને ઉમંગ હાવા જોઇ એ. તેમાં પ્રમાદ કરે ન ચાલે. તે માટે જ્ઞાન, દર્શીન, ચારિત્ર અને તપના આચારોનુ યથાવિધિ પાલન કરવુ જોઈ એ. ભવસાગરને તરવા માટે જ્ઞાન હાય, સાથે ક્રિયાઓ હાય પણ જો ઉપશમ, સમતા નથી તે। ભવસાગર તરવામાં નિષ્ફળતા મળે છે. ક્રાય અને રોષ આવતા બધી સાધના પ્રાણહીન બની જાય છે અને સાગર પરથી પ્રયાણ કરતુ' જહાજ ત્યાં અટકી જાય છે. જો એ ક્રોધ, રાષ, ઈર્ષ્યા, માન, લાભ, રાગને દૂર ન કર્યાં અને આત્મામાં લાંબા સમય સુધી સંઘરી રાખ્યા તે એ સંયમ રૂપી વહાણમાં છિદ્ર પાડી દે છે. એ છિદ્રથી પાપ રૂપી પાણી વહાણુમાં ભરાય છે, છેવટે પરિણામ એ આવે છે કે એ વહાણુ પાણીમાં ડૂબી જાય છે, માટે ભવસાગર તરવાની ઈચ્છા હૈાય તેનામાં ક્ષમા, સમતા હોવા જોઈએ. ભવસાગર તરવા નીકળેલા આત્માએ પાતાની ઇન્દ્રિયાને વશમાં, કાબૂમાં રાખવી જોઈએ. બેફામ ખનેલી ઇન્દ્રિયા આત્માને સંયમ રૂપી જહાજમાંથી સ'સાર સમુદ્રમાં ફેંકી દે છે. જેના જીવનમાં આટલી વાતા હોય તે આત્મા સ`સાર સાગર તરી જાય છે અને જેના જીવનમાં આ વાતા નથી તે સ`સાર સાગરમાં ડૂબી જાય છે, માટે ભવસાગરથી તરવા માટે જ્ઞાન, ક્રિયા, ક્ષમા અને જિતેન્દ્રિયપણું આટલા ગુણ્ણા કેળવવા જોઈ એ. (C જેમના જીવનમાં સભ્યજ્ઞાન, દર્શન, તપની આરાધના છે. ચારિત્રની અલ્પાંશ એટલે દેશિવરતિની આરાધના છે, ક્ષમા છે અને જિતેન્દ્રિયપણુ છે એવા આનંદ શ્રાવકે સ'સાર સાગરને જલ્દી તરવા માટે સ`સારને ફારગતિ દેવાના નિણ ય કયેર્યાં, તેથી મેટા પુત્રને ઘરની તમામ જવાબદારી આપવાના સંકલ્પ કર્યાં. મેટા પુત્રને કુટુ અનેા બધા ભાર સોંપીને मिते जाव जेट्ठ पुत्तं च आपुच्छित्ता, कोल्लाए सन्निवेसे नायकुलंसि पोसह साल पडिलेहिता समणस्स भगवओ महावीररस अंतियं धम्मं पण्णति उपज्जिताणं વિત્તિ । મિત્રા તથા જ્યેષ્ઠ પુત્રને પૂછીને કેોલ્લાક સ'નિવેશમાં જ્ઞાતકુલની પૌષધશાળાનુ પ્રતિલેખન કરી શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પાસે સ્વીકારેલા ધમ પ્રજ્ઞપ્તિનું યથાવિધિ પાલન કરું. આનંદ શ્રાવકને રાત્રે ધર્મ જાગ્રિકા કરતા કેવા સુંદર વિચાર આવ્યે ! તેમને થયું કે હુ' અહી. આ રીતે રહીશ તેા બધા મને પૂછવા આવશે. પણ હું પૌષધશાળામાં જઈને રડુ' તા મને કોઇ પૂછવા આવે નહિ અને મારે પાપમાં 'ડાવું ન પડે, માટે મિત્રોને,
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy