SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ માદ છે. આપણે તે અત્યારે મુખ્ય વાત જૈનશાસનની શાન બઢાવનાર, પ્રવજર્યાંની પશ્મિલ પ્રસરાવનાર, રત્નત્રયીની રેશની રેલાવનાર, મહાન વિદુષી બા.બ્ર. પૂ. શારદાબાઈ મહે સતીજીના તેજસ્વી જીવનનુ' આલેખન કરવું છે. જેમનું જીવન સાકર જેવું મીઠું અને ગુણપુષ્પની સુવાસથી મઘમઘતુ` હતુ` એવા માતાપિતાએ પેાતાની લાડીલી દીકરી શારદાબહેનને બાલ્યવયના પ્રાંગણમાં પગ મૂકતા સ્કૂમાં ભણવા માટે મૂકયા. સાથે સાથે ધાર્મિક જ્ઞાન માટે જૈનશાળામાં મેકલતા, એક ખાં સંસ્કારી માતાપિતાના સુસ`સ્કારોનુ સિંચન અને બીજી બાજુ પૂર્વના સંસ્કારોના કિરા પુરૂષાર્થ દ્વારા પ્રકાશ પામતા ગયા. એ પ્રકાશે તેમના અંતર આભમાં એવા અ વાળા પાથર્યાં કે ખલ્યવયમાં સ્કૂલમાં ભણુવા છતાં, સખીએ સાથે રમવા છતાં, ગરા ગાવા છતાં તેમનું ચિત્ત કયાંય ચાંટતું ન હતું. દિલ કયાંય ઠરતુ ન હતું. તે સમયે કોઈને કલ્પના પણ કયાંથી હોય કે આ સ'સારથી વિરક્ત ખાલિકાના હૃદય ઉદ્ભમાં આધ્યાત્મિક જ્ઞાનના અખૂટ ખજાને ભર્યાં છે. તે પેાતાના ભાવિ જીવનની સેરી ક્ષણુ ક્ષણુ આત્મસાધનાની મસ્તીમાં, પ્રવચન પ્રભાવનામાં અને જૈનશાસનની અજેડ સેવા કરવામાં સદુપયાગ કરવાના છે અને પેાતાની ઉત્કૃષ્ટ પ્રજ્ઞાની તેજસ્વીતાથી જૈન જૈનેતર સમાજને દાન, દયા, શીલ, તપ અહિં`સા, સત્ય, નીતિ, સદાચાર અને સદ્ શેષના પાઠ પઢાવી શ્રેષ્ઠત્તમ જીવન જીવી પ્રેરણાના પાન કરાવવાના છે. બાલ્યવયમાં પણ વૈરાગ્યસભર વિચારધારા : શારદાબેન જૈનશાળામાં અહ્વાસ કરવા જતાં ત્યાં મહાન વીર પુરૂષાની તથા ચંદનબાળા, રાજેમતી, મૃગાવતી, દમતી આદિ મહાન સતીએની કથા સાંભળતાં તેમનું મન કોઈ અગમ્ય પ્રદેશમાં ખાવાઈ જતુ' અને મનમાં થતુ કે શુ' આપણે પણ આ સતીએ જેવું જીવન ન જીવી શી મે ! આ વિચારને સખીએ સમક્ષ રજૂ કરતા કહેતા કે હું સખીએ ! આ સંસાર દુઃખના દાવાનળ છે અને સયમ સુખને સાગર છે. ચાલે, આપણે દીક્ષા લઇએ. આ ઉપરથી આપણે કલ્પી શકીએ કે આવી શિશુવયમાં જેના વિચારે આટલા ઉત્તમ હોય તેનું ભાવિ જીવન કેવું ઉજજવળ બનશે ! શારદાબેનની વિચારધારા વૈરાગ્યરસથી ભરપૂર તા હતી. તેમાં તેમના વૈરાગ્યની જ્યેાતને વધુ વધુ તેજસ્વી બનાવનાર એક પ્રસંગ અન્ય!, તેમના મેટા એન વિમળાબેન પ્રસૂતિ બાદ અચાનક નાની ઉમરમાં સ્વર્ગવાસ થયાની અઘટિત ઘટના બની ગઈ. આ ઘટનાએ ખાલકુમારી શારદાબેન ઉપર જીવનની ક્ષણિકતા અને સંસારની અસારતાએ ઘેરી અસર કરી. તેમના અંતરમાં અણુઅણુાટી પેદા થઈ કેશુ જીવન આવું ક્ષણિક છે? આવા ક્ષણિક જીવનમાં નશ્વરનો નેહ છેડી અવિનાશીની આર ધના કરવા માટે પ્રવયા પંથે પ્રયાણ કરવુ એ જ શ્રેયકર છે, એ જ હિતાવહ છે. આ પ્રસંગે શારદાબેનના જીવનમાં સયમી જીવનના આનંદ લૂટવાની મસ્તી પેદા કરી, તેમના વૈરાગ્ય વધુ દૃઢ બન્યા. શારદાબેનના વૈરાગ્યસભર વિચાર, વાણી અને વન પરથી માતાપિતાને લાગ્યું
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy