SearchBrowseAboutContactDonate
Page Preview
Page 804
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિરમણિ ] ( ૭૨૫ લાગ્યો. જ્ઞાની કહે છે કે સંતોષ માનવીનું મોટામાં મોટું ધન છે. અસંતોષની આગ ભડકે બળતી હોય તે કઈ પણ સંયોગમાં શાંતિ મળી શકવાની નથી. આનંદ શ્રાવકના જીવનમાં સંતોષ આવી ગયો. તે કહે છે ભગવાન ! અજ્ઞાન દશામાં મને સમજણ ન હતી ત્યારે આ બધી વસ્તુઓ ઘણી મેળવી, ભેગવી અને પાપના ગંજ એકઠા કર્યા પણ હવે પ્રભુ આપની વાણીએ મારા જીવનમાં સત્ય જ્ઞાનનો દિપક પ્રગટાવ્યું પુણ્ય-પાપ, આશ્રવ–સંવરની ભેદરેખા બતાવી તે હવે હું મારાથી યથાશક્તિ તે પાપનો ત્યાગ કર્યું. તેથી તેમણે શ્રાવકના વ્રત અંગીકાર કર્યા. દાગીનામાં પિતાના માટે બે કુંડળ અને એક પિતાના નામની વીટી એટલી છૂટ રાખીને બાકીના બધા આભરણના પચ્ચખાણ કર્યા હું તે આપ બધ ને પણ કહું છું કે આપને જેટલી જરૂર હોય તેટલું રાખીને બીજાના પચ્ચકખાણ કરે. આ બધી મમતા ઘટાડવા જેવી છે. આ મમતા, મૂછ તમને માર ખવડાવશે. (૧૧) ધુવનવિદિ : ધૂપની મર્યાદા. અનેક જાતના ધૂપ થાય છે તેમાં આનંદ શ્રાવકે અગર, બાન અને ધૂપ સિવાયના બીજા બધા ધૂપના પચ્ચખાણ કર્યા. (૧૨) ચવિહિ– વિરહ : ભેજનની અને પીવા લાયક પદાર્થોની મર્યાદા. કઢી, ઓસામણ, રાબ, કાંજી, સોડા, લેમન, ઈજર, શરબત આદિ વસ્તુઓની મર્યાદા કરવી. આજને માનવી જીભના સ્વાદ ખાતર અનેક જાતના પીણા પીવે છે પણ શ્રાવકથી બહારના પીણા પીવાય નહિ. આનંદ શ્રાવકે એક મગનું ઓસામણ અને ઘીમાં શેકેલા ચોખાની કાંજી એ બે વસ્તુની છૂટ રાખીને બાકીના બધા પીવા ગ્ય પદાર્થોના પ્રત્યાખ્યાન કર્યા. આજે માનવી પીણાં પીવાને તે જાણે ગુલામ બની ગયું છે. એક વાર એક કેન્સરનો દદી ડોકટર પાસે ગયો. માનવી કેન્સરનું નામ પડતા ધ્રુજી ઊઠે છે. ડોકટરે તેને તપાસીને દવા આપી, શું ખાવું અને શું ન ખાવું તે બધી સૂચનાઓ આપી. સાથે એ પણ કહ્યું કે હવે તમારે બીડી પીવાની નહિ, જે બીડી નહિ છોડે તે રોગ વધી જશે. થોડા દિવસ પછી બતાવવા આવજે. આ દદીને બીડી પીવાનું ભારે વ્યસન હતું. દહી ઘેર ગયે. ખાવાની પરેજી પાળી શકે પણ બીડી પીવાનું ન છેડી શકો. થોડા દિવસ પછી તે દર્દી ડોકટર પાસે ગયો. ડોકટરે તપાસ્યું તે રોગ ઘટવાને બદલે વધી ગયો હતો. ડોકટરે તેમને એક વાત કરી કે તમે હવે જેમ બને તેમ વધુ સિનેમા જેવા જાવ. કદાચ એમ કરવાથી તમને રગમાં રાહત થઈ જાય. દદીને તે આશ્ચર્ય થયું કટર સાહેબ ! આપ શું વાત કરે છે? શું પિકચર જેવાથી રોગમાં રાહત થાય ? હા. કારણ કે થિયેટરમાં બીડી પીવાની સખત મનાઈ હોય છે, બીડી છોડયા વિના તમને રગમાં રાહત થવી અસંભવ છે. હવે દદી શું બોલે? કહેવાને આશય એ છે કે માનવીને બખ્તારના પીણા તથા બીડી પીવાની આજે ખૂબ ટેવ પડી ગઈ છે, એ ટેવને પછી તે છેડી શકતા નથી. આનંદ શ્રાવકે કેટલે કંટ્રોલ કર્યો. માત્ર મગનું ઓસામણ અને ચોખાની કાંજીની છૂટ રાખી બાકીના બધા પચ્ચકખાણ કર્યા.
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy