SearchBrowseAboutContactDonate
Page Preview
Page 707
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨૮ ] [ શારદા શિરમણિ હિ. શ્રાવણ વદ ૧૩ને ગુરૂવાર : વ્યાખ્યાન નં. ૬૮ : તા. ૧૨-૯–૮૫ અનંત કરૂણાસાગર ભગવતે ભવ્ય જેના આત્મ ઉત્થાન માટે કહ્યું છે કે આ ભવસાગર અપાર, અમાપ અને અખૂટ છે. આ સંસારને જ્ઞાનીઓએ સાગર સાથે સરખાવ્યા છે. આ સંસાર સાગરમાં દુઃખ રૂપી પાણી છલછલ ભરેલું છે. સાગરમાં ચારે બાજુ દષ્ટિ કરીએ તે પાણી જ દેખાય છે તેમ આ સંસાર સાગરમાં જ્યાં દષ્ટિ કરીએ ત્યાં બધા સ્થળે દુઃખ જ દેખાય છે. રાજા હય, મહેન્દ્ર હય, શ્રીમંત હોય, નિરાધાર હોય કે ચીંથરેહાલ હોય બધા દુઃખની કારમી ચીસો પાડી રહ્યા છે. કેઈને સાગનું, કેઈને સંગ મળ્યા પછી નભાવવાનું, કોઈને વિયોગનું, કોઈને વિગ પછી ફરી સંગ મેળવવાનું દુઃખ છે. જીવ જ્યાં સુધી નિષ્કર્મા ન બને ત્યાં સુધી પારાવાર દુઃખ દુઃખ ને દુઃખ છે અને એ ભેગવ્યા વિના છૂટકો નથી. મનગમતા સુખો મળ્યા હોય તેય અને અણગમતા દુઃખે મળ્યા હોય તે ય જીવને આકુળતા-વ્યાકુળતા રહે છે, કારણ કે સુખમાં સુખ ચાલ્યું ન જાય તેની અને દુઃખમાં સુખ મેળવવાની ચિંતા છે તેથી ભગવાન બેલ્યા છે “શા દુ સંસા , કરથ સરિત જંત” આ સંસાર દુઃખનો દાવાનળ છે જ્યાં જ વિવિધ પ્રકારના દુઃખને પ્રાપ્ત કરે છે. સાગરમાં જોરદાર પવનને ઝંઝાવાત ફૂંકાય છે ત્યારે નૌકા ડામાડોળ થઈ જાય છે. નાવડી ચલાવવામાં મુશ્કેલ પડે છે અને પાણી ભરાઈ જતાં તે ડૂબી જાય છે તેમ આ સંસાર સાગરમાં આશા-તૃષ્ણાના જોરદાર પવન ફૂકાય છે તે જીવન રૂપી નૌકાને ડગમગાવી મૂકે છે, ક્યારેક ડૂબાડી પણ દે છે. સાગરમાં ઉંચા મોજા ઉછળે છે તેમ સંસારમાં કષાય રૂપી મોજા ઉછળે છે. તેમાં જે જીવ જોડાય તો તેનું પતન થાય છે. જીવન પર્યંત સુંદર ચારિત્રનું પાલન કર્યું હોય પણ કષાય રૂપી મજાને આધીન થયા તે જોખમમાં મૂકી દે છે. સાગરમાં ભરતી અને ઓટ આવે છે તેમ સંસારમાં સંકલ્પ વિકોની ભરતી ઓટ આવ્યા કરે છે. સુવિકલપિ જાગે ત્યારે કુવિકપની ઓટ આવે છે અને કુવિકલપિની ભરતી આવે ત્યારે સુવિકપિની ઓટ આવે છે. સુસંકલ્પની ભરતી આવે ત્યારે જીવન ના કિનારે આવે છે પણ કુવિકલ્પ જાગે ત્યારે ઓટ આવતા કિનારેથી નાવડી દૂર જઈને પડે છે. સાગરમાં વડવાનલ નામનો અગ્નિ રહે છે તેમ સંસારમાં કામ રૂપી વડવાનલ સળગે છે જે મહારાજાને મુખ્ય સૈનિક છે. અજય છે, સાગરમાં મત્સ્ય, મગર, જળચર પ્રાણુઓ ભરેલા હોય છે તેમ સંસાર સાગરમાં રેગ, શેક, ભય આદિ ભયંકર જળચર પ્રાણીઓ રહેલા છે. સાગરમાં અનેક નદીઓને સંગમ થાય છે તેમ આ સંસાર સાગરમાં રાગદ્વેષ આદિ નદીઓનો સંગમ થાય છે. સાગરમાં મોટા વમળ હોય છે તેમ સંસાર સાગરમાં મેહ રૂપી મોટા ભયંકર વમળે છે. મુસાફરોના વહાણે સાગરના વમળમાં ફસાઈ જાય છે ત્યારે કેટલાય સમય સુધી તે તેમાં અટવાયા કરે છે અને માર્ગ પર આવી શક્તા. નથી અને જે વમળ બહુ મોટા હોય તે નાવડી પાણીમાં ડૂબી જાય છે.
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy