SearchBrowseAboutContactDonate
Page Preview
Page 847
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬૮ ] [ શારદા શિરમણિ પણ અનાચાર દેષ લાગે ત્યારે તો વ્રત તૂટી જાય છે. સમકિત એ ધર્મની આધાર શીલા છે. તેના પાંચ અતિચાર છે. (૧) શંકઃ જૈન ધર્મમાં સંદેહ રાખવે. આગમની વાણીના ગહન, ગભીર ભાવ સાંભળીને શંકા કરવી. સ્વર્ગ-નરક કેણે જોયા છે? તે હશે કે નહિ હોય? પુણ્ય પાપના ફળ હશે કે નહિ? આજે પાપી પૂજાય છે ને ધમી સીઝાય છે. યાદ રાખો, પૂર્વના પુણ્ય હોય તો પાપી પૂજાય પણ તેના કટુ ફળ તે તેને ભેગવવા પડશે. ધમી જેને પૂર્વના પાપના ઉદય હોય તે દુઃખી દેખાય પણ આ જન્મમાં કરેલી સાધના નિષ્ફળ નહિ જાય. વીતરાગની વાણી ત્રણે કાળમાં શાશ્વત છે. તમેવ સર્વ નિરં' = હિં વાં” જિનેશ્વરની વાણી સત્ય અને નિઃશંક છે. કેઈ વાત ન સમજાય તે આપણી બુદ્ધિની કચાશ સમજવી પણ શંકા તે કરવી નહિ શંકાથી સમકિતને નાશ થાય છે. (૨) કંખાઃ અન્ય માર્ગના આડંબર અથવા પ્રલેભનોમાં અંજાઈને તે માર્ગની ઈચ્છા કરવી. તેમાં બધું કેવું સરસ ! આ રીતે અન્ય માર્ગની ઈચ્છા કરી હેય. (૩) વિતિગિચ્છાઃ ધર્મના અનુષ્ઠાનમાં સંદેહ કરે. આટલી તપશ્ચર્યા કરીને કાયાને કસી નાખું છું, દાન દઉં છું, આટલી આરાધના કરું છું તે તેનું ફળ મળશે કે નહિ મળે? આ રીતે જ્યારે પણ સંદેહ કરે નહિ. શુભ કર્મોના સારા ફળ અને અશુભ કર્મોના ખરાબ ફળ મળે છે. (૪) પરફાસંડ પસંસા : મિથ્યાત્વીની પ્રશંસા કરી હોય. આજે જીવને આડંબર અને ભભકા બહુ ગમે છે. જે ધર્મ માં આડંબર, ભભકા હોય તે જોઈને તેની ખૂબ પ્રશંસા કરી હેય પણ યાદ રાખજો કે જ્યાં આડંબર છે ત્યાં આરંભ છે. “આર નથિ વચ” આરંભ છે ત્યાં દયા નથી. દયા નથી ત્યાં ધર્મ નથી, માટે ભગવાને પ્રરૂપિત ધર્મ સિવાય બીજા કોઈ ધર્મની પ્રશંસા કરવી નહિ. (૫) પરાસંડ સંથ : મિથ્યાત્વને પરિચય કર્યો હોય. સમકિત કેવી રીતે ચાલ્યું જાય છે ? મિથ્યાત્વીને ગાઢ રાગ કરવાથી, તેની સાથે રહેવાથી, વારંવાર વાત કરવાથી સમકિત ચાલ્યું જાય છે કારણ કે પિતે હજુ શ્રદ્ધામાં મજબૂત ન હય, જૈન સિદ્ધાંતને બરાબર જાણકાર ન હોય અને બીજા મતને પરિચય કરે છે અને ભ્રષ્ટ તતે ભ્રષ્ટ જેવી સ્થિતિ થાય છે. સમકિતને નિર્મળ રાખવું હોય તે મિથ્યાત્વને પરિચય કરે નહિ. કઈ અતિચાર લાગવા દેશે નહિ. હવે પહેલા વતનું નામ છે અહિંસાવૃત, અહિંસા એ ચારિત્રનું સૌથી પ્રથમ અંગ છે. પહેલા વ્રતમાં શ્રાવકોને ત્રસ જીવને જાણીપ્રીછીને હણવા નિમિત્ત હણવાના પચ્ચકખાણ થાય છે. ચાલતાં, ઊઠતા, બેસતા પગ નીચે કડી આવી જાય તે શૂન્ય ઉપગનું પાપ લાગે પણ વ્રત ભાંગે નહિ. પ્રાયશ્ચિત લઈને તે પાપને દૂર કરી શકાય છે. હવે પહેલા વ્રતના અતિચાર સમજાવે છે. બધે ? ત્રસ જીવેને એવા ગાઢ બંધને બાંધવા કે જેથી તેમને દુઃખ થાય. પહેલાના શ્રાવકો હેર રાખતા હતા. અત્યારે તો કઈ રાખતા નથી. ગાય, ભેંસો રાખે
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy