SearchBrowseAboutContactDonate
Page Preview
Page 895
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૧૬ ] [ શારદા શિરેમણિ હોય તે ચાર ઘડી, છ ઘડી કરી શકે. સામાયિકમાં સમસ્ત પાપ ક્રિયાઓને ત્યાગ કરાય છે. સામાયિકને નંબર નવમો છે. આગળ આઠ વ્રત આવી ગયા. તે આઠ તમાં જે તારી સ્થિરતા આવી હશે તે નવમું વ્રત સામાયિક બરાબર શુદ્ધ ભાવે કરી શકીશ. જેમ કેઈને બાથમાં દાખલ થવું હોય તે તે ચામડીના ડૉકટરને બતાવવું પડે. ડેકટર સર્ટીફિકેટ આપે કે ચામડીને રોગ નથી તે બાથમાં જવા મળે છે. બાથમાં જતાં પહેલાં બહારના નળે સ્નાન કરીને જાય જેથી ખરાબ જમ્સ બીજા કેઈને લાગે નહિ. સામાયિક એ આત્માને બાથ છે. તે બાથમાં સમભાવનું સ્નાન કરવાનું છે. આ બાથમાં જતાં પહેલાં એ સર્ટીફિકેટ લાવવું પડે કે સામાયિકમાં ચાર કથા કરીશ નહિ, ૧૦ મનના, ૧૦ વચનના અને બાર કાયાના કુલ ૩૨ દોષ લગાડીશ નહિ. જે આટલું સટફિકેટ મળ્યું હશે તે આત્માના બાથમાં સમભાવનું સરનાન કરી શકશે. સામાયિક કરે તે એવી કરે કે કર્મના ઢગલા બનીને ખાખ થઈ જાય. એક સામાયિકમાં એવી શક્તિ છે કે તે એકાવનારી બનાવી શકે. ભગવંત ફરમાવે છે अगारि सामाइयंगाणि, सडी कारण फासए । પાસ તુ ઘઉં, રાયં ન દાવ | ઉત્ત.અ.પ.ગા.૨૩. શ્રદ્ધાવાન શ્રાવક ગૃહરથની સમ્યક્ત્વ, શ્રત અને દેશવિરતિ રૂપ સામાયિક અને તેના અંગોનું મન, વચન, કાયાથી પાલન કરે. એક પક્ષ-પખવાડિયામાં બે પૌષધ કરે. એક રાત્રી માટે પણ પૌષધ છોડે નહિ. આ સુવતી શ્રાવક ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં દેવલોકમાં જાય છે. આજે તો ઘણી વાર જોવા મળે છે કે જૈન કુળમાં જન્મ્યા હોય છતાં એક સામાયિક આવડતી ન હોય. કેટલા ખેદની વાત છે! કરોડોના વેપાર કરતાં આવડે તેમાં તે બહાદુર અને હોંશિયાર પણ એક સામાયિક ન આવડે. શ્રાવક કુળમાં જન્મ મળવા છતાં જે સામાયિક, પ્રતિક્રમણ આવડતું ન હોય, જીવાદિ નવ તનું જ્ઞાન ન હોય તે ભલે વ્યવહારથી શ્રાવક કહેવાય પણ તે સાચો શ્રાવક ન કહેવાય. દીકરાને નામું ન આવડે તે કલાસ કરાવો. ભણવામાં એક વિષયમાં કાચા હોય તો ૧૦૦-૨૦૦ રૂપિયાના ટયુશન કરાવે અને છોકરાને તેમાં બરાબર તૈયાર કરો પણ તમે તમારી તૈયારી કેટલી કરી છે? જે સંસારમાં સુખેથી જીવન પસાર કરવું હોય તે આપ વ્રતમાં આવે. આનંદ શ્રાવકને હવે ભગવાન નવમા વ્રતના અતિચાર સમજાવશે. આજે આપણે ત્યાં એક દંપતિ આજીવન બ્રહ્મચર્ય વ્રત લેવાના છે તેમને પ્રતિજ્ઞા અપાય છે. ચરિત્ર : રત્નસુંદરીનું કારમું રૂદન : ગુણસુંદર અગ્નિરનાન કરે છે તે વાત સાંભળતા રત્નસુંદરીને હાય લાગી. આઘાતમાં તે બેભાન થઈને ઢળી પડી. ઉપચાર કરીને તેને ભાનમાં લાવ્યા, પછી તેણે ગુણસુંદરને કહ્યું-તમે શા માટે આવું કરો છે ? મેં તમારી પ્રતિજ્ઞા ભંગ કરાવી નથી. તમે જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે મેં મંજુર કર્યું છે. મારે કોઈ વાંક ગુને છે? આપના વિના મારી શી સ્થિતિ થશે ? એટલું બોલતાં છાતી ફાટ રડવા લાગી. ફરી વાર બેભાન થઈ ગઈ. તેને પાણી છાંટીને ભાનમાં લાવ્યા. માણેકચંદ શેઠ કહે-બેટા ! હિંમત રાખ. અમે ગુણસુંદરને મરવા નહિ દઈએ.
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy