SearchBrowseAboutContactDonate
Page Preview
Page 717
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩૮ ] [ શારદા શિરેમણિ જીવન તે ખૂનીને અને મુનિને બંનેને મળ્યું છે પણ બંનેને ઉપગ જુદો છે. મુનિએ આ જીવનને ઉપયોગ કર્મબંધન તોડવાની સાધનામાં કર્યો છે. જ્યારે ખૂનીએ કર્મબંધન બાંધવામાં કર્યો છે. જેને માનવ જીવનની મહત્તા સમજાણી છે એવા આનંદ શ્રાવક ચોથું વ્રત આદરવા તૈયાર થયા. “તયાગંતાં જ જો સવાર તેણીe gfમાનં , નન્નત્ય પ્રાણ सिवानंदाए भारियाए, अवसेस सव्वं मेहूणविहि पच्चरवामि" . આનંદે સ્વદારા સંતોષી સંબંધી વ્રતને સ્વીકાર કર્યો અને એ મર્યાદા કરી કે પિતાની શિવાનંદા નામની પત્ની સિવાય અન્યત્ર એટલે બીજી કોઈ પણ સ્ત્રી સાથે મૈથુન સેવવાના પ્રત્યાખ્યાન કરું છું. કામવાસના ઉપર વિજય તે જ સાચે વિજય : ચોથા વ્રતની ભૂમિકાએ પહોંચવું છે તે તેને નકશો તૈયાર કરવું જોઈએ. આ જગતમાં બે અક્ષરની એક ચીજ છે. તેણે આખા સંસારના ધનવાને, ગરીબ, પશુ, પક્ષીઓ અને દેવેને પણ પિતાને આધીન કર્યા છે તે છે કામ. આખો સંસાર કામને વશીભૂત બને છે. કામવાસના સૌથી પ્રબળ વાસના છે અને તેથી તેના પરિણામમાં ઘેર–ભયંકર દુઃખો ભેગવવા પડે છે. દુનિયાના ઇતિહાસ જોઈશું તે ખબર પડશે કે મોટા મોટા શક્તિશાળી, પરાક્રમી અને શૂરવીર ધા સમ્રાટો પણ એની જાળમાં ફસાઈને કમોતે મરી ગયા છે. લંકાને પ્રતાપી રાજા રાવણ પણ કામવાસનાનો શિકાર બન્યો હતે. કામિનીઓ માટે આ પૃથ્વી પર ઘણા યુદ્ધો થયા છે અને હજારો-લાખો નવયુવાન પેશ્વાઓના લેહીની નદીઓ વહી છે. એક મનુષ્યની કામવાસનાની પ્રચંડ આગમાં લાખ કરોડે માનવના બલિદાન અપાયા છે. કામવાસનાની આગમાં ભસ્મ થયેલા લેકની રાખ એકઠી કરવામાં આવે તે ન જાણે કેટલા કૈલાસ પર્વત બની જાય. લેખક તે લખે છે કે તે બધા કેલાસ પર્વતને તલના દાણા જેટલા માનીને આ પૃથ્વી પર સ્થાપિત કરવામાં આવે તે સારી પૃથ્વી ભરાઈ વાસના પાછળ બરબાદી કરતા છ : કામવાસના માનવીને કેટલા દુઃખમાં નાંખે છે. આ વાસનાથી પ્રેરિત થઈને મનુષ્ય કઈ સ્ત્રી સાથે પિતાને સંબંધ જોડે છે પછી સંતાને થાય, પરિવાર વધી જાય, તેમના ભરણપોષણ માટે જીવનભર વિવિધ પ્રકારના દુઃખ વેઠીને ધન ઉપાર્જન કરે છે. બળદની માફક ભાર ખેંચે છે. સમુદ્ર યાત્રા કરે છે. નોકરી કરીને માલિકના અપમાન અને તિરસ્કાર સહન કરે છે. કંઈક વાર માનવી પિતાના પરિવારનું પાલનપોષણ ન કરી શકે તે ચેરી કરે છે. બીજાના ખીસા કાપે છે. જ્યારે પકડાઈ જાય છે ત્યારે પોલીસના દંડાના માર ખાવા પડે છે અને વર્ષો સુધી જેલના દુઃખ જોગવવા પડે છે. જ્યાં સુધી ન પકડાય ત્યાં સુધી પણ પકડાવાને ભય તે તેના મનમાં રહ્યા કરે છે એટલે એક મિનિટ પણ નિશ્ચિતતાથી સુખ ભોગવી શકો નથી. કામને વશીભૂત બનેલે માનવી કેટલા ભયંકર અનર્થો કરે છે. તે હિત અહિતને સર્વથા ભૂલી જાય છે. એક કલેકમાં કહ્યું છે કે
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy