SearchBrowseAboutContactDonate
Page Preview
Page 832
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિરોમણિ ] [ ૭૫૩ રાખીને જીભનો ઉપયોગ કરો. નહિતર આ જીભનો દુરૂપયોગ તમારા બીજા ભવને બગાડી નાંખશે. કઠોર અને કડવી વાણીએ ઘણુને ધર્મથી વિમુખ બનાવ્યા છે. ભાઈભાઈ વચ્ચે, પિતા પુત્ર વચ્ચે, શેઠ નેકર વચ્ચે, ગુરૂ શિષ્ય વચ્ચે ઝઘડા અને કલેશ કરાવ્યા છે. કઠોર અને કડવી વાણીથી પ્રાયઃ કાર્યસિદ્ધિ થતી નથી. મીઠી અને કમળ વાણીથી કાર્યસિદ્ધિ થાય છે. મીઠી વાણીથી લોકોને પ્રેમ સંપાદન કરી શકાય છે. લોકે આપણા પર પ્રસન્ન રહે છે. જીભને સંયમ એ જીવન જીવવાની જડીબુટ્ટી છે.” જેને વિવેકથી મધુર બેલતાં આવડ્યું તેને બેડો પાર થતાં વાર નહિ લાગે. બોલતા પહેલા ખૂબ વિચાર કરો કે મારા બોલવાનું પરિણામ શું આવશે ? સામી વ્યક્તિ પર મારા બલવાની છાપ કેવી પડશે તેનો વિચાર કરીને બોલવું. જે બોલતાં શીખે નથી તે જીવન સંગ્રામમાં હાર ખાય છે. ડગલે ને પગલે બીજાને કલેશ પમાડે છે. જે આ ભવમાં જીભનો દુરુપયોગ કર્યો તે બીજા ભવમાં પછી બેલવા જીભ નહિ મળે જોવા આંખ નહિ મળે, સાંભળવા કાન નહિ મળે, ગરીબાઈ એવી આવશે કે ભીખ માંગવા છતાં રોટલાનો ટુકડો ય નહિ મળે. દીકરા તમને સુખે જીવવા દે એવા નહિ મળે. કેઈ નોકરીમાં રાખવા તૈયાર નહિ થાય. જીવન અકારું બની જશે. જે આ સ્થિતિ ન લાવવી હોય તે પાપને ઉપદેશ આપવાનું બંધ કરી દે. આજે માનવી જરૂરિયાત ન હોય છતાં બિનજરૂરી બલીને પાપ બાંધે છે. દાખલા તરીકે તમારા સંબંધી કે સ્વજન કે મકાન બાંધે છે, તમે ત્યાંથી નીકળ્યા. તમે બોલ્યા, કેમ ભાઈ! મકાન બાંધે છે ? આટલું એક માળનું મકાન બાંધીને શા માટે રહેવા દીધું છે ? ઉપર બે ત્રણ માળ બનાવ ને ! અત્યારે મકાનની કેટલી તંગી છે. તમારે ભાડા સારા આવશે. તમારે પૈસાની અગવડ હશે તે હું આપીશ. ટાઈમની અગવડ હોય તો મને સેંપી દો. હું બધું સંભાળી લઈશ. તમારે ભાડાની આવક સારી થશે. એક મકાન બંધાતા કેટલા પાપ થાય છે ? તમને એક રૂમ પણ રહેવા આપવાના છે? છતાં પાપને ઉપદેશ આપ્યા. કેટલા કર્મ બંધાયા ? મકાન બનતા જે હિંસા થશે તેની અનુમંદનાના ભાગીદાર બન્યા. આ રીતે વેપાર બાબતમાં કેઈને કહેવું હમણાં આ ધંધે તેજીમાં છે, તું વેપાર કર. તારે પૈસા જોઈતા હશે તે હું આપીશ. તું આ કારખાના, ફેકટરીઓ ખેલ. તારી પાસે પૈસા છે તો બે સંચાના ચાર કર. એક તે પાપને ઉપદેશ આપ્યો ને વળી ઉપરથી મનમાં મલકાયા કે મેં કેવું સરસ કર્યું ! આ સરસ તમને કયાં લઈ જશે ? મકાન બાંધવું, વેપાર કરે એ બધી ક્રિયાઓ પાપમય છે માટે એમાં જરા પણ જીભ વાપરવા જશો નહિ. તમારે જે જરૂર છે, છૂટકો નથી ત્યાં કરવું પડે તે પણ ભાવ તો એ જ હોય કે હું કયારે આમાંથી છૂટે ? માટે પાપની પટલાઈ કરવા જશે નહિ. પાપના કાર્યની પ્રશંસા કરશે નહિ ને અનુમોદના પણ આપશે નહિ. ४८
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy