SearchBrowseAboutContactDonate
Page Preview
Page 796
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિરમણિ ] [ ૭૧૭ કરે છે તેમ જેના જીવનમાં બાળપણથી સંસાર અને સંયમની ભેદરેખા સમજાવાની છે એવો પુત્ર બીજના ચંદ્રની માફક વધવા લાગ્યા. તેઓ બે ભાઈ અને એક બેન હતા. પાંચ વર્ષની ઉંમરે માતાની મમતા અને પિતાને પ્રેમ સદાને માટે ગુમાવી દીધો, પછી કાકાકાકીની છત્રછાયામાં મોટા થવા લાગ્યા. સતીજીના સ્તવને સજેલી સભાવના તેઓ સારી એવી જમીનજાગીરવાળા હતા. તેમને ધર્મ સ્વામીનારાયણને હતું. તેમને વારસાગત જૈન ધર્મ મળે ન હો, છતાં જૈનશાસનને અર્પણ થઈ કેવી સુંદર સાધના અને કાર્યો કર્યા છે તે આપ આગળ સાંભળશે. રવાભાઈના જીવનમાં નાનપણથી વિનય, નમ્રતા, કામ કરવાની ધગશ આદિ ગુણ એવા હતા કે કાકાકાકીને પણ તે ખૂબ પ્રિય થઈ પડયા. તેમને ખેતીને ધંધો હતો. કાકા કાકીના દરેક કાર્યમાં સાથ અને સહકાર આપતા હતા. ખેતીના કામ માટે રવાભાઈને ઘણી વાર વટામણમાં જવું પડતું. વૈરાગ્યનું પ્રથમ વાવેતર વટામણમાં થયું હતું. એક વાર કામ પ્રસંગે તે વટામણમાં ગયેલા. વટામણમાં જેમને ત્યાં ઉતર્યા હતા તેની બાજુમાં જૈન ઉપાશ્રય હતા. તે સમયે ત્યાં ખંભાત સંપ્રદાયના એક વિદ્વાન સતીજી બિરાજમાન હતા. પ્રતિક્રમણ કર્યા બાદ આધ્યાત્મિક ભાવોથી ભરપૂર એક સુંદર સ્તવન ગાયું. તે સ્તવન રવાભાઈએ સાંભળ્યું. તેમને ખૂબ ગમી ગયું. તેમણે પૂછ્યુંકાકા ! આવા મીઠા મધુર સ્વરે ભાવવાહી ગીત કેણુ ગાય છે? ભાઈ ! આપણી બાજુમાં જૈન ઉપાશ્રય છે ત્યાં સતીજી આવા સુંદર ગીતો ગાય છે. કાકા ! આપણાથી ન જવાય ? સૂર્યાસ્ત પછી આપણાથી ત્યાં ન જવાય. સવારે સૂર્યોદય પછી જવાય. આપણે સવારે ત્યાં જઈશું ? હા. રવાભાઈને તે સ્તવન સાંભળવાની લગની લાગી. કયારે સવાર પડે ને હું ઉપાશ્રયે જાઉં ! પાપથી ભયભીત બનેલો આત્માઃ રવાભાઈ રાત્રે સૂઈ ગયા. પ્રભાત થયું ને રવાભાઈ જાગૃત થયા. ખરેખર તેમના જીવનમાં અજ્ઞાનને અંધકાર દૂર થવાને હશે અને સત્ય જ્ઞાનનું સોનેરી પ્રભાત પ્રગટવાનું હશે તેથી તેમને સ્તવન સાંભળવાની લગની લાગી. રવાભાઈ સવારે ઉપાશ્રયે ગયા. સતીજીને વંદન કરીને કહ્યું – આપ રાત્રે જે સ્તવન બેલતા હતા તે મારે સાંભળવું છે. રવાભાઈની ભાવના જોઈને સતીજીએ ભજન ગાયું. તે સાંભળતા હૈયું હર્ષના હિલોળે ચઢયું. આપ બીજુ સંભળાવે. બે-ત્રણ ભજન સંભળાવ્યા પછી કહે આપ મને કંઈક સમજાવે. તેની જિજ્ઞાસા જોઈને સતીજીએ કહ્યુંતારે કીડી, મચ્છર, માંકડ આદિ કોઈ જીવને મારવા નહિ. લીલા ઝાડના ફળફૂલ તેડવા નહિ. તે બધામાં ઘણું પાપ લાગે છે. સતીજીને ઉપદેશ તેના દિલમાં કેતરાઈ ગયો. તેને આત્મા ઊંડા વિચારમાં પડી ગયો કે સતીજી તે કહે છે કે સંસારના બધા કાર્યોમાં પાપ છે. સાચું સુખ આ ત્યાગી સંતને છે. તો મારે પણ એવું સુખ મેળવવું છે. તેમને આત્મા પાપથી ભયભીત બને. પરિગ્રહ ત્યાં પાપ ; રવાભાઈ તે બીજે દિવસે ઘેર ગયા. જઈને કાકા કાકીને
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy