SearchBrowseAboutContactDonate
Page Preview
Page 938
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિરામણિ ] કાને ખબર કયારે ધમણુ આ ચાલતી અટકી જશે, તેજસ્વી લાચનની કીકી આ હાલતી અટકી જશે, થંભી જશે જિવા મુખે મીઠા વચન ઉચ્ચારતી, ખાપરી વિજ્ઞાનની થભી જશે વિચારતી. [ ૮૫૯ માટે મૃત્યુ આવતા પહેલા જો સાધના કરી હશે તે મૃત્યુના ભય નહિ લાગે. મૃત્યુ આવે રડવાના પ્રસંગ નહિ આવે પણ મૃત્યુને મહાત્સવ માનશે. જે આત્માએ સાધના, આરાધના દ્વારા પેાતાનું ભાવિ જીવન સુખમય બનાવ્યુ છે તેને પંડિત મરણના ભાવ આવે. હવે સ થારાના પાંચ અતિચાર સમજાવે છે. (૧) ઈહલાગાસ’સર્પગેઃ સંથારા ગ્રહણ કર્યાં પછી મરીને હું મનુષ્ય લેાકમાં ચક્રવતી થાઉં, રાજા થા, રાજમંત્રી થઉ એવી ઈચ્છા કરવી. (૨) પરલાગાસ’સવ્પઆગે : ‘ અહીથી મરીને હું મેટેરે વૈભવશાળી દેવ બનુ, ઈન્દ્ર ખનુ' એવી પરલેાક સંબંધી ઈચ્છા કરવી. (૩) જીવિઆસ સર્પગે : વધુ જીવવાની ઈચ્છા કરવી. જો હું વધુ જીવું, મારા સથારો લાંબે ચાલે તે વાત વધુ પ્રસરે. લાકે મારી વાડુ વાડુ મેલે, લેાકેામાં મારી પ્રશંસા ખૂબ થાય આવી ઈચ્છા કરે તે અતિચાર લાગે. (૪) મરણુાસ સ૫એગે : મરી જવાની ઈચ્છા કરી હાય. સથારા કર્યાં અને લાંખા ચાલ્યા. હવે ભૂખ વેઠાતી નથી, મને કઈક થઈ જાય છે, હવે અરુ મરી જાઉ તે સારુ એવા વિચાર પણ ન લાવે. કામભાગાસ’સર્પાએગે કામભોગની અભિલાષા કરવી. સચારા કર્યાં પછી પશુ જો આ જાતની ભાવનાએ કરે તે અતિચાર લાગે છે. તેને સથારે લૂંટાઈ જાય છે. આવા સથારે એ સાચા સથારે નથી સંથારા આ લેકના સુખ માટે કે પરલેાકના સુખ માટે નથી કરવાના, કીતી, માન-સન્માન કે પ્રશસા માટે નથી કરવાના; માત્ર એકાંત ક નિરા માટે કરવાના છે. લક્ષથી કરેલા સથારે એ સાચા સથારે છે. તેમાં અન’તાકર્માની નિર્જરા થાય છે. ખાર વ્રત અને સંથારાના અતિચાર પૂરા થયા. આન ંદ શ્રાવકે ૧૨ વ્રત આદર્યાં અને અતિચાર પણુ સમજ્યા. તેમણે કહ્યુ -ભગવાન ! હું મારા વ્રતામાં દેષ લગાડીશ નહિ હવે આગળ શું વાત ચાલશે તેના ભાત્ર અવસરે. (૫) : આજના દિવસનું નામ છે વિજયાદશમી. આમ તે દરેક તીથિ મહિનામાં બે વાર આવે છે. દશમ પણ તેવી રીતે આવે છે પણ આજની આ તીથિના પહેલા ‘ વિજય ’ શબ્દ લગાડવામાં આવ્યે છે. આ શબ્દના પ્રયાગ આખા વર્ષમાં આ આસે। માસની દશમ માટે થાય છે. આનુ કારણ એ છે કે આજના દિવસે મહાન ધર્માવતાર રામચંદ્રજીએ રાવણુ પર વિજય પ્રાપ્ત કર્યાં છે. જો કે રાવણની પાસે અપાર, દોલત, શક્તિ પણ વધારે અને સૈન્યબળ માટું હતુ. રામની પાસે કાંઈ ન હતું. પણુ ધર્મ, ન્યાય, નીતિ અને મર્યાદા પાલનની ભાવના જ પર હતી તે ખળના કારણે સેાનાની લકાના સ્વામી રાવણુ પર આજના દિવસે રામે વિજય મેળવ્યેા હતેા, આ પત્ર આપણને એ સૂચન કરે છે કે રામે રાવણ પર વિજય મેળળ્યે તેમ તમે મિથ્યાત્વ રૂપી રાવણને મારીને સમ્યક્ત્વને પ્રગટાવે. આ શત્રુને જીતવા ઘણુંા મુશ્કેલ
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy