SearchBrowseAboutContactDonate
Page Preview
Page 659
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૦ ] [ શારદા શિરેમણિ કળિયુગ છે પણ રાજાએ તે કાંઈ સાંભળ્યું નહિ. તેમણે તે બાઈના હાથમાં પીપળાનું પાન મૂકયું અને તેના પર સળગતા કેલસા હાથમાં મૂક્યા. જે એ સાચી હશે તે ફેલા નહિ પડે. એ રીતે ૧૦ મિનિટ રાખ્યું. હથેળીની ચામડી લાલ ન થઈ કારણ કે પિતે સત્યના પક્ષમાં હતી. તે બાઈ પરીક્ષામાં પાસ થઈ ગઈ. સત્યને ચમત્કાર : આ સત્ય પ્રગટ થયું એટલે પ્રધાન બેંઠો પડી ગયે. હવે એની દુર્જનતાએ હદ વટાવી. તેણે કહ્યું- રાજા સાહેબ ! આપ ભૂલે છે. એના હાથમાં નીચે પીપળાનું પાન હતું એટલે હાથ બળે નહિ. હવે એ પાન લઈ લે અને ફરી વાર ધીજ અપાવે. હૈયા ફૂટલા રાજાને એ વિચાર નથી આવતું કે પાદડું બળી ગયું પછી હથેળીને અંગારાની કોઈ અસર ન થાય? રાજા તો પ્રધાન કહે તેમ કરે. ફરી વાર તે બાઈના હાથમાં અંગારા મૂક્યા. બાઈ પ્રભુને પ્રાર્થના કરે છે. અમે આ જિંદગીમાં ક્યારેય ચોરી કરી ન હોય, અસત્ય બેલ્યા ન હોઈ એ તે મારી લાજ રાખજે. ફરી વાર ધીજ દેવાની છે એ વાત બાઈને પતિ ખેતરમાં હતું ત્યાં પહોંચી ગઈ. તે દોડતે ત્યાં આવ્યો. તેના દિલમાં કોધની જવાળા ભભૂકી ઊઠી. તે સમજે છે શું તેના મનમાં? ૨૦ મિનિટ હથેળીમાં અંગારા રખાવ્યા છતાં બાઈ બિલકુલ દાઝી નહિ. આ જોઈને રાજા સિજડ થઈ ગયા. ખરેખર આ સત્યવાદી છે. બાઈનો પતિ કહે છે કે તારા હાથમાં જે અંગારા છે તે હવે આ બધાના હાથમાં આપ. હવે કોઈ ઊભું રહે ખરું? બધા ય ઊભી પૂંછડીએ ભાગ્યા. સત્યનું પાલન કરતાં કષ્ટ તે આવે પણ તે કષ્ટમાં જે કાયર નથી બનતે અને સહર્ષ તે કષ્ટને વધાવી લે છે તેને આખરે વિજય થાય છે. કળિયુગમાં પણ સત્યને આ અલૌકિક પ્રભાવ છે. સત્યની આરાધના એ શીર સાટાના ખેલ છે. મરીને જીવવાનો મંત્ર છે. જેણે પિતાનું જીવન સત્યમાં સમર્પિત કરી દીધું છે તેને દુનિયા ઓળખે છે. સત્યના કિરણે સૂર્યના કિરણની જેમ સર્વત્ર પહોંચી જાય છે. જે આત્મા સત્યમાં ઓતપ્રોત છે, જેની રગેરગમાં સત્યને રણકાર છે તેને પ્રભાવ મનુષ્યમાં, તિયામાં તો પડે છે પણ દેવલેકમાં ય તેને પ્રભાવ પડે! દેવે તેના સત્યની કસોટી કરે છે. જે કસોટીમાં પાર ઉતરી જાય તે દેવે તેના ચરણમાં મૂકી જાય છે અને તેને સહાય કરવા આવે છે, રાજાને એક દીકરો હતો. તેનું નામ હતું મકરધ્વજ. તે ખૂબ દયાળુ, વિનીત, ઉદાર, ગંભીર અને સત્યનિષ્ઠ હતો. તે કઈ દિવસ અસત્ય ન બોલે. એક વાર નગરની બહાર વસંત્સવ ઉજવવાનું હતું. તે પ્રસંગમાં લેકો ભેગા થઈને ઉજાણી કરે અને આનંદ કિલ્લોલ કરે. રાજા પોતે ઉંમરલાયક હતા એટલે તેઓ આ મહોત્સવમાં જઈ શકે તેમ ન હતા એટલે મકરધ્વજને મોકલ્યો. આ મકરધ્વજ બધા રાજકુમારોની સાથે વસંત્સવ જેવા ગયા. તેમાં ગરીબ, શ્રીમંત બધા જોવા આવ્યા હતા. આ મકરધ્વજ ખૂબ દયાળુ હતે. ગરીને જોઈને તેના મનમાં થયું કે મારી પ્રજામાં આવા દુઃખી
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy