SearchBrowseAboutContactDonate
Page Preview
Page 869
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૯૦ ] [ શારદા શિરેમણિ લોને સન્માન પાત્ર બનતો નથી. માનવીને અસંતોષ થવાનું મુખ્ય કારણ એ છે કે તે પિતાના કરતાં અધિક સંપત્તિવાળા માનવીની સાથે પિતાની સરખામણી કરે છે. તેની પાસે ચાર કાર છે, નોકર-ચાકરે છે, મોટો આલિશાન બંગલે છે અને કરેડોની સંપત્તિ છે જ્યારે મારી પાસે તે તેની સરખામણીમાં કાંઈ નથી. આ રીતે બીજાની અપેક્ષાએ પિતાની સ્થિતિને નીચી માનીને અપ્રસન્ન રહે છે. ઓછું હોવા છતાં જે જીવનમાં સંતોષ છે તે તે ધનવાન કરતા મહાન સુખી છે. સંતોષ એવું ધન છે કે જેની પાસે ધનની કાંઈ કિંમત નથી. ભગવાન પાંચમા વ્રતના પાંચ અતિચાર સમજાવે છેઃ (૧) ખેરવધૂપમાણુઈ કએ. ખેતી કરવા માટે જેટલી ભૂમિ રાખી છે તે અને રહેવા માટે ઘર આદિની જે છૂટ રાખી છે તેનું અતિક્રમણ કરવું-ઉલ્લંઘન કરવું તે અતિચાર છે. શ્રાવકે ખેતી માટે જેટલી ભૂમિની મર્યાદા કરી હોય તેના કરતા વધુ જમીનને ઉપયોગ કરાય નહિ કે નવી જમીન ખરીદાય નહિ. રહેવા માટે જેટલા ઘરની છૂટ રાખી હોય તેટલા વાપરવાની છૂટ, પછી નવા મકાન લેવાય નહિ કે બંધાવાય નહિ; અથવા ખેતરની બાજુમાં બીજુ ખેતર સસ્તામાં મળતું હોય તે લઈને વચ્ચેથી વાડ કાઢીને એક કરી દે. મકાનની બાજુનું મકાન લઈને સાથે ભેળવીને એક કરી દે. આ રીતે કરવાથી અતિચાર લાગે છે. (૨) હિરણ સુવર્ણ પમાણાઇકમે. સોનું, ચાંદી, બહુમૂલ્ય ધાતુઓ, સોનામહોર આદિની જેટલી મર્યાદા કરી છે તેનાથી અધિક ભેગું કરે તો અતિચાર લાગે. સોના ચાંદીની મર્યાદા કરતાં તોલાનું માપ રાખવું. પહેલા સોનાના ભાવ ઓછા હતા. અત્યારે ઘણું વધી ગયા છે. તો એ રીતે ધારવું કે દેશ, કાલ પ્રમાણે ભાવ વધે તે રીતે છૂટ. જે પ્રમાણે મર્યાદા કરી હોય તે પ્રમાણે વર્તવું. બને તે જે મર્યાદા કરી છે તેમાં ઘટાડો કરતા જવું પણ વધારાય તે નહિ. પોતાના કુટુંબ, આબરૂ અને સંગો જોઈને મર્યાદા કરવી જેથી અતિચાર લાગવાને ભય ન રહે. આ બધા પ્રત્યેની મમતા જીતવી એ સહેલી નથી. જગડુશાહનું નામ તે આપ બધાએ સાંભળ્યું છે. તે મહાન દાનેશ્વરી પુણ્યાત્મા હતા. ધમી પણ ખૂબ હતા. તે દરિયા કિનારેથી ગામમાં પાછા વળતા હતા ત્યાં બમે સંભળાણી. શેઠ ! ઊભા રહે. ઊભા રહે. બૂમ સાંભળીને શેઠ ઊભા રહ્યા. ત્યાં એક વહાણુ નજીક આવ્યું. માણસોએ કહ્યું-તમારા વહાણ અમને સામા મળ્યા. જગડુશાહે કહ્યું–ભાઈ ઓ ! આપે મને બૂમ શા માટે પાડી ? શેઠજી ! અમે ઘણું રખડ્યા, ઘણું ભટક્યા, ભટકી ભટકીને થાકી ગયા પણ અમારો માલ કેઈએ ખરીદયો નહિ. અમને વાત સાંભળવા મળી કે ભદ્રેશ્વર બંદર એવું છે કે ત્યાં કેઈ નિરાશ થાય નહિ. રાજગૃહી નગરીની ખ્યાતિ સાંભળીને વણઝારા રત્નકાંબળ વેચવા આવ્યા હતા તેમ આ વેપારીઓ ભદ્રેશ્વરની ખ્યાતિ સાંભળીને આવ્યા હતા. વહાણના માણસો કહે છે કે અમે અહીં મેટી આશાથી આવ્યા છીએ. આપનું નામ ચારે બાજુ પ્રખ્યાત છે, તેથી આવ્યા
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy