________________
શારદા શિરમણિ ]
| [ ૬૭૧ સન્માન કર્યું, મીઠો આવકાર આપ્યા પછી બધા સાથે જમવા બેઠા. રત્નસુંદરી જાતે પીરસવા આવી, ત્યારે ગુણસુંદરની નજર તેના પર પડી ગઈ. તેને જોઈને તે ઓળખી ગયે કે નક્કી આ કન્યા તો તે જ છે કે જે રેજ મારા પર ગુલાબનું ફૂલ નાંખતી હતી. પછી તે રત્નસુંદરી વારંવાર પીરસવા આવતી પણ ગુણસુંદર તેના તરફ ઉંચી દષ્ટિ પણ કરતો નથી. રત્નસુંદરીના મનમાં થયું કે આ કુમાર કઈ જાતને છે કે તેને ઊંચું જોવાનું કે વાત કરવાનું ય મન થતું નથી. રત્નસાર શેઠ અને ગુણસુંદર કુમાર વેપાર ધંધાની વાત કરી રહ્યા છે. રત્નસુંદરી અંદર રૂમમાં ઊભી રહીને સાંભળે છે. મહદશા કેવી ભયંકર છે ! રત્નસુંદરી ગુણસુંદર પ્રત્યે ખૂબ આકર્ષાઈ છે. તેણે મનથી નિશ્ચય કર્યો છે કે ગુણસુંદર કુમાર કુંવારા હોય તે મારે તેમની સાથે લગ્ન કરવા એટલે તેમની વાત સાંભળવામાં પણ તેને મઝા આવે છે. રત્નસાર શેઠે સારી રીતે આગ્રહપૂર્વક જમાડે. જમીને ઉઠયા બાદ ગુણસુંદર કહે શેઠ ! હવે હું જાઉં છું, આપ ડી વાર તે અહીં બેસો ! શેઠના કહેવાથી પાંચ મિનિટ બેસીને તે રવાના થયો.
પિતા પુત્રી વચ્ચે વાર્તાલાપ ગુણસુંદરના ગયા પછી રત્નસાર શેઠ રત્નસુંદરીને પૂછે છે બેટા ! આ છોકરે તને કેવું લાગે? પાણીદાર છે ને! તારા વિચાર જાણી લઉ. બાપુજી! મારે શું જોવાનું હોય ? હું તેમને જોવા માટે નહતી આવી પડ્યું એક મેટા વેપારી આપણે ત્યાં જમવા આવ્યા હોય તે પીરસવા આવવું જોઈએ એવા ભાવથી આવી હતી. રત્નસુંદરીએ આખી વાત કેવી બદલી નાંખી? શેઠ કહે-જો તને આ વાતમાં રસ ન હોત તો તેને જમવાનું આમંત્રણ આપવાનું તું મને કહેવા આવી ન હોત ! પિતાજી! એ તે મેં આપની અને આપણા નગરની શેભા વધે માટે કહ્યું હતું. ભલે જે હોય તે પણ હું તને પૂછું છું કે તને આ છોકરો કે લાગ્યો ? કદાચ તારી સગાઈ કરું તે? રત્નસુંદરીએ કાંઈ જવાબ ન આપે પણ તેનું મુખ મલકી ગયું. એટલે શેઠ સમજી ગયા કે દીકરીની ઈચ્છા છે.
ગુણસુંદરને જમવાનું આમંત્રણ આપવાને પુરંદર શેઠને વિચાર : ગુણસુંદર રત્નસાર શેઠને ત્યાં જમવા ગયા છે એ વાત ગામમાં જેમના ખૂબ ગુણ ગવાય છે, રાજાની બાજુમાં જેની ખુરશી પડી છે એવા મોટા પુરંદર શેઠે સાંભળી. તેમણે પુણ્યસારને બોલાવીને કહ્યું, બેટા ! આપણે ગુણસુંદરને જમવાનું આમંત્રણ આપવું જોઈએ. આપણે સૌથી મોટા વેપારી છીએ. આપણી ફરજ છે કે ગામમાં આવા કઈ મોટા વેપારી આવે તો આપણે તેમને જમવા બોલાવવા જોઈએ. પિતાજી! તમે તે મારા વડીલ શિરછત્ર છે. આપ જેમ કહે તેમ કરવા તૈયાર છું. બેટા ! આપણે જમવા બોલાવીએ તો એ બહાને આપણને તેને પરિચય થશે. તે છેક ઘણે હોંશિયાર બુદ્ધિશાળી છે. તે કયા ગામને છે તે કહેતા નથી. તે કહે છે કે મારું ગામ નથી. અમે તે વણઝારા છીએ. પણ મને તો લાગે છે તે કઈ સારા કુળનો હશે. તે હું તેને જમવાનું આમંત્રણ આપવા માટે જાઉ. પુણ્યસાર કહે પિતાજી! હું બેઠો હેલું