SearchBrowseAboutContactDonate
Page Preview
Page 609
Loading...
Download File
Download File
Page Text
________________ પ૩૦ ] [ શારદા શિરેમણિ તેનું સમાધાન કરે. તેઓ કેટલા સુખમાં છે! છતાં તેઓ કહે છે અમારી પાસે સંયમ નથી, વ્રત પરચખાણ નથી, માટે અનુત્તરવાસી દે સંયમને ઝંખે છે. અભવીની અને દ્રવ્યસંયમવાળાની ગાડીનું છેલ્વે સ્ટેશન નવગ્રેવેયક છે તેનાથી આગળ તે દ્રવ્ય અને ભાવથી મહાવ્રત પાળેલ આત્મા પહોંચી શકે છે. આ રીતે દ્રવ્ય અને ભાવથી ચારિત્ર પાલનના મહાન ફળવાળા મહાવ્રતની અપેક્ષાએ શ્રાવકના અણુવ્રત નાના છે પણ અજ્ઞાની, મિથ્યાત્વી આત્માના કષ્ટમય તપ અને તેની અપેક્ષાએ તે આ વ્રતો ખૂબ મોટા છે. જૈનદર્શન સ્યાદવાદ અપેક્ષાવાદ દર્શન છે. અપેક્ષાથી નહિ સમજનારને મોટો ગોટાળો થાય છે અને અપેક્ષાથી સમજનારના તમામ વાદવિવાદ શાંત થઈ જાય છે માટે જ્ઞાની કહે છે વ્રતમાં આવે આનંદ ગાથાપતિ ભગવાનને કહે છે હે પ્રભુ! આપે મહાવત રૂપી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઊંચી કલીટીને માલ બતાવ્યું પણ તે લેવા માટે મારી શક્તિ નથી. એટલે તેનાથી ડી ઉતરતી કક્ષા સમાન અણુવ્રતને હું ગ્રહણ કરવાની ઈચ્છા રાખું છું માટે તે માલ ખરીદે છે. એટલે પહેલું અણુવ્રત અંગીકાર કરે છે. હું જાણી પીછીને સ્કૂલ-બાદર જીની હિંસા નહિ કરું. જેટલા વ્રતમાં આવશે એટલા પાપથી અટકશો. અમે વ્રત લેવાનું કહીએ તે તમે આનાકાની કરે પણ કઈ એવો ઝપાટો બતાવે તે સીધાદોર થઈ જાવ. એક દરજીની વાત આવે છે. આ દરજી ખૂબ ઉસ્તાદ, કોઈ દરજીનો વિશ્વાસ ન કરે. તે ગમે તેના કપડા સીવે પણ તેમાંથી થોડું ચોર્યા વગર રહે નહિ. આ દરજી તો ખરેખર ઉસ્તાદ હતે. એક વાર દરજી રાત્રે સૂતા હતા. તેણે ઉંઘમાં એક સ્વપ્ન જોયું. સ્વપ્નામાં તેણે શું જોયું? એક મોટો ઊચે ઝંડ જે. ઝંડામાં જે વાવટો હતો તે નાના નાના કપડાને સાંધા કરીને બનાવ્યું હતું તેવો ઝંડો ને, પછી સ્વપ્નામાં નરકગતિ જોઈ. ત્યાં પરમાધામી છે પિતાને દુઃખ આપે છે, મારે છે, કાપે છે અને ઝંડાથી ખૂબ ઝૂડી નાંખે છે. આ બધું જોયું. દરજી પૂછે છે મને શા માટે મારો છે? મેં શું કર્યું છે કે આપ મને આટલે બધે મારો છે? મારાથી આ દુઃખ સહન નથી થતું. આપ મને છોડી દો. પરમાધામીના હાથમાં મોટો ઝંડો છે, જેને જોતા ય આંખ થાકી જાય એ મોટો ઝંડે છે. પરમાધામી કહે છે હું તને છોડીશ નહિ. દેખ આ વાવટો. આખી જિંદગી તે કાપડમાંથી કાપડ ચોર્યું છે. સવા વારની જરૂર હોય ત્યાં દોઢ વાર અને એક વારની જરૂર હોય ત્યાં દોઢ વાર મંગાવીને અડધો અડધો વાર ચોરી લીધું છે. આ રીતે ચેરી કરીને જે કાપેલા ચેર્યા છે તેને આ વાવટો બનાવેલ છે. આ સાંભળીને દરજી તો ગભરાઈ ગયું. પરમાધામીઓ આ ઝંડાથી તેના કુકૃત્યને યાદ કરાવી માર મારી રહ્યા છે. દરજી બચાવે.....બચાવોની બૂમો પાડે છે. તેની સામે માતા પિતા, પત્ની, પુત્ર બધા ઊભા છે પણ કોઈ બચાવવા આવતું નથી. બધા ત્યાંથી ઊઠીને રવાના થઈ ગયા, ત્યાં તેની આંખ ખુલી ગઈ.
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy