SearchBrowseAboutContactDonate
Page Preview
Page 818
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિરમણિ ] [ ૭૩૯ તેમ નાચવાનું છે. મારા પિતાજી એક દેવના વચન પર મૂકી ગયા ! તે છોકરો તે જાણે અદ્ધર આકાશમાંથી આવે તેમ આવી પડ્યો હતો. મારા બાપુજીએ તેનું નામ, ઠામ, ગામ કે જાતિ કાંઈ પૂછ્યા કર્યા વગર સાતે દીકરીઓને તેની સાથે પરણાવી દીધી ! એ લગ્નની રાતે કમેં પતિને વિયાગ કરાવ્યો. આજે કર્મ સ્ત્રી જાતિ સાથે લગ્ન કરવાની ફરજ પાડે છે, તે કરે તેમ મારે કરવાનું રહ્યું. પૂર્વભવમાં કરેલા કર્મો ભોગવ્યા વિના છૂટકે નથી. તો હવે કમેં જે સ્થિતિ સર્જી છે તેમાં આનંદથી રહેવાનું. કર્મની સત્તા આગળ ભલભલા ચમરબંધીઓ અને મોટા મોટા સમ્રાટો પણ હાર ખાઈ જાય છે તો પછી મારા જેવીનું શું ગજુ ! મારા ભાગ્યમાં જે થવાનું હશે તે થશે. અત્યારે ચિંતા કરવાથી શું? માણેકચંદ કહે- બેટા ! આ લગ્ન પાછળ કોઈ શુભ પરિણામ પણ હોય! શા માટે આપણે અશુભની કલ્પના કરવી ? હવે બીજો કેઈ ઉપાય નથી. માટે આ કામને મંગળ માનીને બધી તૈયારી કરવાની. હવે તે શ્રીફળ અને સોનામહોરને વધાવીને લગનની તૈયારીઓ શરૂ કરવાની. બેટા ! હવે આપણે લગ્નની તૈયારીઓ કરીએ. હવે શું બનશે તે અવસરે. : તા. ૨૯-૯-૮૫ ભાદરવા વદ ૧ને રવિવાર : વ્યાખ્યાન નં. ૮૦ બદલાતી તસ્વીર અનંતજ્ઞાની, અનંતદશની એવા તીર્થકર ભગવંતે જીના શ્રેય માટે સિદ્ધાંત રૂપ વાણીનું પ્રકાશન કર્યું. જેમાં શાશ્વત સુખને મહાસાગર વહી રહ્યો છે. જેના અક્ષર અક્ષરમાં અનંત સુખ, શબ્દ શબ્દમાં શાશ્વત શાંતિ, પદે પદમાં પવિત્રતા અને વાકયે વાકયમાં વૈરાગ્ય રસના ઝરણા વહી રહ્યા છે. આ વાણી રૂપી જળમાં જે આત્મા શુદ્ધ ભાવથી સ્નાન કરે તે અમર થયા વિના રહે નહિ. રાગીમાંથી વીતરાગી, જનમાંથી જિન અને પાપીમાંથી પુનિત બનાવવાને વલપાવર ભગવાનની વાણીમાં રહેલે છે. જિનેશ્વર પ્રભુની ધમ દેશના એટલે અનુપમ પ્રકારનું સુંદરમાં સુંદર સંગીત. એમ કહીએ તે કહી શકાય. ભગવાનની દેશના માલકોશ રાગમાં અને અર્ધમાગધી ભાષામાં થાય છે. ભગવાન સૂર અત્યંત મધુર હોય છે. દેવે તેમાં દુલ્ભીના સૂર પૂરે છે. પ્રભુની દેશના સાંભળતા જીવને થાક પણ ન લાગે અને ભૂખ પણ ન લાગે. એવા પ્રભુ ફરમાવે છે કે હે જી ! તમને જે માનવદેહ મળે છે તેના દ્વારા તમારા જીવનની તસ્વીર બદલી નાખે. વ્યવહારમાં તસ્વીરનો અર્થ તમે છબી, ફોટો કે આકૃતિ કરો છો પણ આધ્યાત્મિક ક્ષેત્રમાં તેને અર્થ જ્ઞાનીએ જુદો કર્યો છે. તસવીરમાં ચાર અક્ષર છે. પ્રથમ અક્ષર છે ‘ત “ત” એટલે તરી જા. “સ એટલે સંસારથી, “વી એટલે વીતરાગ વાણી દ્વારા, “ર” એટલે રમણતા કર. વીતરાગ વાણીના ભાવમાં રમણતા કરીને તું આ ભયંકર દુઃખમય સંસારને તરી જાય અથવા તારા પાપમય અશુદ્ધ જીવનને વિશુદ્ધ
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy