SearchBrowseAboutContactDonate
Page Preview
Page 606
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિરમણિ ] [ પર૭ ગંભીર અને ડાહ્યા કે જેના મુખમાંથી વાત બહાર ન જાય એવા બે ચાર માણસો પેઢીમાંથી મને સાથે આપજે તેમને લઈને સાથે હું ગોપાલપુર જઈશ. ત્યાં છ મહિના રહીશ, અને વેપારી બનીને બંધ કરીશ. મોટા મોટા વેપારીઓ સાથે, શ્રીમંતે, કરોડપતિએ અને રાજા સાથે હું સંપર્ક સાધીશ, તેમનો પરિચય કરીશ એ મોટા શ્રીમંત ઘરને દીકરો છે એટલે ગમે તે રીતે હું તેમને ઓળખી કાઢીશ. છ મહિનામાં પત્તો મેળવીશ. મારા હાથેથી ગયા છે માટે મારે જ આ કામ કરવું છે. શાબાશ બેટા શાબાશ ! ધન્ય છે તારી બુદ્ધિને અને ધન્ય છે તારી હિંમતને ! ગુણસુંદરીની વાત બધી બેનેના ગળે ઉતરી ગઈ બેન ! ધન્ય છે ધન્ય છે! તારા અજોડ સાહસને! બે બેનો કહે-બેન ! અમે તારી સાથે આવીશું. ના બેન ! હું તમને કેઈને સાથે નહિ લઈ જાઉં. બધાને પુરૂષને પોશાક પહેરે પડે. ઝાઝો સમય પુરૂષવેશે રહેતા વેપાર ધંધા કરતાં જે કઈક દિવસે આપણું પોકળ ખુલ્લું થઈ જાય તો આપણે પકડાઈ જઈએ. માટે હું એકલી જઈશ. જે વેપાર ધંધો કરતા આપણા પતિનો પત્તો પડો, તેમને ઓળખીશ તો હું તમને બધાને બોલાવી લઈશ અથવા તેમને લઈને હું અહીં પાછી આવીશ. જે છ મહિના પૂરા થઈ જશે અને ઉપર ૨૪ કલાક સુધીમાં નહિ મળે તો હું અગ્નિનું શરણું સ્વીકારી લઈશ. હું જીવતી બળી મરીશ. આ શબ્દો સાંભળતાં પિતાજી, ઘરના બધાને ખૂબ આઘાત લાગ્યું. હવે ત્યાં શું બનશે તે ભાવ અવસરે. દ્વિ શ્રાવણ સુદ ૧૪ને ગુરૂવાર : વ્યાખ્યાન નં. ૫૬ : તા. ૨૯-૮-૮૫ આપણે આનંદ શ્રાવકનો અધિકાર ચાલી રહ્યો છે. આનંદ શ્રાવક ભગવાનના સમોસરણમાં ગયા તો પામીને આવ્યા. આનું નામ ગયા કહેવાય. આનંદ શ્રાવકે પહેલું કાત અહિંસાનું લીધું. હું જીની હિંસા કરવાથી વિરમું છું. સ્થૂલ પ્રાણાતિપાત વિરમણાદિ પાંચ અણુવ્રતો છે અને સાત શિક્ષાત્રતે છે. શ્રાવક ધર્મના પાલનમાં મહાનતા મુખ્ય પાંચ અણુવ્રતની છે. બાકીના સાતે વતો એ આ મૂળ અણુવ્રતો દ્વારા પેદા થાય છે. સાત શિક્ષાત્રત અથવા ઉત્તર વ્રતે તે પાંચ મૂળ વતની સૃષ્ટિ છે. વૃક્ષની સૃષ્ટિ કરનાર મૂળ છે અને પુષ્ટ કરનાર તેની શાખા-પ્રશાખા છે. મૂળ ન હોય તો વૃક્ષ ઉગી ન શકે અને વૃક્ષ પર ડાળીઓ, શાખા, પ્રશાખા ન હોય તે વૃક્ષ કંઠું લાગે છે, તેમ શ્રાવક ધર્મ રૂપ વૃક્ષના મૂળ તરીકે પાંચ અણુવ્રત છે અને સાત શિક્ષાત્રતે એ મૂળને પુષ્ટ કરનાર શાખા-પ્રશાખા જેવા છે. અણુવ્રતના બે અર્થ થાય છે. અણુ એટલે નાના. જે મહાવ્રતો કરતાં નાના અને બીજો અર્થ “અનુવ્રત’. અનુ એટલે પાછળ. મહાવ્રતની પાછળ જેની પ્રરૂપણ કરવામાં આવે છે તેનું નામ અનુ, તેથી અનુવ્રત એટલે પાછળ કહેવામાં આવતા વ્રત. તમે એ તે સમજે છે કે ભગવાનના સંતેને મહાવ્રતો હોય અને અણુવ્રતધારીઓને ઘણા
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy