SearchBrowseAboutContactDonate
Page Preview
Page 742
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિરમણિ ] [ ૬૬૩ ભેગા થયા છે. આયુષ્ય પૂરું થતાં સૌ પિતાના કર્માનુસાર ગતિમાં જાય છે અને ત્યાં સુખ દુઃખ ભેગવે છે. જ્યાં સુધી કર્મો છે ત્યાં સુધી ચાર ગતિની પાટ ખેલ્યા કરવાની છે. જીવને સંસારમાં રખડાવનાર કર્મો છે. આ સંસારમાં જેટલા જીવે છે તે બધા કર્મના ભેગવાળા તો ખરા. કર્મના ભેગવાળા જીની સ્થિતિ કેવી હોય ? સંસારના જ મોટા ભાગે કર્મના રમકડા જેવા છે. એ જીવને કર્મો જેમ રમાડે તેમ રમવાનું. કર્મના રમાડ્યા જીવ રમ્યા કરે અને એમને ખબર પણ ન પડે કે આપણે કર્મના રમાડયા રમી રહ્યા છીએ. આ સંસારમાં એવા છે તે ઘણી અલ્પ સંખ્યામાં છે કે જેમને એટલે પણ ખ્યાલ આવી ગયું છે કે આપણે આત્મા અનંત શક્તિનો ધારક હોવા છતાં કર્મને રમાડ્યો રમી રહ્યો છે. આ રીતે જે પિતાના આત્માને ઓળખે છે અને આત્મા ઉપર અનંતકાળથી સત્તા જમાવી બેઠેલા કર્મને ઓળખે છે તે કર્મ સત્તાને દૂર કરવાનો પ્રયત્ન કરે છે. ધીમે ધીમે એ આત્મા પરથી કર્મો સર્વથા વિખૂટા પડી જાય છે. બાકી તો કર્મોને પરવશ બનેલા જીવો આ સંસારમાં ભટક્યા કરે છે અને મોટા ભાગે દુઃખ વેઠયા કરે છે. આપણને પણ કર્મો અનંતકાળથી રમાડતા આવ્યા છે. કર્મની સત્તામાં પડેલા છએ સુખ ભોગવ્યું હશે તો તે અ૫ અને દુઃખ ઘણું ભગવેલું. તુચ્છ ક્ષણિક સુખમાં આસક્ત બનેલા અને આ વાત ન સમજાય, બાકી તો સંસાર એ છે કે એમાં જીવેને મોટા ભાગે દુઃખ છે. સંસારનું કોઈ પણ સુખ એવું નથી કે જેમાં દુઃખ અંશ સર્વથા હોય નહિ. સુખી તે તે છે કે જે સંસારથી મુક્ત બને. જેઓ સંસારથી સર્વથા મુક્ત બની ગયા તેઓ તે મહાસુખમાં સદાને માટે મહાલ્યા કરે છે આનંદ શ્રાવક દેશવિરતિપણું અંગીકાર કરી રહ્યા છે. તેમણે ચાર વ્રત આદર્યા. હવે પાંચમાં વ્રતમાં પરિગ્રહની મર્યાદા કેવી રીતે કરશે તે વાત અવસરે. ચરિત્ર : આમંત્રણ આપતા રત્નસાર શેઠ : રત્નસુંદરીના કહેવાથી બીજે દિવસે રતનસાર શેઠ બનીઠનીને ગુણસુંદરને જમવાનું આમંત્રણ દેવા ગયા. નેકરોએ શેઠની ખૂબ આગતાસ્વાગતા કરી. પછી શેઠે નેકરને પૂછયું, તમારા શેઠ કયાં છે ? તેમને કહો કે નસાર શેઠ આપને મળવા માટે આવ્યા છે. નેકરોએ ઉપર જઈને કહ્યુંગુણસુંદર કુમાર ! રત્નસાર શેઠ આપને મળવા માટે આવ્યા છે. ગુણસુંદર તરત ઉપરથી નીચે આવ્યે આવીને શેઠને વિનયપૂર્વક નમસ્કાર કર્યા. રત્નસાર શેઠના મનમાં થયું કે શું આનો વિનય-વિવેક છે ! જેનું ગામમાં આટલું બધું માન છતાં તે મારા પગમાં પડે છે. કે ગુણીયલ છોકરો છે. ગુણસુંદર કહે, પધારો...પધારો શેઠ ! આપે મારા ઘેર પધારીને મને ધન્ય બનાવ્યું છે. આપ જેવા મોટા શેઠના પુનિત પગલા મારે ત્યાં કયાંથી ? પછી નોકરની પાસે કેસરીયા દૂધ મંગાવી શેઠને આપ્યું. રત્નસાર વિચારે છે કે આ મારું કેટલું સન્માન કરે છે ! મારા કરતાં વ્યવહારમાં વિનય-વિવેકમાં ચઢી જાય તે છે. ગુણસુંદરે કહ્યું- આપ મારા લાયક જે કામ સેવા હોય તે ફરમાવે રત્નસારે
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy