SearchBrowseAboutContactDonate
Page Preview
Page 850
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિરામણ ] [ ૭૭૧ તેથી તું ગભરાઈશ નહિ. ઝુમ્મર આજે નહિ તેા કાલે પણ તૂટવાનુ' તે। હતુ. નાશ થવું એ તે પુદ્ગલના સ્વભાવ છે. આ શરીર જ નાશ થવાનું છે ત્યાં આની તે વાત જ કયાં કરવી ? તને કાચ વાગ્યા નથી ને? તું ખચી ગયા એ સારું થયું. અમારા કોઇથી ન તૂટતા તારાથી તૂટયું છે પણ એથી તારે ડરવાની જરૂર નથી. આપણે ત્યાં પૈસાનેા કયાં તૂટો છે ? કાલે નવુ' ઝુમ્મર આવશે. કદાચ નહિ આવે તેા ય એના વિના કાંઈ અટકી જવાનું નથી, માટે તું જરાય ચિંતા ન કરીશ. હું તારો પગાર કાપવાના નથી કે તને નોકરીમાંથી છૂટો પણ કરવાના નથી. તારા ખદલે અમારા કોઈથી ફૂટી ગયું હેત તા? હવે પછી આવી ચીજોની સાફસૂફી કરતા ખૂબ સાચવીને ધ્યાન રાખીને કરજે. ક્ષમા રાખો કે ગુસ્સો કરશે ? આ શબ્દો સાંભળતા નાકર કયાં ઊભે રહે ? તેને કહેવું પડે કે તું શેઠના પગમાં પડે ? નાકર તેા તરત શેઠના પગમાં પડી ગયે અને ધ્રુસ્કે ધ્રુસ્કે રડવા લાગ્યા. શેઠ કહે-બેટા ! તું ઊભા થા. રડ નહિ. તે ઘડી પળે ઝુમ્મરના નાશ થવાના હશે. કદાચ મારા હાથે ચૂંટયુ હાત તો શું કરત? જડના નાશ થવા પર મારે ગુસ્સેા કરીને ક બંધન શા માટે આંધવા ? હું તારા પર ગમે તેવા ક્રોધ કરુ તા પણુ જે બની ગયુ તે બની ગયું. હવે સુધરવાનું નથી. આનું નામ સાચા ધમ સમયે। કહેવાય. આવા સમયે ક્રોધ ન થવા દેવા એ ખૂખ વિશેષતા છે. આ જડ પુદ્ગલાના સ્વભાવ સડન, પડન, ગલન, વિધ્વંસન છે. એની જો ખરાખર જાણકારી હાય તેા મગજની સમતુલા બરાબર રહી શકે. આ તે નાકરના હાથે ઝુમ્મર તૂટી ગયુ છતાં શેઠે કેટલી ક્ષમા રાખી ? માની લે કે તમારા ઘરમાં આ રીતે નેાકરથી કોઇ ભારે મૂલ્યવાન વસ્તુ કે ઝુમ્મર ફૂટી જાય તે તમે શું કરે? શેઠની જેમ ક્ષમા રાખા કે ગુસ્સો કરો ? ઝુમ્મર તૂટવા કરતાં એ ઝુમ્મર કોના હાથે તૂટયું છે એના આધારે મનમાં કષાયની વધઘટ થયા કરે છે. નાકરના સ્થાને તમારા વહાલસેાયે પુત્ર કે પત્ની હાય તા નાકર જેટલા ગુસ્સા આવે ખરા? ના. ખુદ તમારી જાતે ફૂટયું હોય તે ? કષાયની માત્રામાં કેટલા ફેર પડે ? એ શેઠ ધર્મ સમજ્યા ન હેાત તે આ સમયે ગુસ્સામાં આવીને નોકરને જો કાંઇ આડું અવળું માર્યું હત તે તેના દિલમાં કેટલું દુઃખ થાત ? માટે જ્ઞાની કહે છે કે ગુસ્સાના આવેશમાં આવીને જે કાંઇ કરીએ તેનાથી અતિચાર લાગે છે. પડેલું વ્રત અહિંસાનુ.. જીવાની દયા પાળવાનું. પહેલાના સમયમાં આપણે ત્યાં રાજના વ્યવહારમાં પણ ખૂબ કાળજી રખાતી હતી. જીવાની જતના થતી હતી. ઘરમાં રસેાડા પર તેા ચંદરવા મંધાતા હતા. પાણી ગાળીને વપરાતું હતું. પાણીના સંખારાની પણ રક્ષા થતી હતી. સગડી અને કોલસા પૂજ્યા વિના કયારે પણ સગડી સળગાવતા નહિ. પાણી પણ ખૂબ લિમિટમાં વાપરતા. શ તિથિના દિવસે ઢળવા, ખાંડવા અને ધાવા આદિ કોઈ પણ કાર્યાં કરતા નહિ. પ્રસંગે જીવાને અભયદાન આપવાની વાત પહેલી
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy