SearchBrowseAboutContactDonate
Page Preview
Page 769
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૯૦ ] [ શારદા શિરોમણિ પરિગ્રહના આ કુટિલ પાપ પર કાપ મૂકો અને સંતેષમાં આવ્યા તે ખરેખર જીવન જીવી ગયા છે. તેમનું જીવન ધન્ય બને છે. ભગવાને બાહ્ય પરિગ્રહ નવ પ્રકારને બતાવ્યા છે. ક્ષેત્ર, વાસ્તુ, સેનું, ચાંદી, ધન-ધાન્ય, દુપદ, ચઉપદ અને કુવિય. વર્તમાન કાળમાં સૌથી વધુ પરિગ્રહ ધનનો થાય છે. એ ધન મેળવવા માટે પાપ પણ અધિક કરે છે, ઘન પિતે ખરાબ નથી પણ ધન પ્રત્યેની આસક્તિ, મમતા ખરાબ છે. ભરત ચક્રવર્તીને છ ખંડની સાહ્યબી હતી પણ તેમાં મૂછ, આસક્તિ ન હતી તે અરીસા ભુવનમાં કેવળજ્ઞાન પામી ગયા. ધનની કાતિલ મૂછ જીવને નિર્દય બનાવ્યા વિના રહેતી નથી. એક વેપારી વિધવા બાઈ પાસે ચેડા પૈસા માંગતા હતા. આ બાઈને ૧૨ વર્ષને એક છોકરો હતો, તે હજુ કમાઈને લાવતું ન હતું. આ બાઈની ઉંમર તે હજુ ૫૦ વર્ષની હશે પણ દુઃખો આવી પડે ત્યારે નાના હોવા છતાં ઘરડા દેખાય અને ખાનપાન બધું સારું હોય તે ૭૦ વર્ષના હોય છતાં ૫૦ વર્ષ જેવા લાગે. ગરીબ માનવનું આ જગતમાં કયાંય સ્થાન નથી. બધેથી તે હડધૂત થાય છે. આ બાઈ મહેનત મજૂરી કરીને થોડું ઘણું લાવે તેમાંથી થોડું થોડું આ બાઈ ચૂકવી દેતી પણ પૂરી રકમ ભરી શકે તેવી તેની સ્થિતિ ન હતી. શેઠ તેની પાસે વારંવાર ઉઘરાણું કરતો આ વિધવા માતાને એકને એક દીકરો માંદો પડશે. તેની પાસે દવા કરાવવાના પૈસા નથી કે બે મોસંબીને રસ આપવા જેટલા પૈસા નથી. એકને એક દીકરો છે. ચાર ચાર તાવ થઈ જાય છે છતાં તેને એકલે ખાટલામાં સૂવાડીને મજૂરી કરવા જાય છે. તેમાંથી જે મળે તે થોડામાં ચલાવીને પણ વેપારીને ચેડા થડા પૈસા ભરે છે. ત્યારે ધનના નિશામાં ચકચૂર બનેલે વેપારી આંખ કાઢીને કહે છે કાલે બધા પૈસા ભરી જજે. આ બાઈ કહે- શેઠ ! હું ધીરે ધીરે આપના બધા પૈસા ભરી દઈશ? હમણું મારે દીકરો માંદો પડે છે એટલે હું શેડા પૈસા ભરું છું. મારે દીકરે સાજે થશે એટલે અમે બંને મજૂરી કરીને આપના પૈસા ભરી જઈશું, પણ આ ગરીબની વાત સાંભળે કોણ ? ૫૦-૧૦૦ રૂપિયાની વેપારીને કોઈ જરૂર હતી ? છતાં એટલા પૈસાના ભે કેવા નિર્દય, અધમ પાપ કરવા ઊઠે છે. પૈસાના લોભે શેઠે કરેલે કરૂણ અંજામ વેપારી નેકરને કહે છે ચાલ મારી સાથે. આજે જ તે બાઈને ત્યાંથી પૈસા લઈ આવીએ. જે ન આપે તો તેના ઘરની બધી ચીજો જપ્ત કરીને તેની હરાજી કરાવવી. શેઠને દૂરથી આવતા જોયા. બાઈ, શેઠને જઈને ધ્રુજવા લાગી. પોતાનો એકને એક દીકરે માંદગીના બિછાને પડયો છે. તે પ્રભુને પ્રાર્થના કરે છે તે ગરીબના બેલી ! અનાથના નાથ ! તું મારા સામું જોજે. આંધળાની લાકડી સમાન મારા દીકરાને સારું કરી દેજે. આ બાઈ તો ફફડે છે. આ શેઠ પૈસા માંગશે તે અત્યારે શી રીતે ચૂકવીશ ? ત્યાં તે ધમધમતા શેઠ અંદર આવ્યા. બાઈ તે ખૂબ ધ્રુજે છે. શેઠ કહે-મારા બધા પૈસા અત્યારે ભરી દે. શેઠ ! આપને પગમાં પડીને કહું છું કે હું થોડા દિવસ પછી બધા પૈસા ભરી જઈશ. આપ મારા ઘરની
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy