________________
૫૭૨]
[ શારદા શિમણિ પાઈપાઈને હિસાબ કર્યો. બીજે દિવસે રાજસભા ઠઠ ભરાઈ છે. ઈર્ષાળુ માણસે બેલે છે આ શેઠ સત્યવાદી, પ્રમાણિકને બિલે લઈને ફરે છે. આજે બધી ખબર પડી જશે. કુતુહલ વશ સેંકડો માણસો શેઠની સત્યપ્રિયતાનું નાટક જોવા આવ્યા છે. બધાના મનમાં એમ છે કે આજે શેઠને સજા મળશે. કેઈ અંદરોઅંદર કહે છે આખરે તે વહેપારીને દીકરે છે ને? જરૂર બે ચાર લાખ ઓછા બતાવશે. રાજા કહે-કેમ શેઠ! હિસાબ કરી લાવ્યા ? હા, મહારાજા. કુલ કેટલી રકમ થઈ? સાહેબ ! મેં સ્થાવર મિલ્કત, જંગમ મિલકત, રોકડ રકમ, લેણું દેરું બધે હિસાબ કર્યો તે મારી મૂડી ૮૪ લાખની થઈ. બધાએ ૧૦-૧૨ લાખ માન્યા હતા પણ ૮૪ લાખ કહ્યા ત્યાં રાજા અને આખી સભાના માણસો ચમક્યા. શું ૮૪ લાખ ! ઈર્ષાળુઓ આ સાંભળતા રાજી થયા. તે બોલવા લાગ્યા હવે તે શેઠનું આવી બન્યું. રાજા તેમને ગુનેગાર ગણશે ને ભારે શિક્ષા કરશે, પણ અહીં તે જુદું જ બન્યું.
બધાના આશ્ચર્ય વચ્ચે રાજાએ પિતાના ભંડારીને બેલા ને કહ્યું- શેઠની પાસે ૮૪ લાખ રૂપિયા છે. તમે ભંડારમાંથી બીજા ૧૬ લાખ રૂપિયા ગણીને લાવે. આ સાંભળતા બધાને આશ્ચર્ય થયું. બધાને તર્કવિતર્ક થવા લાગ્યા કે ૧૬ લાખ મંગાવીને રાજા શું કરશે ? એટલામાં ખજાનચી ૧૬ લાખ રૂ. ની થેલી લઈને આવ્યા. રાજાએ કહ્યું. આ સોળ લાખ હું નગરશેઠને બક્ષીસ કરું છું. મારે તમને કરોડપતિ બનાવવા છે. આજથી મારા પ્રજાજનોમાં સત્યનિષ્ઠ શેઠ કરોડપતિ કહેવાશે. સત્યના પૂજારી શેઠને તેમની સત્યતા માટે મારા તરફથી આ ભેટ છે. ધન્ય છે શેઠ તમારી સત્યતાને ! આખી સભા એક અવાજથી બોલી ઊડી. ધન્ય છે શેઠને ! ધન્ય છે સત્યનું સન્માન કરવાવાળા રાજાને ! ઈર્ષાળુ માણસો આ જોઈને પેટ ફૂટવા લાગ્યા. તેમના મનસુબા બધાં ધૂળમાં મળી ગયા. રાજાની બાજુમાં શેઠની ખુરશી પડવા લાગી. રાજાએ શેઠનું સન્માન કર્યું અને તેમને ભેટ આપી તે માત્ર ધનના કારણે નહિ પણ તેમની સત્યતાને કારણે. જે સત્યના પૂજારી હોય છે તેને પ્રતિષ્ઠા, સન્માન, યશ કીતિ આદિ પ્રાપ્ત થાય છે. અનુભવીએ પણ કહે છે કે સત્ય એક વિશાળ વૃક્ષ છે. તેની જેમ જેમ સેવા કરાય છે તેમ તેમ તેને અનેક ફળ આવે છે. તેને કયારે પણ અંત આવતું નથી. સત્યના પૂજારીનું નૈતિક બળ ખૂબ વધે છે. મહાત્મા ગાંધીજીની સત્યાગ્રહિત પાસે બ્રિટીશ જેવા શકિતશાળી રાજાને પણ હથિયારે નીચે મૂકી દેવા પડયા, મનુષ્યની શક્તિ, તેનું વ્યક્તિત્વ અને તેની મહાનતા બધું સત્યતામાં છુપાયેલું છે. સત્યતાની સામે મોટા સત્તાધારીઓને પણ ઝૂકવું પડે છે. શેઠની સત્યતાના કારણે રાજા તેમની પાસે મૂકી ગયા ને તેમનું સન્માન કર્યું. પહેલાના મહારાજાઓ પણ કેવા ઉદાર અને વિશાળદિલી હતા ! તે પ્રજાની સંપત્તિમાં ક્યારે પણ આડખીલ બનતા ન હતા છતાં એવી સંપત્તિને પણું ઠોકર મારીને સાધુપણું લઈ લેતા આજે તે તમે સંસારમાં ચારે બાજુથી વીંધાઈ રહ્યા છો છતાં છોડવાનું મન થતું નથી. આજે સેલટેક્ષ, ઈન્કમટેક્ષ આદિ કેટલા લફરા