SearchBrowseAboutContactDonate
Page Preview
Page 757
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૭૮] [ શારદા શિરોમણિ પછી તું શું કરીશ ? તારું બધું સત્યાનાશ થઈ જશે. સંત તે નવરા છે, એ તે બધું કહે- પટેલ તે પિતાના નિર્ણયમાં અફર હતું. તમે અમારા ઘરના ધણી નથી. માલ બધે અમારે છે. અમને જેમ યોગ્ય લાગે તેમ કરીશું, તમારી વાત અમારે સાંભળવી નથી. પટેલે ચૌધરીની વાત માની નહિ એટલે તેણે રાજાના કાન ભંભેર્યા. રાજાને કાન હોય પણ સાન ન હોય. તે ચૌધરીને ચઢાવ્યા ચઢી ગયા ને આવ્યા પટેલ પાસે. પટેલ ! મેં સાંભળ્યું છે કે વાડીને બધે પાક તમે ગાયોને ખવડાવી દેવાના છે ? હા. સાચી વાત છે. મારો માલ છે. હું તેનું ગમે તે કરી શકું પણ તમારા ખેતરમાં રાજ્યને ભાગ છે ને ? આપના ભાગના જેટલા પૈસા થાય તે આપી દેવા તૈયાર છું. રાજ્યના માણસેએ તેની કિંમત ૫૦૦ રૂા. આંકી. ખેડૂતે ૫૦૦ રૂ. આપી દીધા અને બધો પાક ગાયને ખવડાવી દીધે. ગાયેએ પિટ ભરીને ખાધું. ગામમાં કઈ પટેલના વખાણ કરે તે કઈ એને મૂર્ખ પણ કહે. જેને જેમ ફાવે તેમ બોલે. પટેલે બધો પાક ખવડાવી દીધો ને કુદરતે બે ચાર દિવસમાં વરસાદ પડ્યો. ખૂબ વરસાદના કારણે બધાના ખેતરના પાક કેહવાઈ ગયા જ્યારે આ પટેલના ખેતરમાં તો ઉપર ઉપરથી પાક લઈ લીધું હતું પણ તેના મૂળિયા સજીવન હતા એટલે પાક નવપલ્લવિત થયા અને ખેતર લીલુંછમ થઈ ગયું, જે પાક હતો તેના કરતાં ચાર ગણો વધી ગયો. પટેલ પટલાણીને તે ભગવાન પર અને સંત પર વધુ શ્રદ્ધા બેઠી. માતાપિતાના સંસ્કારને પ્રભાવ ? આ પટેલ તે ખૂબ ધનવાન બની ગયા. હવે તો તે પૈસા ખૂબ દાન પુણ્યમાં વાપરે છે. થડા સમય પછી તેમને ત્યાં બીજા પુત્રનો જન્મ થયે. હવે તે પટેલ પટલાણ ખૂબ ધર્મિષ્ઠ બની ગયા છે એટલે આ છોકરામાં પણ સારા સંસ્કાર આવ્યા. છોકરાનું નામ સુરેશ પાડ્યું. રમેશ અને સુરેશ બંને સગા ભાઈ હતા પણ બંનેના જીવનમાં આકાશ પાતાળ જેટલું અંતર હતું. રમેશ વાથી હતો જ્યારે સુરેશ પરમાથી હિતે. રમેશ અધમ, નાસ્તિક હતો જ્યારે સુરેશ ધમી અને આસ્તિક હતું. સમય જતાં રમેશ અને સુરેશ મોટા થયા. ભણીગણીને તૈયાર થયા પછી બંનેને પરણાવ્યા. બંને છોકરીઓ પરણીને સાસરે આવી. રમેશની વહનું નામ કડવીબાઈ હતું. જેના વચન હંમેશા કડવા નીકળતા અને સુરેશની વનું નામ સુશીલા હતું. સુશીલામાં નામ તેવા ગુણો હતા. બંને પુત્રીના લગ્ન પછી થોડા સમયમાં માતા ગુજરી ગઈ. તે પછી એક મહિને પિતા ગુજરી ગયા. સુરેશને ખૂબ આધાત લાગે. સુરેશ દાન દે, પરોપકારના કાર્યો કરે તે રમેશને ગમે નહિ. રમેશ અન્યાય, અનીતિથી ધંધો કરે તે સુરેશને ગમે નહિ. છેવટે બંને ભાઈ જુદા થઈ ગયા. પટેલની મિલકત ઘણુ હતી એટલે બંનેના ભાગમાં રકમ તે સારી આવી. રમેશ ખૂબ લેથી હતા. યેનકેન પ્રકારથી લક્ષ્મી મેળવવી એ જ તેનું ધ્યેય હતું. તેને પૂર્વ પૂણ્યને ઉદય એટલે સંપત્તિ વધતી ગઈ, પણ તેની પત્ની એવી કભારજા મળી હતી કે કઈ "દિવસ પતિને સુખે ખાવા ન દે. આ લાવે ને તે લાવે એની ફરિયાદો રજ ચાલુ હેય. એટલે રમેશની પાસે પૈસે ઘણો હતે છતાં જીવનમાં શાંતિ ન હતી.
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy