SearchBrowseAboutContactDonate
Page Preview
Page 778
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિરેમણિ ] ( ૬૯૯ મારવા માટે હું આવ્યો છું. તમે જ્ઞાની હો તે આપ કહી દો કે મેં આ જીવનમાં શું શું કાર્યો કર્યાં છે? સંતે ધ્યાન પાળ્યું ને કહ્યું–આપે ચંદનઘોને મારી છે. એ પહેલા તમે શું કર્યું છે એ વાત પછી કહીશ. તે પહેલા મારે તમારા પૂર્વભવ કહેવા છે. શું તમે મારા પૂર્વભવે જાણે છે ? હા. સુરસેન ચમક્યા. મારી બધી વાત આ જાણતા હશે. ખેર, તે પૂર્વભવ કહે છે તે મને સાંભળી લેવા દે. મુનિ કહે છે ભાઈ ક્રોધાદિ કષાયોને વશ થઈને જે કુકર્મો કર્યા હોય એ કર્મોના ફળ ભોગવ્યા વિના છૂટકે નથી. પૂર્વભવ કહેતા મુનિ ઘણું જે પહેલાં તું જંગલમાં હાથી હતે. તું જગલમાં મસ્ત રીતે રહેતા અને આનંદથી ફરતો હતો. ત્યાં એકાએક વનરાજ કેશરીસિંહ ત્યાં આવી ચઢયે અને તારા ઉપર ત્રાટક્યો ને તને ત્યાં ને ત્યાં મારી નાંખે. સિંહ મરીને નરકમાં ગયે. કેટલાય ભા ચાલ્યા ગયા પછી હાથીને જીવ તું સુરસેન થયા અને સિંહને જીવ ઘણું ભ કરી તારા પિતા સુંદરલાલ શેઠ થયા. હાથીના ભવમાં સિંહ તને માર્યો હતો. આ ભવમાં તે તારા પિતાને માર્યા. રત્નાવલી હાર લઈને રમનાર ચંદન છે પણ તારે બાપ હતે. તારા બાપે તે ઝાડને ખાદી આ હાર કાઢયે હતું અને તું ન જાણે તે રીતે બીજી જગ્યાએ દાટી આવ્યા હતા. એ હાર પ્રત્યેની તેમની મમતા રહી ગઈ તેથી હાર લઈને રમતી હતી. તેને જોઈને તને તે હાર લેવાનું મન થયું. તે હારના લોભે તે ચંદનને મારી નાંખી. કષાની કુટીલતા કેવી ભયંકર છે. તેમાં લેભકષાય તે જેટલા પાપ ન કરાવે તેટલા ઓછા. ભાન ભૂલેલે માનવી કષાયને વશીભૂત થઈને સંપત્તિની સોડમાં છુપાઈને જીવન આનંદમય વીતાવવા ઈચ્છતા હોય છે પણ એના મનની અમૃતવેલ અકાળે કરમાઈ જાય છે. હજી તું વૈરની પરંપરા વધારવા ઈચ્છે છે ? પૂર્વભવોથી વૈર ચાલ્યું આવે છે. તું મને અહીં મારવા આવ્યો છે એ હું જાણું છું, પણ તું તારા ભવાની પરંપરાનો વિચાર કર. મહાન પુણ્યદયે મળેલા આ માનવભવને હારીને તું કયાં જઈશ ? સંતની મીઠી મધુર વાણીથી સુરસેનના હૃદયમાં ઉથલપાથલ મચી ગઈ. પશ્ચાતાપની પાવક ધાર ! : તેણે કહ્યું- ભગવાન ! હું ભૂલ્ય. મેં મારું જીવન પાપોથી ખરડી દીધું છે. હવે મને આમાંથી બચવાના ઉપાય બતાવે. મારી ભવપરંપરા વધે એ હવે મને પોષાય તેમ નથી. હવે શું કરવું તે આપ મને સમજાવે. પશ્ચાતાપના આંસુઓથી સંતના ચરણ ધોઈ નાંખ્યા. સંત કહે- ભાઈ ! તારે ગભરાવાની જરૂર નથી. જિનેશ્વર પ્રણીત ધર્મ ભવભવમાંથી ઉગારનાર છે. સર્વથા પાપોથી મુક્ત થવું હોય તો તું સંયમને માર્ગ ગ્રહણ કર. ભગવાન ! વેરની વણઝાર વસરાવી હવે મારે દીક્ષા લેવી છે. ઘેર જઈને પત્નીને વાત કરી. પત્ની પણ દીક્ષા લેવા તૈયાર થઈ. રત્નાવલી હાર રાજાને આપી દીધું. બંનેએ દીક્ષા લીધી. સંતનો સંગ જીવનમાં શું નથી કરતો? પાપીને પુનિત બનાવે, ખૂનીમાંથી મુનિ બનાવે, શયતાનને સંત બનાવે. એક વખત ખૂની જેવો સુરસેન સંતના સંગથી મુનિ બની ગયે. સત્સંગનો પ્રભાવ અદ્દભૂત છે.
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy