SearchBrowseAboutContactDonate
Page Preview
Page 714
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિશમણિ ] [ ૬૩૫ પુરૂષ જ છે, કોઈ સ્ત્રી નથી. ગુણસુંદરને જોવા માટે તે ઝરૂખામાં ઊભી રહેતી પણ કઈ દિવસ તેનું મુખ જોવા મળ્યું નહિ. રત્નસુંદરીએ પિતાના અંગત માણસને બોલાવીને કહ્યું કે હું તને જે વાત કરું છું તે તું પિતાજીને કે કઈને કહીશ નહિ. સામેના મકાનમાં એક મોટો વેપારી આ છે. તેની ગામમાં કીતિ ખૂબ પ્રસરી છે. તે મહેલમાંથી કયારે બહાર જાય છે ? ક્યા રસ્તેથી પાછા આવે છે ? એ ખબર પડતી નથી, માટે તું જઈને એટલી તપાસ કરી આવ કે તે સવારના કેટલા વાગે ઘેરથી નીકળે છે અને કેટલા વાગે પાછો આવે છે ? અને કયા રસ્તેથી એ જાય છે ? માણસે કહ્યું–બેન તમારે તેનું શું કામ છે? આખું ગામ તેના વખાણ કરે છે તો હું પણ જોઉં તે ખરી. ભલે, તે માણસ તપાસ કરવા ગયે. જે મહેલમાં ઉપર ગયે તે સામે ગુણસુંદર બેઠે હતો, તેને જોતાં તે માણસના મનમાં થયું કે અહે ! આ બેઠો છે તો તેના મુખ પર કેટલી તેજસ્વીતા છે ! શું તેનું શૌર્ય અને પરાક્રમ છે ! એક વાર રાજાને પણ હઠાવી દે તેવે છે. માણસ જઈને તેમને પગે લાગે; પછી કહ્યું-આપની કીર્તિ ખૂબ સાંભળીને હું આપના દર્શન કરવા આ છું. તેનો પ્રભાવ એ પડશે કે તેને થયું કે અહીં તે પૂછાય તેમ નથી. તે તેમને તાપ ઝીલી ન શકો. ચારિત્રશીલ ગુણસુંદર માટે તેના માણસોને પણ ગૌરવ : ગુણસુંદરની સાથે બીજા જે માણસો આવ્યા હતા તેમને પૂછ્યું કે અમારી બહેનને આપના શેઠને મળવું છે તો તે કયારે મળે? તે કેટલા વાગે બહાર જાય છે ? તે માણસોએ કહ્યું – ભાઈ! મહેરબાની કરીને આપને કહી દઉં છું કે આપ આ વાત પૂછશે નહિ. અમારા શેઠ સ્ત્રીઓને એકાંતમાં મળતા નથી. ઊંચી દષ્ટિ પણ કરતા નથી એટલે એમને મળવાની વાત કરશે નહિ. જે અમારા શેઠ આ વાત જાણશે તો ચંપલ લઈને ફરી વળશે. તે બહાર નીકળે છે ત્યારે નીચી દષ્ટિ રાખીને ચાલે છે માટે આપ મળવાની કોઈ વાત કરશો નહિ. તે માણસ તે આ સાંભળતા સીડી ઉતરી ગયે. રત્નસુંદરીએ પૂછ્યું – તું શું સમાચાર લા ? માણસના મુખ પરથી પરખાઈ જાય કે સારા સમાચાર છે કે બેટા ? માણસ કહેબેન! આપ કૃપા કરીને હવે મને ત્યાં મેકલશો નહિ. હું તે એ શેઠને તાપ ઝીલી ન શકે. હું એમને તો સીધી વાત પૂછી ન શકો. એમના માણસને પૂછયું ત્યારે એમણે કહ્યું-આપ આ વાત કરશો નહિ. અમારા શેઠ કોઈ સ્ત્રીને મળવા માંગતા નથી. સ્ત્રીનું મુખ જોતાં નથી. આ વાત સાંભળતા મારા હાજા ગગડી ગયા. એ તમને જોવા મળશે નહિ. હવે ત્યાં શું બનશે તેના ભાવ અવસરે. .િ શ્રાવણ વદ ૧૪ને શુક્રવાર : વ્યાખ્યાન નં. ૬૯ ૬ તા. ૧૩-૯-૮૫ અનંતજ્ઞાની મહાપુરૂએ ફરમાન કર્યું છે કે આ અપાર ભવસાગરમાં મનુષ્ય ભવની પ્રાપ્તિ થવી મહામુશ્કેલ છે. આ મનુષ્ય જન્મની દુર્લભતા શાથી બતાવી તે બતાવતાં શાસ્ત્રકાર કહે છે કે
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy