SearchBrowseAboutContactDonate
Page Preview
Page 736
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિરોમણિ ] [ ૬૫૭ મારા આત્માનો ઉદ્ધાર કરો. હે કરૂણાસાગર ! આપે અમીદ્રષ્ટિથી વાણી સુધાની વૃષ્ટિ કરી મને ભવદાવાનળમાંથી બળતો બચાવ્યો. મુનિ તો કૃપાનિધાન હતા. તેમણે મીઠી વાણીથી ઉદ્બોધન કરતાં કહ્યું હે ચેતન ! આત્મામાં અનંતી તાકાત છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય એ ચતુષ્ટયી અનંત કર્મોના ગાઢ આવરણથી દબાઈ ગયા છે અને આત્મા પુદ્ગલાનંદી બની ગયો છે. નરક નિગદના અનંતા દુઃખ સહીસહીને લક્ષ રાશીમાં ભમીને અકામ નિર્જરા કરતે કરતે મહાપુણ્યોદયે માનવ દેહ મળે છે. વિપુલ રિદ્ધિસિદ્ધિમાં હાલનારા દેવે પણ જે નરદેહની વારંવાર માંગણી કરે છે એ ઉત્તમ દેહ તું પામ્યો છે તે હવે પ્રમાદને ત્યાગ કરી આત્મસાધના કરી લે. ચાર જ્ઞાન અને ચૌદ પૂર્વના જાણકાર એવા ગૌતમ સ્વામીને પણ ભગવાન મહાવીર સ્વામી “વળ કાળrણ પંgિs, માં જેમ મા પાચ ” એ સૂત્રોથી વારંવાર જાગૃત કરતા હતા. એકેક સમય મહા કિંમતી જાય છે. જે સમય ગયો તે પાછો આવતે નથી. જેણે આત્માને ઓળખે છે, જે આત્મસાધનામાં પિતાને સમય વિતાવે છે તેનું જીવન સફળ બને છે માટે પ્રમાદને ત્યાગ કરી આત્મકલ્યાણની કેડીએ કદમ ભર, પ્રમાદ છે ત્યાં પતન છે અને જાગૃતિ છે એટલી જીવનની ઉજજવળતા છે. પ્રમાદ જીવને પછાડે છે, જાગૃતિ ઊંચે ચઢાવે છે માટે હું એટલે આત્મા. આત્માની ઓળખાણ કરી તારે પુરૂષાર્થ તેમાં જોડી અનંત સુખના ભક્તા બનવા પુરૂષાર્થ કર તો જરૂર તું શાશ્વત સુખને પામી શકીશ. જેમને આત્માની ઓળખાણ થઈ છે એવા આનંદ ગાથાપતિએ ચાર વ્રત સમજણ સહિત અંગીકાર કર્યા છે. સમજણ જ્ઞાન સહિતની ક્રિયામાં કેટલે લાભ છે. બાલ તપરવી અજ્ઞાની કરડે વર્ષે કષ્ટ સહન કરીને જેટલા કર્મો નાશ કરે છે તેટલા કર્મો જ્ઞાનીના સમજણપૂર્વકની સાધનામાં ક્ષણ વારમાં સાફ થઈ જાય છે. ભગવાન બેલ્યા છે जे या बुद्धा महाभागा, वीरा असम्मत्त दसियो । ગયુદ્ધ તેસિં પરતું, સારું દેરુ સવ્ય | સૂય.અ ૮.ગાથારર. જે પુરૂષ જગતમાં પૂજનીય ગણાતો હોય, મહાભાગ્યવાન ગણાતો હોય, શત્રુની સેનાને નાશ કરવામાં સમર્થ હોય, શાસ્ત્રોમાં તથા વ્યાકરણ આદિમાં કુશળ હોય, પંડિત કહેવાતું હોય, બાહ્ય તપ ત્યાગ આદિ કરતે હોય પણ ધર્મના સ્વરૂપને જાણતું ન હોય, સમ્યગદર્શનથી રહિત હોય, મિથ્યાવી, અજ્ઞાની હોય તો તે કર્મનિર્જરા કરી શકતો નથી. આનદ ગાથા પતિએ હૈયાના ઉલ્લાસથી, અંતરના આનંદથી, સાચી સમજણથી શ્રદ્ધાપૂર્વક વ્રત ગ્રહણ કર્યા. સંસારને આનંદ તે મળેલ હતા, હવે આત્માનો આનંદ પ્રાપ્ત કરવા માટે પાપના ભયથી વ્રત લેવા તૈયાર થયા. હવે તેમને મોક્ષને અનુપમ ૪૨
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy