________________
૮૪૦ ]
[ શારદા શિરેમણિ બપોરે ખીચડી ને દહીં જમીને વગર બોલાવે ગુરૂ પાસે પહોંચી ગયા. શેઠ જમવા આવ્યા. આઠમ હોવાથી તેમને એકાસણું હતું. શેઠ જમવા બેઠા. ખીચડી મોઢામાં મૂકી. ખીચડી ખારી બહુ લાગી. શેઠે કહ્યું- રમેશ જમવા આવી ગયે? હા. તે કઈ બેલ્યો નહિ? ના. તેણે દહીં માંગ્યું હતું. ખીચડી ને દહીં ખાઈને જતો રહ્યો. તે એક શબ્દ પણ બોલ્યા નથી. જમીને તે રવાના થઈ ગયા છે. શેઠને ખબર નથી કે રમેશ ઉપાશ્રયે ગયા હતા ને તેનું જીવન પરિવર્તન થયું છે. બે ત્રણ વાગ્યા છતાં રમેશ ઘેર ન આવ્યું. માબાપને ખૂબ ચિંતા થવા લાગી. આજે એ કાંઈ બોલ્યો નથી પણ બહાર જઈને કાંઈ નવાજૂની તે નહિ કરે ને ? દીકરો મા-બાપને ગમે તેટલું પજવે હેરાન કરે છતાં માબાપ સંતાનને ભૂલતા નથી. ખરેખર સંતાને ઉપર માતાપિતાને અસીમ ઉપકાર છે. તે ભૂલ જોઈએ નહિ. ભૂલશે નહિ કદી મા-બાપને રે, તેમના અનંત છે ઉપકાર (૨) ભૂલશે અડસઠ તીરથ ઘરના આંગણે રે, સેવા કરો સદાયે અમાપ-ભૂલશો
રમેશના માતાપિતાને ખૂબ ચિંતા થવા લાગી કે આપણે રમેશ કયાં ગયે હશે? આખા ગામમાં શેઠે શેધ કરાવી પણ કયાંય રમેશ મળ્યો નહિ. તેમને કપના પણ ક્યાંથી આવે છે તે ઉપાશ્રયે ગયે હશે. ત્યાં એક ભાઈ શેઠને પ્રતિક્રમણ કરવા
લાવવા આવ્યા. શેઠને ચિંતાતુર જઈને પૂછયું કેમ ચિંતામાં છે? ભાઈ ! મારો રમેશ જડતું નથી. અરે શેઠ, તે તે ઉપાશ્રયમાં ગુરૂ પાસે બેઠો છે. વાત કરે છે અને પાપની આલોચના કરે છે. શેઠ ઉપાશ્રયે ગયા. રમેશ સંત પાસે બેઠો હતો. તેણે જેવા પિતાને જોયા તે ઊભા થઈને તેમના ચરણમાં પડી ગયા. પિતાજી ! મેં આપને ખૂબ દુઃખી કર્યા છે. હવે મારા બધા અપરાધની મને ક્ષમા આપો. રમેશનું હૃદય પરિવર્તન જોઈને શેઠને ખૂબ આનંદ થયો. એક વખતને અધમ ધમ બની ગયે. પાપી પુનિત બની ગયો. સંતના સમાગમથી રમેશનું જીવન સુધરી ગયું. ઘરમાં માતાને, પત્નીને બધાને ખૂબ આનંદ થયે.
પ્રભુ મહાવીર સ્વામીના એક વાર દર્શનથી અને ભગવાનની દેશનાથી આનંદ ગાથા પતિનું જીવન પણ બદલાઈ ગયું. બાર વ્રત તે અંગીકાર કર્યા પણ તેમાં દેવ ન લાગે તે માટે પ્રભુ અતિચાર સમજાવી રહ્યા છે. દશ વ્રતના અતિચાર સમજ્યા. હવે અગ્યારમું પૌષધ વ્રત. આ પૌષધ વ્રત એક અહોરાત્રીનું છે. જ્યારે પૌષધ કરવો હોય ત્યારે ઘેર આરંભ સમારંભના કોઈ કાર્યો કરાય નહિ. કાચા પાણી કે અગ્નિને અડાય નહિ. જેટલા વાગે લીધો હોય તેટલા વાગે બીજા દિવસે પળાય. આ વ્રતમાં ચાર વસ્તુને ત્યાગ કરવામાં આવે છે. અસણં, પાછું આદિ ચારે આહારનો ત્યાગ (૨) શરીરને વેશભૂષા, સત્કાર આદિને ત્યાગ. મૈથુનને ત્યાગ અને સમસ્ત પાપને ત્યાગ કરવામાં આવે છે. ૨૪ કલાક માટે સર્વ પાપને તિલાંજલી અપાય છે. શુદ્ધ ભાવથી આત્મલક્ષે