SearchBrowseAboutContactDonate
Page Preview
Page 972
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિરેમણિ ] [ ૮૯૩ આપે છે અને અનંતા કર્મોની નિર્જરા કરે છે. આ રીતે આનંદ શ્રાવક બાર વ્રતનું નિરતિચાર પાલન કરતાં ગૃહસ્થાશ્રમમાં આનંદથી દિવસો પસાર કરે છે. વ્રતમાં કોઈ દોષ લગાડતા નથી. સમય જતાં ચૌદ વર્ષો પસાર થઈ ગયા. ચૌદ વર્ષમાં આનંદ શ્રાવકે નાની મોટી તપશ્ચર્યા, સાધના, આરાધનાઓ ઘણી કરી. પંદરમાં વર્ષમાં પ્રવેશ કર્યા પછી ધર્મ જાઝિકા કરતા એક દિવસ વિચાર આવ્યું. હું ચૌદ વર્ષોથી શ્રાવકપણું પાળું છું, ધર્મધ્યાન કરું છું પણ જો આ રીતે આરાધના કરતો રહીશ તે મારું જે લક્ષ્ય છે ત્યાં પહોંચી શકીશ નહિ. આ સંસાર વ્યવહારમાં રહીશ તે મારે જે પામવું છે તે પામી શકાશે નહિ. તે હવે હું શું કરું? આનંદ શ્રાવક ગૃહસ્થાશ્રમમાં હતા અને તમે પણ ગૃહસ્થાશ્રમમાં છે, છતાં તમે આનંદ શ્રાવક જેટલા ધર્મને વફાદાર છે? તેની જેમ ધર્મ જાઝિકા કરે છે ખરા? આજના જમાનામાં તો આ બધું ભૂલાઈ ગયું છે. સવારમાં ઉઠીને પ્રતિક્રમણ કરનારા કેટલા ? પ્રતિકમણ ટાઈમે પણ ઉઠી શકતા નથી પછી ધર્મ જાગ્રિકાની વાત જ કયાં ! આજે તો માનવી ભાન ભૂલી ગયો છે. ધર્મ જાગ્રિકાને ભૂલીને કર્મ જાઝિકા કરે થઈ ગયું છે. સવારમાં ઉઠે એટલે એ જ વિચાર કે કયાં જવું છે ? શું લાવવું છે ? કેની ઉઘરાણી બાકી છે ? મારે કેટલાને પૈસા ચૂકવવા જવાનું છે ? બસ, આ જ વિચાર કે બીજા વિચાર આવે ? અરે, રાત્રે ઊંઘ ન આવતી હોય તે પણ સંસારના, ઘરના અને દુકાનના વિચાર આવ્યા કરે. કેઈને કેમ ફસાવવા, માયાકપટથી અને અન્યાય, અનીતિથી પૈસા કેમ ભેગા કરવા, આ બધા વિચારો આર્તધ્યાન અને રૌદ્રધ્યાનના છે, અનાદિકાળથી આત્મા આશ્રવમાં પડ્યા છે. તેના મનમાં એ ભાવ છે કે મારે સંસારનો બગીચો સૂકાઈ જ ન જોઈએ. આત્માને બગીચે ભલે સૂકાઈ જાય પણ યાદ રાખજે કે સંસારનો બગીચો લીલાછમ રાખવા ગમે તેવા પ્રયત્નો કરશો અને પાપ બાંધશો પણ અહીંથી ગયા પછી કઈ જોવા આવવાનું નથી, છતાં જીવ આત્મ બગીચાને ભૂલીને કર્મ બગીચાને વિકસાવી રહ્યો છે. ધર્મજાગ્રિકામાં કરેલી ધર્મચિંતવણું ? આનંદ શ્રાવક ધર્મ જાચિકા કરતાં એ વિચાર કરે છે કે આ વાણિજ્ય ગામમાં રાજા, રાઈસર, તલવર, શેઠ, સેનાપતિ બધાને હું આધારભૂત છું, આલંબનભૂત છું, અનેક કાર્યોમાં બધા મને પૂછવા, મારી સલાહ લેવા આવે છે તેથી શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પાસે મેં જે દેશવિરતિ ધર્મ સ્વીકાર્યો છે તેનું પાલન બરાબર થઈ શકતું નથી, માટે આ બધી પ્રવૃત્તિઓથી મારે નિવૃત્તિ લેવી જોઈએ, તો જ મારી સાધના બરાબર કરી શકીશ. હવે મારા માટે એ જ શ્રેયકર, હિતકર છે કે કાલે સવારે સૂર્યોદય થાય ત્યારે વિપુલ પ્રમાણમાં અશન, પાન આદિ તૈયાર કરાવીને મિત્ર, પરિવાર, કુટુંબીજનેને ભેજન જમાડીને પૂરણ શેઠની જેમ બધાની સમક્ષમાં મારા સૌથી મોટા દીકરાને કુટુંબને, ઘર, દુકાનને બધો ભાર સેંપી દઉં. પહેલાના સમયમાં આવા સુખી મોટા માણસે જ્યારે આવું સારું કાર્ય કરે
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy