SearchBrowseAboutContactDonate
Page Preview
Page 655
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭૬] [ શારદા શિરેમણિ આપનું નામ શું ? આપના માતાપિતાનું નામ શું ? અમે મટી થાપ ખાઈ ગયા છીએ. શેઠ કહે-ગુણસુંદરી ! તું કેટલી શૌર્યવાન અને બહાદુર છે ! જમાઈની શોધ કરવા તે અમારે જવું જોઈએ. અમારી જવાબદારી તે ઉપાડી લીધી છે. તું દીકરી હોવા છતાં દીકરા કરતાં ય વધુ હોંશિયાર છે. હવે શેઠે ગુણસુંદરીના કહ્યા મુજબ બધી તૈયારી કરી. શેઠે જેટલા ગામ સુધી પિતાની ઓળખાણ હતી એ બધા ગામોમાં અગાઉથી સાંઢણી પર માણસ મોકલીને બધી વ્યવસ્થા કરી લીધી. ગુણસુંદરીએ વણઝારાને વેશ પહેર્યો. જાણે આબેહુબ છોકરો ન હોય ! તેવી તે વેશમાં શોભવા લાગી. નવકારમંત્ર ગણ્યા અને શાસનદેવને પ્રાર્થના કરી કે અમે અમારા પરણેત પતિ સિવાય જગતના બધા પુરૂષો ભાઈ અને બાપ સમાન માન્યા હેય તો મને સહાય કરજે. હું સ્ત્રી હોવા છતાં પતિની શોધ માટે પુરૂષને વેશ પહેરું છું તે ખુલી ન પડું. ગુણસુંદરીને જોઈ માબાપનું હૈયું ઠરી ગયું. માતા ખૂબ રડે છે. હવે માબાપના આશીર્વાદ લઈ પ્રયાણ કેવી રીતે કરશે તે અવસરે. દ્વિ શ્રાવણ વદ ને ગુરૂવાર : વ્યાખ્યાન નં. ૬૧ : તા. પ-૯–૮૫ અનંતજ્ઞાની ભગવાને જગતના જીવને પાપથી પાછા વળવા, અનંત સંસારના ભવ બ્રમણથી અટકવા, અવિરતિના ભયંકર પાપથી બચવા, અને વિરતિ ભાવમાં ખૂલવા માટે બે પ્રકારના ધર્મ બતાવ્યા. આપણે આગાર ધર્મની વાત ચાલી રહી છે. તેમાં ૧૨ વ્રતનું સુંદર સ્વરૂપ સમજાવ્યું છે. અનંત ભવેના રોગો દૂર કરવા માટે ૧૨ એ અમૂલ્ય જડીબુટ્ટી છે માટે વિરતિમાં આવો. તે માટે પ્રબળ પુરૂષાર્થની જરૂર છે. જેમ એક મકાન દશ વર્ષથી બંધ છે. એક મકાન બાર મહિનાથી બંધ છે અને એક મકાન રેજ સાફસૂફ થાય છે. જે મકાન ૧૦ વર્ષોથી બંધ છે તેને સાફ કરતા પરસેવાથી રેબઝેબ થઈ જશે. ઘણી મહેનતે એ મકાન સ્વચ્છ થશે. જે બાર મહિનાથી બંધ છે તેને ઓછી મહેનત જોઈશે અને જે રોજ સાફસૂફ થાય છે તેને સાફ કરવા માટે સાવ અ૫ મહેનતની જરૂર છે, તેમ આપણા આત્મા રૂપી મકાનમાં ૧૦-૧૨ વર્ષોને નહિ, ૨૫-૫૦ ભને નહિ પણ અનંતા ભવમાં એણે કમેને સંગ્રહ કર્યો છે, તે કર્મોને પૂજ આત્મામાં જમા થયે છે. પાપને પ્રવાહ તે આત્મામાં અવિરતપણે આવ્યા કરે છે. આ પ્રવાહને અટકાવવા માટે વિરતિની જરૂર છે. આનંદ ગાથાપતિ બીજું વ્રત લેવા તૈયાર થયા છે. તેમાં જૂઠું બેલવાના પરચકખાણ કરાય છે. જ્ઞાની ભગવંતે જૂઠું બોલવાના ચાર કારણે બતાવ્યા છે. ોદ્દા થા ઢો વા, મા વા, હૃારા વા'કોધથી, લેભથી, ભયથી અને હાંસીથી, આ ચારમાંથી કોઈ પણ કારણને આધીન થઈને જીવ જૂઠું બોલવા પ્રેરાય છે. કયારેક પિતાનું મનધાર્યું ન થતાં આવેશમાં આવીને અસત્ય બોલવા પ્રેરાય છે. કયારેક ભૌતિક લાભ મળવાની
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy