SearchBrowseAboutContactDonate
Page Preview
Page 859
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮૦ ] [ શારદા શિરામણ તેથી સંયેાગવસાત્ લગ્ન કરવા પડયા; તેથી મે' મારા માતાપિતાને આપેલા વચનનુ ઉલ્લઘન કર્યું છે. લગ્ન તા કર્યાં પણ જયાં સુધી હું મારા માતાપિતાને અને અમારા કુળદેવીને પગે ન લાગું ત્યાં સુધી અખંડ બ્રહ્મચર્ય પાળવાનું. આ શરતના તારે સ્વીકાર કરવા પડશે. નાથ! આ તે ઘણી લાંબી વાત ચાલશે. આપણે ફરતા ફરતા માબાપ પાસે પહેાંચી જઈશુ. માતાપિતાને અને કુળદેવીને પગે લાગીશુ પછી બધી વાત. આ જ મારી ઉદાસીનતાનું કારણ છે. રત્નસુંદરી કહે-આપની વાત મને મંજૂર છે. તમારી પ્રતિજ્ઞા પાળવામાં હું તમને પૂરો સહકાર આપીશ. લીધેલી પ્રતિજ્ઞા પાળવી જોઈ એ એમ હું પણ માનુ છું. તમારા સુખે સુખી અને દુઃખે દુઃખી રહેવું એ મારી ફરજ છે. આપ હવે મન પરથી એ ચિંતા દૂર કરા ગુણસુંદર કહે–ત્યાં સુધી આપણે ભાઈબેનના સબંધથી રહેવાતુ અને અખંડ બ્રહ્મચર્ય પાળવાનું. રત્નસુંદરીએ ગુણુસુંદરની વાતનેા સ્વીકાર કર્યાં. માણેકચંદના મનમાં પણ થતુ હતુ કે ગુણસુંદર શું કરશે ? ગુણસુંદર ખૂબ ડાહ્યો અને બુદ્ધિશાળી ચારિત્રશીલ છે તે ઈજ્જતને કલક લગાડે એવા નથી એવા વિશ્વાસ હતા. હવે ત્યાં શુ નવાજૂની ખનશે તે અવસરે. આજે અમારા ઉપકારી સ્વ. આચાય. ઉગ્રતપસ્વીરાજ પૂ. ગુરૂદેવશ્રી ગુલાબચંદ્રજી મ.સા.ની પુણ્યતીથિને પવિત્ર દિવસ છે [પૂ. તપસ્વી ગુરૂદેવના ચારિત્ર રૂપી ગુલાબની સુવાસથી મઘમઘતા જીવન પર પૂ. મહાસતીજીએ ખૂબ સુંદર પ્રકાશ પાડયા હતા. તે સાંભળતા શ્રેાતાજનેાની આંખા અશ્રુભીની બની હતી. ધન્ય છે (ર) એવા મહેાગ્ર તપસ્વી ગુરૂદેવને ! ] ભાદરવા વદ ૧૧ને બુધવાર : વ્યાખ્યાન ન, ૮૫ * તા. ૯-૧૦-૮૫ હે ભવ્યાત્માએ ! આ જીવન પામીને તમારે કઇક મેળવીને જવું છે કે ગુમાવીને જવું છે ? જગતના જીવાની માન્યતા એવી છે કે કઈ પણ જગ્યાએ કોઈ પણ ચીજ મેળવવી હાય તેા જીતવુ પડે. જે જીતે છે તે મેળવે છે અને હારે છે તે ગુમાવે છે. તમારી બધાની માન્યતા પણ આવી છે ને ? પણ એક કવિએ સાવ જુદી વાત અતાવી છે. 46 જે મળે છે હારવાથી. જીતવાથી ના જડે. ’ જીતવાને દિલ કદાપિ, હારવુ. તારે પડે, કવિ કહે છે કે દુનિયાની બધી સામગ્રીએ કદાચ જીતવાથી મળતી હશે પણ કાઈનું દિલ જીતવુ' છે તેા હારવુ પડશે, એટલે તેની પાસે નમ્ર બનીને ઝૂકી જવું પડશે, 44 22 • રૂપિયા જીતવાથી મળે પણ લાગણી તેા હારવાથી મળે. પઢવી જીતવાથી મળે પણ સહૃદયતા હારવાથી મળે. આ વાત બરાબર લાગે છે ને ? રામચ`દ્રજી અચેાધ્યાનું રાજ્ય છેડીને ગયા છતાં અયેાધ્યાવાસીએના દિલ જીતી ગયા. ગજસુકુમાલ મુનિ સેામિલ સસરા પાસે ઝૂકી ગયા તા મેક્ષ લક્ષ્મીને મેળવી ગયા. મેતારજ મુનિએ
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy