SearchBrowseAboutContactDonate
Page Preview
Page 809
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩૦] શારદા શિરમણિ આર્યદેશ, ઉત્તમકુળ, જૈનશાસન વગેરે જે વસ્તુઓ છને મળવી દુર્લભ છે તેને પ્રાપ્ત કર્યા પછી ધીર પુરૂષ એક મુહુર્તને પણ પ્રમાદ ન કરે. આ વય અને આ યૌવન એકદમ ઝડપથી પસાર થઈ રહ્યા છે આ નાના સૂત્રમાં જ્ઞાની ભગવંતે ભાવેની ગૂંથણી ખૂબ સુંદર રીતે કરી છે. મહાન પુણ્યદયે દુર્લભ સામગ્રી તે મળી ગઈ છે. મળી ગયા બાદ જે એનું રક્ષણ ન કરીએ તો જીવનમાં જે મેળવવા જેવું છે તે મેળવી શકાશે નહિ. પ્રમાદ એટલે પતન. પ્રમાદીપણું પતનની પારાશીશી જેવું છે. પ્રમાદની પરવશતાથી ઘણું છે અધઃપતનની ગર્તામાં ધકેલાઈ ગયા છે. પ્રમાદ છવને મેક્ષ પ્રાપ્તિના માર્ગથી દૂર રાખે છે, વય વીતતી જાય છે. જમ્યા પછી બાલ્યાવસ્થા, કિશોરાવસ્થા, યુવાવસ્થા પ્રૌઢાવસ્થા અને વૃદ્ધાવસ્થા એક પછી એક અવસ્થાના એંધાણ તે એવા છે કે જેમાં માત્ર ગંદકી સાથે ગમ્મત કરવાની. નાની ઉંમરમાં રેતીના ઘર યે, યુવાવસ્થામાં માયા સાથે મહેબત કરી, પ્રૌઢાવસ્થામાં પરિવારની પળોજણમાં રહ્યા અને વૃદ્ધાવસ્થામાં પિતાની ગંદકીમાં આળોટયા. આ વય તે ચાલી જાય છે. તેને સ્વભાવ ચિરસ્થાયી રહેવાને નથી. જેના સ્થાયીપણામાં શંકા હોય એ વયમાં આનંદ કયાંથી હોય ? ફૂલને ચીમળાઈ જતાં વાર લાગતી નથી તેમ યુવાનીને જતાં વાર લાગતી નથી. સંસારના સુખ અનિત્ય છે, આવું જાણવા છતાં જીવ જે પ્રમાદી બની જાય તે આ જીવન રૂપી ધનને હારી જાય છે. માનવજીવન એટલે આરાધનાની મોસમ : સંસારના આનંદના અતિરેકમાં આજ સુધી જીવે પાપ કરવામાં બાકી રાખ્યું નથી. હવે એ પાપનો પ્રલય કરી પરમ પદ પ્રાપ્ત કરવા માટે અપ્રમત ભાવને અપનાવવાની જરૂર છે. આજ સુધી જેમાં આસક્તિ ભાવ કેળવ્યું છે તેમાં હવે વિરક્તિ ભાવ કેળવવાને છે. જડમતિને હવે જીવમતિ બનવવો છે. પ્રમાદના ત્યાગથી જ્ઞાન-દર્શન-ચારિત્રની સાધના ઉજજવળ કટિની થાય છે. સાધનાના પાને ચઢતા મોક્ષમાર્ગે સુખેથી પ્રયાણ કરી શકે છે. ખરેખર, પ્રમાદ તે દુશ્મન છે. એને ઓળખી લેવાની જરૂર છે. મસમને સમય હોય તે સમયે જે વેપારી લાંબી સેડ તાણીને સૂઈ જાય તે કમાણી કરી શકે ખરો ?ના. ત્યાં તે માનવી રાતદિવસ જોયા વિના લેવડદેવડમાં લાગી જાય છે. ભૂખ-તરસ-ઊંઘ, આળસ બધું દૂર ખંખેરી નાંખે છે. આત્મસાધના માટે માનવજીવન એ મેસમ છે. મે એટલે મેહ અને સમ એટલે શાંત. મોહને શાંત કરે એવી ગેસમ એટલે આરાધનાની મોસમ. તે મોસમ આપણુ આંગણે આવીને ઊભી હોય તે સમયે આળસ કે પ્રમાદ કરે તે મૂર્ખાઈ નહિ તે બીજું શું ? આત્મભાવની શુદ્ધિનું સાધન અપ્રમત્ત ભાવ છે. આરાધનામાં ઉદ્યમવંત અપ્રમત્ત આત્મા પાપને પખાળી પુણ્યનું ભાથું બાંધી મોક્ષ માર્ગ તરફ સહેલાઈથી આગળ વધી શકે છે. આરાધના કરવામાં ઉદ્યમવંત બનેલા આનંદ શ્રાવક દેશવિરતિની આરાધના કરી રહ્યા છે. પ્રભુ પાસે સાતમું વ્રત આદરી રહ્યા છે. તેમણે સોળ બેલની મર્યાદા કરી.
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy