________________
શારદા શિરમણિ ]
[ ૬૩૩ એક સ્ટેશન પર એક એંજિન ઊભું હતું. ગાડી આવી ગઈ હતી પણ એન્જિન છૂટું પડી ગયું હતું. ડ્રાઈવર ગરમીથી કંટાળીને થોડી વાર લેટફોર્મ પર ઉતરી ખુલ્લી હવામાં ફરી રહ્યો હતો. એટલામાં તેને આઠ નવ વર્ષને બાબો એંજિન પર ચઢી ગયે અને એક પછી એક બધી ચાવીઓ ફેરવવા લાગ્યા. થોડીવારમાં તેનો હાથ એંજિન ચાલુ કરવાની ચાવી પર ગયે અને એંજિન પાટા પર દોડવા લાગ્યું. ડ્રાઈવરના કાને એંજિન ચાલુ થવાનો અવાજ આવ્યો. તેણે જોયું તો પિતાને કરો અંદર ઊભું હતું. ડ્રાઇવરે તેને બૂમ પાડીને કહ્યું કે એંજિન રોક, નહિ તો મરી જઈશ. છોકરાએ કહ્યુંરોકવાની ચાવીની મને ખબર નથી. ત્યારે પિતાએ કહ્યું-તું નીચે કૂદી પડ. પુત્ર કહેકૂદી પડવાની મારી જીગર ચાલતી નથી. એટલામાં થોડે દૂર જતાં એંજિન અથડાયું. એંજિનના ટુકડે ટુકડા થઈ ગયા અને છોકરાના તો હાડકા પણ હાથ ન આવ્યા. આ જ રીતે જીવ કષાયના પાટા પર દોડવાનું શીખ્યા છે પણ રેકવાનું શીખ્યા નથી. લભ કરવાની કળા જાણે છે પણ તેના પર વિજય મેળવવાની કળા જાણતા નથી, માટે કષાયના પાટે ચાલવા કરતાં લાભને રોકવાની કળા શીખવાની જરૂર છે.
અતિ લોભ પાપનું મૂળ : વિલાસના જીવનમાં લેભ ન હોત, તેણે લેભને જી હોત ને સંતેષના ઘરમાં આવ્યું હોત તો મિત્રને મારી નાંખત ખરા ? મિત્રને મારીને બંનેની સંપત્તિના માલિક બની ગયો. તેણે પોતાના કુટુંબને ત્યાં બોલાવી લીધું અને ખૂબ ધમધોકાર ધંધો ચલાવે છે. જ્ઞાની કહે છે કે કરેલા કર્મો કેને ભગવ્યા વગર છૂટકે નથી. સંપત્તિ માટે જે ઘેર કર્મ કર્યું તે કર્મ નહિ છોડે. અહીં બેસીને પાપ કર કે પાતાળમાં બેસીને પાપ કર પણ તને જેનારા ઘણું છે અને તે કર્મ તારે ભેગવવું પડશે. કોઈને આજે તો કેઈને કાલે તે કેઈને બીજા ભવે પણ ભેગવવા પડે છે. વિલાસને એક દીકરો છે. તે ભણવામાં ખૂબ હોંશિયાર છે. તેની બુદ્ધિ પણ ખૂબ છે. ભણીગણીને હવે તો તેના પિતાના ધંધામાં જોડાઈ ગયા. થોડા સમયમાં તો ધંધામાં પણ ખૂબ હોંશિયાર થઈ ગયો છે. તે બજારમાંથી આવતું હતું ત્યાં અચાનક એક ઝેરી સર્પ નીકળે અને છેકરાને ડંખ માર્યો. જે ડંખ માર્યો એવી તરત તેણે રાડ પાડી. ઘણું ઉપચાર કર્યા. ઝેર ઉતારનારને બોલાવવા ગયા પણ તે આવે તે પહેલાં તો તેનું પ્રાણપંખેરું ઉડી ગયું. પિતાને યુવાન હોંશિયાર દીકરે મરી જાય ત્યારે ક્યા માબાપને આઘાત ન લાગે ? અરે, પથ્થર જેવા કઠણું હૃદય પણ હચમચી જાય છે. વિલાસને સમજાઈ ગયું કે મેં વિના કારણે વિભાસને મારી નાંખે. ભલે સરકારી શિક્ષામાંથી બચી ગયે પણ કર્મને પંજામાંથી જીવ કયાં છૂટી શકવાને છે? વિલાસનું આ ભવમાં ને આ ભવમાં જ પાપકર્મ ઉદયમાં આવ્યું, એક તે પુત્ર ચાલ્યો ગયો. હજુ તે ઘા ભૂલાયે નથી ત્યાં ઘેડા સમયમાં ધંધામાં મોટી ખોટ આવી. કરેલા કર્મો તે ભેગવ્યા વિના છૂટકો નથી.