SearchBrowseAboutContactDonate
Page Preview
Page 637
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૮ ] [ શારદા શિરોમણિ આવેા મહાન સુંદર તપ આપણા ત્રણ મહાસતીજીએએ ખૂબ સુખશાતાપૂર્વક વાંચન, મનન સહિત કર્યાં છે. આરાધના કરતા આત્મા આત્મસ્વરૂપમાં મસ્ત રીતે ઝુલતા હાય છે. સાચી આરાધના તે છે કે જે અહંકારને ઓગાળી દે. જ્યાં સુધી અહંકાર એગળતા નથી ત્યાં સુધી આરાધના સફળ બનતી નથી. અહંકાર આત્માના શત્રુ છે. તે ભારે ખતરનાક છે, અહીંકારના કારણે બીજા અધિક ગુણવાન હોવા છતાં તેને ગુણવાન દેખાતા નથી. અહંકારી જીવમાં પરદોષદશન અને સ્વગુણુદન એ એ દોષો હાય છે, આથી તેને પેાતાના ઘણાં દોષા પણ દેષરૂપે દેખાતા નથી અને બીજાના અપદેષ પણ દોષરૂપે દેખાય છે. જયારે ગુણાનુરાગી જીવમાં પરગુણદર્શન અને સ્વદોષદશન એ એ ગુણ હોય છે. આથી તે બીજાના માટા પણ દાષાની ઉપેક્ષા કરીને નાના પણ ગુણને જુએ અને પેાતાના માટા પણ ગુણાને ન જોતાં નાના પણ દાષાને જુએ. ગુણાનુરાગી જીવ બીજાના અણુ જેટલા નાના ગુણને પણુ મેરૂ જેટલા મેાટા જુએ અને પેાતાના અણુ જેટલા નાના દેષને મેરૂ જેટલા જુએ. રૂપક : ચારણીએ દરજીની સાયને કહ્યુ`તારા પેટમાં કાણુ છે તેથી તું સારી દેખાતી નથી. સાયે કહ્યું-મારા પેટમાં એક કાણુ છે પણ તારા પેટમાં કેટલાય કાણા છે તે તું જો. તને મારા પેટમાં એક કાણું તે દેખાય છે અને તારા પેટમાં ઘણા કાણા તા પણ દેખાતા નથી. જેની આંખ સારી ન હેાય તેને ખીજાનું મુખ સારું ન દેખાય, તેમ જેનું 'તર ખરાબ હોય તેને બીજા સારા ન દેખાય. જેને પેાતાનુ જીવન સુધારવું હાય તેણે બીજાના ગુણ્ણા અને પેાતાના દોષો જોવાની ટેવ પાડવી. જો પેાતાના દોષા દેખાશે તેા ખીજા સારા ગુણવાન દેખાશે. અહીં મને એક વાત યાદ આવે છે. સ્વદોષદર્શન અને પરગુણ પ્રકાશન કરે : એક સાંતને એક અદ્ભુત સિદ્ધિ મળી તેનાથી તે સ્વ પરના અંતરના ગુણ દોષો જોઈ શકતા હતા. તેમના એક શિષ્યને આ વાતની ખબર પડી ગઈ એટલે તે ગુરૂ પાસેથી આ સિદ્ધિ મેળવવા ગુરૂની ખૂબ સેવાભક્તિ કરવા લાગ્યા. જેમ સાધક વિદ્યા સાથે તેમ આ શિષ્ય અપ્રમત્તપણે ગુરૂની ભક્તિ કરવા લાગ્યા. તેની ભક્તિથી ગુરૂ પ્રસન્ન થયા ને કહ્યું-તું માંગ....માંગ. શિષ્ય તે। આ શબ્દોની રાહ જોઈ ને બેઠા હતા. તેણે કહ્યુ -અંતરના ગુણદોષો જોવાની સિદ્ધિ આપે. આ શબ્દોથી ગુરૂદેવ તે ચમકયા. આ સિદ્ધિને આ શિષ્ય નહિ પચાવી શકે. શિષ્ય આવી માંગણી કરશે એવી તે ગુરૂને કલ્પના પણ ન હતી, પણ વચન આપ્યું છે એટલે આપ્યા વિના છૂટકો નથી. આમ વિચારીને ગુરૂએ એ સિદ્ધિ શિષ્યને આપા હવે આ શિષ્યે તેા બધાના અંતર તપાસવા માંડયા. સ'સારી જીવેાના અંતર તપાસતા બધાના અંતર દોષથી ભરેલા દેખાયા. પછી સ`તેના અંતર તપાસ્યા. તેા એ પણ દોષથી ભરેલા દેખાયા. અરે, જે ગુરૂએ આ સિદ્ધિ આપી તેમના ઉપકારને નહિ જોતાં તેમના અતરની તપાસ કરી તેા શું જોયું ? તેના મનમાં થયું કે અહે ! જે ગુરૂ છે, અનેક લાકોના વંદનીય, પૂજનીય છે તેમનામાં બધા દોષો ? પશુ આટલા
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy