SearchBrowseAboutContactDonate
Page Preview
Page 671
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨ ] [ શારદા શિશમણિ મળતી હોય તે એ શાતા મારે નથી જોઈતી. હું અને તાજીને અભયદાનથી શાતા આપું. આ જીવદયાને વિચાર આવ્યું. એમાં શરીરને બદલે આત્માને મહત્વ આપ્યું. અભય ખાવાથી શરીરને મળતી શાતા જતી કરી અનંત આત્માઓને અભયદાનથી મળતી શાતા આગળ કરી. છેવોની દયા પાળવામાં આત્મા શાંત, શીતળ, આનંદિત બને છે અને જે પ્રત્યે ઉપેક્ષા રાખવામાં એ મરે તે ભલે મરે પણ મારે ટેસ્ટ તે કરવાને. આ રીતે જીવેની અવગણના કરવામાં આમા કઠેર, અશાંત અને ઉન્માદી બને છે. જેની દયામાં ભદ્રદશિતા છે અને જેની હિંસામાં અભદ્રદર્શિતા છે. ભદ્રદર્શિતા અને સુખદર્શિતાને વિચાર કરવામાં આવે તે મનને એમ થાય કે અરે! હુ આવા કીડા, મંકડા, પશુઓ કરતાં અતિ ઊંચે માનવ અવતાર પાસે તે હવે શું હું અભદ્રદશી બનું ? સુખદશી બનું? ના. કલ્યાણદશી–ભદ્રદશી બનું. મારા આત્માના કલ્યાણને જોનારે બનું. ભદ્રદશી રાજા દર્શાણભદ્ર પિતે કરેલા અભિમાન માટે ખૂબ પસ્તા કરે છે. મૂળ પાપ આ રાજ્યસમૃદ્ધિ છે, એના પર અભિમાન કરી ત્રણ લેકના નાથની અશાતના કરી, માટે પહેલું તે આ સમૃદ્ધિનું પાપ કાઢું. પ્રભુને ઊંચામાં ઊંચી ભક્તિથી વંદન કરવાને મારે સંકલ્પ છે તે જિનેશ્વર ભગવંતની ઊંચામાં ઊંચી ભક્તિ જિનાજ્ઞાનું પાલન છે. સંસાર ત્યાગી સર્વવિરતિ ચારિત્ર સ્વીકારવામાં ઊંચામાં ઊંચી ભક્તિ છે. માટે અણગાર બનીને પ્રભુને વંદન કરું તે એ ઊંચામાં ઊંચી ભક્તિથી વંદન કર્યું કહેવાય. તે મારી પ્રતિજ્ઞા પળાઈ જાય. આ વિચારમાં પહેલા રાજ્યની વ્યવસ્થા કરી આવું કે રાણીઓને પૂછી આવું એ કંઈ વિચાર ન કર્યો. તે તે સીધા ભગવાન મહાવીર સ્વામી પાસે પહોંચી સંસારી વેશ બદલીને સાધુવેશ પહેરીને પ્રભુને ત્રણ વાર વંદન કરી પ્રભુની પાસે દીક્ષા લઈ લીધી. હવે ઈદ્ર શું કરે ? તેના મનમાં કદાચ એમ હશે કે સમવસરણ પહોંચ્યા પછી દર્શાણભદ્ર રાજા મારી સિદ્ધિ જઈને ઝંખવાણો પડી જશે ને માફી માંગશે, પણ અહીં તે જુદું જ બન્યું. ઈન્દ્રને ચમકારે લાગ્યો. મનુષ્યનું મહાન સામર્થ્ય, મહાન પરાક્રમ કરવાની અલૌકિક શક્તિ દેખાઈ કે જે મોટા દેવ કે ઈદ્રમાં નથી. ઇન્દ્ર પણ ભદ્રદશી છે. તે શરમ છોડીને નિખાલસ ભાવે મહામુનિ બનેલા દર્શાણભદ્રના ચરણમાં પડી તરત ક્ષમા માંગે છે કે મને ક્ષમા કરજે. તમે જીત્યા ને હું હાર્યો પછી એમના પરાક્રમની પ્રશંસા કરે છે. પિતાની ભૂલને એકરાર કરે, ક્ષમા માંગવી અને ગુણેની પ્રશંસા કરવી એ ભદ્રદશીતાના ગુણ છે. જેમને આત્મા સુખદશ મટીને ભદ્રદશી બને છે એવા આનંદશ્રાવક બાર વ્રત આદરવા તૈયાર થયા. બીજા વ્રતને ચે બેલ છે “થાપણોસે.” કેઈની થાપણ એાળવવી. આ દોષ અત્યારે બહુ ઓછા લાગે છે. જૂના જમાનામાં જ્યારે બેંકો ન હતી ત્યારે આવું ઘણી વાર બનતું. કેઈના ઘેર થાપણુ મૂકી હેય ને પછી લેવા જાય ત્યારે તદ્દન અસત્ય બેલે કે મારે ઘેર કાંઈ મૂકયું નથી. આ રીતે ધનના લેભે અસત્ય
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy