SearchBrowseAboutContactDonate
Page Preview
Page 628
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિરમણિ ] [ ૫૯ મેળવી શકે તેમ આત્મા અપ્રમાદી બનીને જમ્બર પુરૂષાર્થ કરશે તે ભવિષ્યમાં મોક્ષના સુખના સમાન કહીનુર હીરે મેળવી શકશે. સાધકનું જે ધ્યેય-લક્ષ્ય હતું તે લક્ષ્યને પામી શકશે, તેની સાધના સફળ બની શકશે. હા, એટલું જરૂર છે કે તે દયેયને પહોંચતા સાધનાના માગ માં વિદને પણ આવી જાય પણ તેને સહન કરીને જે આગળ વધે તે પિતાના લક્ષ્ય સુધી પહોંચી શકે. એક નદીના ન્યાયથી સમજીએ. | નદીનું ઉદ્દગમસ્થાન પર્વત છે. તેમાંથી નીકળેલી વહેતી નદીનું ધ્યેય છે સાગરને મળવાનું. નદી જ્યારે તેના ઉદ્દગમસ્થાનથી નીકળીને સાગરને મળવા જાય છે ત્યારે કયા રસ્તે થઈને જવું તેનો કોઈ નકશા તૈયાર કર્યો હોતો નથી. તે તો વગર નકશાએ રસ્તામાં આવનારા વિદનેની કલ્પનાથી જરાય ડર્યા વગર પિતાની યાત્રા ચાલુ કરે છે. માર્ગમાં કયારેક કાંટાઓની ઝડીઓમાંથી પસાર થવાનો વખત આવે તે કયારેક પથરાઓ સાથે ટકરાવાનો અવસર પણ આવે, છતાં જરા પણ ભયભીત થયા વગર તે પ્રયાણ તે ચાલુ રાખે છે. પર્વતનો રસ્તો પૂરો થયા પછી રેતાળ રેતીને માર્ગ આવ્યું. તેમાં પાણી ચૂસાઈ જાય અને વળી ઉપરથી સૂર્ય તપતો હોય તે તેની ગરમીથી પાણીનું શોષણ થવા લાગે છતાં પણ તે ડરે નહિ. રેતાળ રસ્તા પછી પથરાળ રસ્તો ચાલુ થયે, અનેક પ્રકારના નાના મોટા ખાડાઓમાં વારંવાર પટકાયા કરે. તેના શરીર પર આ બધા કષ્ટોની અસર તે ઘણી થાય. કેમ કે અપકાયના જીવો તે છે ને ? છતાં દઢ નિર્ધાર છે કે સાગરને મળ્યા વિના રહેવું નથી. પથરાળ રસ્તા પછી સરળ રસ્તો આવ્યો. તેના માર્ગમાં અનેક ગામો પણ આવે. જે જે ગામોમાંથી પસાર થાય ત્યાં તે મુખ્ય બે કાર્યો કરે. એક તો માની અને અબોલ પશુઓની તૃષા શાંત કરે, માનવીના મેલા કપડાને ઉજજવળ કરે, તેમાં બધા કપડા ધોવા જાય. તેમજ સેંકડો એકર જમીનમાં ફેલાઈને જગતનાં જીના પેટ ભરવા માટે અનાજ ઉગાડવામાં સહાયક બને. એક બાજુ લેક પર આટલે ઉપકાર, પરોપકાર કરે અને બીજી બાજુ ગામોની ગંદી ગટરના અને દુર્ગધ મારતા પાણીને પિતાનામાં સમાવેશ કરી એ ગંદા પાણીની દુર્ગધ દૂર કરી પાણીને નિર્મળ અને સ્વચ્છ બનાવે છે. આ રીતે અનેક સંઘને પસાર કરતી અને બીજા અનેક જીવને સહાયક બનતી પિતાના ધ્યેયને જે સાગરને મળવું છે ત્યાં સુધી પહોંચી જાય છે. સાધનાની સફળતાની ચાવી : આ ન્યાય સાધકના જીવનમાં લાગુ પડે છે. સાધનાની શરૂઆત કર્યા પછી સાધ્યની પ્રાપ્તિ થતાં સુધીમાં વચ્ચે અનેક વિનોની વણઝાર આવે છે છતાં નદીની જેમ મનની પ્રસન્નતાને ઠેઠ સુધી ટકાવી રાખવાની છે. કાંટાઓ, પથરાઓ, ખાડા ટેકરા સમાન કયારેક કેઈના કટુ વેણ સાંભળવાના પ્રસંગે પણ આવે, પરિષહ ઉપસર્ગોના ખાડા ટેકરા આવે છતાં જે પોતાના જીવનને તેમાંથી બચાવી લે છે એટલે સમભાવે સહી લે છે તે અચૂક સાધ્યની પ્રાપ્તિ કરી શકે છે. દરેક નદીનો રસ્તો અલગ છે. નદી કઈ પણ રસ્તે સાગરને મળે તે તેના રસ્તામાં વિનો તે આવવાના. કઈ રસ્તો એ નથી કે જે તે વિદને ન હોય પણ સાગરને મળવા માટે નદી પાસે
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy