SearchBrowseAboutContactDonate
Page Preview
Page 959
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮૦] [ શારદા શિરમણિ પણ પામી જાય તે સારું શિવાનંદાને પતિની વાત સાંભળતાં ખૂબ ઉ૯લાસ આ. તેમને આત્મા ભગવાનના દર્શને જવા ઉત્સુક બન્યો ઘરઘરમાં પતિ આવા બને તો પત્નીનું જીવન પટાઈ જાય અને પત્ની આવી બને તો પતિનું જીવન પટાઈ જાય. આનંદ શ્રાવક સાંભળીને આવ્યા પણ આત્મામાં એ જ વાતે ચૂંટાયા કરે છે. જિનવાણી શ્રવણને અર્થ શું ? જે જિનવાણી સાંભળતા આત્મા જિન બની જાય. જિન બનવા માટે તે જિનવાણી માર્ગ બતાવે છે પણ જિન બનાય કયારે? જગતને અને જગતના ભાવોને છોડયા વગર જિન બની શકાય એમ નથી. એકને પામવું છે તે બીજાને છોડવું પડે. નશ્વર બંગલો છોડે તો શાશ્વત બંગલે મળે ? એક શેઠે મોટો બંગલે બાંધે, પછી તેમણે બહાર પાડ્યું કે જે માણસ બંગલામાં આટલા ટાઈમમાં પહેલા પહોંચે તેને બંગલે બક્ષિસ કરી દઈશ. આવી જાહેરાત થાય ત્યાં કેણે ન જાય? કેમ કે બંગલા પ્રત્યેની મોહદશા કે ન હોય ? ગામમાંથી ઘણું માણસ બંગલે આવવા નીકળ્યા. આ શેઠે શું કર્યું છે? બધા પિતાના ઘેરથી બંગલા સુધી પહોંચે તે રસ્તામાં કોને આકર્ષણ કરે એવા ચિત્ર, રમતે બધું ગોઠવ્યું છે કે બધા મોહમાં પડી જાય અને તે જોવા માટે અટકી જાય. બધાને થાય કે આટલું તો જાઉં. બધા જોવામાં પડી ગયા ને કઈ ટાઈમસર પહોંચી શકયું નહિ, કેઈ બંગલો મેળવી શકયા નહિ. આપણે બધાને મોક્ષનો બંગલે જોઈએ છે. મેક્ષના બંગલે પહોંચતા પહેલા રસ્તામાં પુત્ર-પરિવાર, માતા-પિતા, ભાઈ-બહેન, બધા ગોઠવી દીધા છે. આ બધાની મમતામાં જીવ એ લપેટાઈ જાય છે કે તેમાંથી બહાર નીકળી શકતું નથી અને મોક્ષનો બંગલે મેળવી શકતા નથી. આ બધાનો મોડ છૂટે નહિ તો મેક્ષ મળે કેવી રીતે ? ચક્રવતીને ૬૪૦૦૦ સ્ત્રીઓ હતી. તેમનો પરિવાર કેટલે મેટો હતો ? છતાં મેહ છોડી દીધે તે મોક્ષનો બંગલો મેળવી લીધો. તમારે તે એક પત્ની અને બે ચાર સંતાનો હોય છતાં મોહ છૂટતા નથી. તમારા આ નશ્વર બંગલા છેડે તે શાશ્વત બંગલે મળે. છોડે તે એવું છેડવું કે ફરીને જ્યારે એનું સ્મરણ પણ ન આવવું જોઈએ. આનંદ શ્રાવકે શિવાનંદાને કહ્યું, તું પણ ભગવાન પાસે જા. શિવાનંદાએ કહ્યુંભલે, હું જાઉં છું. તેના મનમાં હવે એ લગની લાગી કે મારા પતિ ભગવાન પાસે ગયા ને કંઈક પામીને આવ્યા તે હવે હું પણ જલદી જલદી જાઉં. ભગવાનની વાત કરતાં પતિના દિલમાં આટલે હર્ષ, ઉમંગ છે તે તે ભગવાન કેવા મહાન હશે! તેણે કૌટુંબિક પુરૂષને બોલાવીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયે ! તમે જલદીથી “લઘુકરણ રથ” એટલે જેમાં ખૂબ ઝડપથી ચાલે એવા બળદ જોડયા હોય એવો ધાર્મિક રથ તૈયાર કરીને અહીં લાવે, મારે જલ્દીથી શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના દર્શન કરવા જવું છે. આનંદ ગાથા પતિ અને શિવાનંદા વારસાગત જૈન ધમ નથી છતાં કેવા હળુકમ આત્મા કે આનંદ શ્રાવકે ભગવાનને એક વાર દર્શનથી ભીનો છેડો કાઢી લીધે. જ્યારે જીવનમાં ધમ આવે છે ત્યારે ધર્મની એવી તાકાત છે કે કદાચ દુઃખના પ્રસંગે આવી જાય તે દુઃખને દુઃખ ન માને પણ દુઃખમાં સમભાવ રાખે, કારણ કે તે આત્મા સમજે
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy