SearchBrowseAboutContactDonate
Page Preview
Page 891
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૧૨ ] [ શારદા શિરેમણિ સુખ, શાંતિ, સ્વર્ગ, પ્રશંસા આદિ છે. આ ચાર પ્રકારના જીવનમાં સૌથી શ્રેષ્ઠ જીવન પરમાથી જીવન છે. પરમાથી જીવન જીવનારા આનંદ શ્રાવકને ભગવાન હવે આઠમા વ્રતના અતિચાર સમજાવે છે. આઠમું વ્રત છે અનર્થદંડ. જેમાં જીવને કોઈ લાભ ન હોય છતાં બોલવું, કાર્ય કરવું જેથી આત્મા મલીન થાય તે અનર્થદંડ. આ વ્રતમાં ખૂબ સાવધાની રાખવાની છે. વગર કારણે જીવ ખૂબ દંડાઈ જાય છે અને કર્મના ભાતા બાંધે છે. આઠમા વ્રતના પાંચ અતિચાર છે. તે જાણવા પણ આદરવા નહિ. (૧) કંદપેઃ કામવાસના સંબંધી વાત કરવી, ચેષ્ટાઓ કરવી તે અતિચાર. આજે તે એવી નેવેલે બહાર પડી છે કે જે વાંચતા જીવનું પતન થાય. બહાર ભી તે પર પોસ્ટરો પણ એવા એડવામાં આવે છે કે કામવાસના ઉત્પન્ન થાય, તેમજ સિનેમા, ટી વી. અને વીડિયે એ બધું શ્રાવકથી જોવાય નહિ. મોટા ભાગે તે પિકચરમાં કામ વધે એવી કુચેષ્ટાઓ હોય છે. એ જેવાથી ઝેર ચઢે છે. ભગવાન બોલ્યા છે કે कंदप्प कुक्कुयाई, तह सील सहावहासविगहाहिं । વિદતો ય પરં, મvi . અ.૩૬.ગા.ર૬૯ " વિષય વિકાર ઉત્પન્ન કરે તેવી વાતો કરવી, ભાંડ સમાન બીજાને હસાવે એવા વચને બલવા, મુખ, આંખો આદિ દ્વારા વિકારી ભાવ પ્રગટ થાય એવી ચેષ્ટા કરવી. ‘શીલ સ્વભાવ (અહીં શીલ અર્થ હાસ્યને ઉત્પન્ન કરાવવાની ચેષ્ટા) હાસ્ય, વિકથા આદિ કરવું. આ ચેષ્ટાઓથી બીજાને વિસ્મય કરતો જીવ કંદર્પ ભાવ કરે છે માટે ભગવાન કહે છે કે શ્રાવકનું જીવન એવું ન હોવું જોઈએ કે જેના વર્તન, વિચાર, વચનથી કેઈને વિકારી ભાવ ઉત્પન્ન થાય. (૨) કુકકુઈ એ : મુખ, નાક, હાથ આદિની કુચેષ્ટાઓ કરવી તે અતિચાર. આવી ચેષ્ટાઓ કરવાથી કયારેક ચારિત્રથી પડવાઈ થઈ જાય છે. (૩) મહરિએ? વગર વિચાર્યું સામાને દુઃખ થાય એવું જેમ તેમ બોલી નાંખવું. ઘણી વાર હાંસી મજાકમાં બોલવાથી પણ સામાના હૃદયને પ્રત્યાઘાત પહોંચે છે. દુઃખ થાય છે માટે જીભ પર ખૂબ કંટ્રોલ રાખવાની જરૂર છે. બને તેટલું મૌન રાખવું. જેથી કર્મ ઓછા બંધાય. આપણા શાસનપિતા ભગવાન મહાવીર સ્વામીને કેવળજ્ઞાન ન થયું ત્યાં સુધી મૌન રહ્યા. ગમે તેવા ઉપસર્ગો, પરિષહ આવ્યા છતાં બધું મૌનપણે સહન કર્યું. મૌન રહેવામાં કલેશ કંકાસથી બચી જવાય છે. જે જીભ પર કંટ્રોલ ન હોય તે રા ઈંચની જીભ સાડા પાંચ ફૂટના માનવીના પ્રાણ પણ લઈ લે છે. તેને ખબર નથી કે આ રીતે બેલવાથી મને કેટલા કર્મો બંધાશે જીવનમાં થોડું જ્ઞાન મેળવો. સમજો કે કર્મ કેવી રીતે બંધાય છે. જે થોડું જ્ઞાન હશે તે કર્મ બાંધતા અટકશે. જ્ઞાન નહિ હોય તે કર્મના બંધન ગાઢ કરતા જશે.
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy