________________
૫૪૨ ].
[ શારદા શિરમણિ એકડો મૂકી શકાય એ ન હતા. રૂપ-બળ-બુદ્ધિ બધામાં બાદબાકી થાય એવું જ હતું. તેનામાં કાંઈ જ ન હતું.
એક ભવમાં બે પતિ તે નહિ જ ઃ એક વાર પારૂના માતાપિતા પારૂને બોલાવીને કહે છે કે બેટા! તારું જ્યાં સગપણ કર્યું છે તે છેકરામાં તે કાંઈ જ નથી. નાનપણમાં સગપણ કર્યું એટલે પહેલાં શું ખબર પડે કે છોકરો કે છે ? તેથી સગપણ કર્યું પણ હવે તેનામાં કાંઈ દેખાતું નથી. નથી બુદ્ધિમાં કે નથી રૂપમાં, માટે અમે વિચાર કરીએ છીએ કે તારું સગપણ ત્યાંથી તેડી નાંખીએ. આપણી ન્યાતના બંધારણ પ્રમાણે પ૧ રૂા. ભરી દઈએ એટલે ત્યાંથી છૂટા થઈ જઈએ, પછી બીજે ક્યાં કરવું હોય ત્યાં કરી શકીએ. પારૂ હવે ખૂબ સમજણી થઈ ગઈ છે. તેણે હજુ છોકરાને જે નથી, છતાં કહે છે કે હે માતા! માટીનું વાસણ બદલાવી શકાય પણ મારાથી એક ભવમાં બે પતિ તે ન જ થાય. મારા કર્મો મને જે મળ્યું છે તે બરાબર છે. માતા ! હવે મારા માટે તું બીજો કોઈ વિચાર ન કરીશ. પારૂ! જમાઈ સાવ પાણી વગરને છે. તારામાં જેટલા ગુણ છે તેટલા તેનામાં અવગુણ છે. તું રૂપાળી છે તે તે સાવ કાળો છે. તે બુદ્ધિશાળી છે તે તે બુબ્ધ છે. તેનામાં કાંઈ જ નથી એવું કહીએ તો ચાલે. તું એને કેવી રીતે પરણીશ? આવા છોકરા સાથે અમે તને પરણાવીએ તે લેકે અમને પણ મૂર્ખ કહે. નપાણીયાને પરણને તું પસ્તાઈશ.
શીલની સુવાસ : પારૂ કહે માતા! તમે મારું સગપણ કેટલા વર્ષે કર્યું હતું. ત્રણ વર્ષે આજે હું સેળ વર્ષની થઈ. સગપણ કર્યા ૧૩ વર્ષ થયા. લેકમાં બધે તે મારે પતિ અને તમારો જમાઈ તો કહેવાઈ ગયે ને ! મારા ભાગ્યમાં જે હશે તે મળ્યું. મારા નસીબમાં હશે તે આપે તે દીકરા સાથે સગપણ કર્યું ને? અમે સગપણ કર્યું ત્યારે અમને ખબર ન હતી. તે બુદ્ધિવાળો છે એમ માનીને કર્યું, પણ હવે બધી ખબર પડી. માતા ! હું નાની હતી ત્યારે મેં સતી સીતાની, દમયંતીની, સાવિત્રીની ઘણી વાત સાંભળી છે. તેમના જીવનમાં કેટલા કષ્ટો પડયા ? દુઃખની ઝડી વરસી છતાં તેમણે બીજો પતિ કર્યો નથી માટે મારે પણ આ જીવનમાં બીજો પતિ કરીને મારો ભવ બગાડે નથી. પારૂ સાવ નાના ગામડામાં ઉછરેલી છે. તે તમારા જેવી કેળવણી પામી નથી છતાં તેના જીવનમાં શીલની સુવાસ કેટલી છે ! આર્યદેશની અમીરાત કદી અછતી રહી નથી. પારૂ કહે-મને જે મળ્યું છે તે બરાબર છે. હવે બીજે પતિ તો કરે જ નથી. માતાપિતાની ઈચ્છા નહિ હોવા છતાં કરીના દઢ નિશ્ચયથી પારના લગ્ન શંકર સાથે થયા. બધા લેકે કહેવા લાગ્યા કે કાગડો દહીંથરું લઈ ગયે. કાગડાના કંઠમાં મુક્તાની માળા બંધાણી, શંકરનું મોટું જોતાં દેખાઈ આવે કે તેનામાં કાંઈ પાણી નથી. પારૂ તે હસતી હસતી સાસરે ગઈ.
પારૂના રૂપ માટે ઈર્ષ્યાળુ માણસોએ કરેલી કાન ભંભેરણી : પારૂને કાંઈ ચિંતા ન હતી. સતીત્વના પાઠ તેના હદયમાં વસેલા છે. તેની યુવાની તે પૂર બહારમાં