SearchBrowseAboutContactDonate
Page Preview
Page 815
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩૬ ] ( [ શારદા શિરેમણિ ઠેકટર ન માન્યો પણ દુશ્મન માને તેથી તેમને આર્તધ્યાન-રૌદ્રધ્યાન થયું. પરિણામે તેમ ભવરોગ દૂર ન થયો પણ તેમની ગતિ બગડી ગઈ. નાનું બાળક હોય તે તે ઓપરેશન હાલમાં જતાં ડરે છે. ચકમક્તા શસ્ત્રો અને ડૉકટ ને જોઈ ને ગભરાઈ જાય છે, ચીસ પાડે છે કારણ કે એને રોગની ભયંકરતા અને રોગ મટાડનાર ડોકટરની ઓળખ થઈ નથી તેમ જે બાલ-અજ્ઞાની જીવે છે તેમને જરા પણ દુઃખ આવે ત્યાં તે ગભરાઈ જાય છે કારણ કે તેમને એ સમજાયું નથી કે આ ઉપસર્ગ તે મારો ઉપકારી છે. કર્મની શૃંખલાને તેડનાર છે. ભવરોગથી મુક્ત કરનાર છે તેથી જ્યારે ઉપસર્ગ આવે ત્યારે આર્તધ્યાન-રૌદ્રધ્યાન કરીને ભવરોગને વધારે છે. આઠમા વ્રતમાં ઘણી સમજવા જેવી વાત આવે છે. ભલે તેમાંથી સંપૂર્ણ ન બચી શકે પણ બને તેટલા પાપથી તે અટકે તે અનર્થદંડથી બચી શકશો. હજુ આગળ શું ભાવ ચાલશે તે અવસરે. ચરિત્ર: ગુણસુંદરને ઉદાસ જોઈને માણેકચંદે પૂછયું બેટા ! તને શું થયું છે ? ત્યારે ગુણસુંદર હૈયાફાટ રડવા લાગ્યું. તેની આંખમાંથી આંસુની ધારા વહી. ગુણસુંદરને રડતે જોતાં, શેઠનું દિલ દુભાય, શું ચિંતા આવી હશે તેને, ઉત્તર દે નહિ આજ હે. માણેકચંદ ગુણસુંદરને પૂછયું ત્યારે તે તો હીબકા ભરીને રડવા લાગે, કાંઈ બોલી શકતો નથી. માણેકચંદ શેઠથી આ ગુણસુંદરનું રૂદન જોયું જતું નથી. તેમનું વાત્રા ય નીતરતું હૈયું ઉભરાઈ આવ્યું. બેટા! આજે શું કાંઈ ખાસ બીના બની છે? જે હોય તે કહે ગુણસુંદર કાંઈ બે નહિ પણ મૌનપણે તેણે શ્રીફળ અને સોનામહેર બતાવ્યા. દીકરા ! આ શું? આ તે સગાઈના કહેણનું નિશાન છે. આ કેનું કહેણ આવ્યું છે? બાપુજી ! કહેણ આવ્યું છે એટલું નહિ. આ આપીને લગ્નનું વચન પણ લઈ ગયા છે. બેટા ! આ તું શું બોલે છે? લગ્નનું વચન પણ લઈ ગયા છે ? આ શું વાત છે? શું તને તારા પતિ મળી ગયા? રત્નસાર શેઠ હવેલીએ આવ્યા ને આ બધી વાત કરી ગયા તે માણેકચંદ શેઠ કાંઈ જાણતા નથી એટલે પૂછે છે શું અમારા જમાઈ મળી ગયા ? શું તેમને ખબર પડી ગઈ કે તું અહીં આવી છે? તે તેમના માતા-પિતાની હાજરીમાં ફરી વાર લગ્ન કરવા માંગે છે ? બાપુજી! જે તેઓ હત તે હું આટલી રડું શા માટે ? તેમને તે કઈ પત્તો નથી. ઘણી શોધ કરી છતાં તે જડતા નથી. ચાર ચાર મહિના થયા છતાં તેમના કાંઈ સમાચાર મળતા નથી. માણેકચંદ શેઠ મંઝવણમાં” માણેકચંદ શેઠને શ્રદ્ધા છે કે આ ગુણસુંદર કઈ દિવસ અવિચાર્યું પગલું ભરે નહિ અને કેઈ સ્ત્રી સાથે તે એ લગ્ન કરવાની હા કોની પાડે ? કારણ કે એ તે જાણતા હતા કે ગુણસુંદર એ ગુણસુંદરકુમાર નથી પણ ગુણસુંદરી છે. એટલે તે માનતા હતા કે આ શ્રીફળ તેના પતિ તરફથી આવ્યું હશે. તે જ તે સંમતિ આપે પણ ગુણસુંદરને નિઃસાસો નાંખતા જેઈને સમજી ગયા
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy