SearchBrowseAboutContactDonate
Page Preview
Page 604
Loading...
Download File
Download File
Page Text
________________ [ પર૫ શારદા શિરમણિ ] ફરમાન બહાર પાડ્યું છે કે જે કાશીનરેશનું માથું મને લાવી આપશે તેને સવામણું સોનું આપીશ. આ બ્રાહ્મણ જાણતા નથી કે આ કાશીનરેશ પિતે છે. કાશીનરેશ કહે તારે પૈસા જોઈએ છે ને? ચાલ, તને અપાવી દઉં. આ સાંભળી બ્રાહ્મણને ખૂબ આનંદ થયે. કાશીનરેશ એને સાથે લઈને રાજદરબારમાં ગયે. જઈને કેશલનરેશને કહે છે કે આપે જાહેરાત કરી છે કે જે કાશીનરેશનું માથું લાવે તેને સવામણ સોનું આપીશ. આ બ્રાહ્મણ સાવ ગરીબ છે તેને દીકરી પરણાવવી છે એટલે પૈસાની જરૂર છે, હું બીજે કઈ નથી પણ કાશીનરેશ છું; આપ મારું માથું લઈ લે અને મને અહીં લાવનાર બ્રાહ્મણને તમારા ઢંઢેરા પ્રમાણે સોનું આપી દો. આમ કહીને કાશીનરેશ માથું નમાવીને ઊભા રહ્યા. હવે કેશલનરેશની એ તાકાત છે કે આ સાંભળીને હજુ પણ દ્વેષ રાખી શકે? હવે તે તેમને ખૂબ પસ્તાવો થવા લાગ્યા. કેશલનરેશનો પશ્ચાતાપ : કેશલનરેશ સિંહાસન ઉપરથી ઊભા થઈ ગયા અને કાશીનરેશના પગમાં પડી ગયા. તેમની આંખમાંથી તે દડદડ આંસુ વહેવા લાગ્યા ને કહેવા લાગ્યા છે કાશીનરેશ ! તમે તે ગજબ કર્યો! હું તે મહાપાપી છું. આપ મને માફ કરે. મારા કારણે આપે રાજ્યને ત્યાગ કર્યો અને જંગલમાં ગયા. મેં આપના પર ઈર્ષાને વરસાદ વરસાવ્ય ને કેવું ઘેર પાપ કર્યું છે? શું તમારી પરદુઃખભજનની ભાવના ! એક ગરીબ બ્રાહ્મણનું દરિદ્ર ટાળવા આપ આપનું માથું દેવા તૈયાર થયા ! ધન્ય છે ધન્ય છે આપને ! હું તો તમારે ઘેર અપરાધી છું. પ્રજા તમારા ગુણોની પ્રશંસા કરે છે એ બરાબર છે. કેશલનરેશ ને કાશીનરેશ એક રાશીના, કાશીરાજ કોને કહીએ, કાશીરાજને જાણ હોય તે, અહિંસાની વાત કરીએ...આપણે, કાશીનરેશ અને કેશલનરેશ બંને એક રાશીના હતા છતાં તેમના જીવનમાં કેટલું અંતર હતું? કાશીરાજાનું જીવન જોતા કેશલનરેશને જીવન પલ્ટો થઈ ગયો. કાશીનરેશના પગમાં પડીને કહે છે કે હું આપને ઘેર અપરાધી છું. આપ આપનું રાજ્ય સંભાળે. સાથે કોશલ દેશનું રાજ્ય પણ તમે સ્વીકારી લે ને બંને રાજ્ય આપ ચલાવે. હું તમારો હવાલદાર થઈને રહીશ તે મારા પાપનું પ્રાયશ્ચિત થશે. મારી મનવૃત્તિ પણ સુધરી જાય. કાશીનરેશે દિલમાં કેવા શુભ અને ઊંચા ભાવ વિકસાવ્યા હશે ? તેમના અંતરમાં જ પ્રત્યે કરૂણ અને પરદુઃખભંજનની ભાવના કેટલી હતી ! આનંદગાથાપતિ ભગવાનની પાસે વ્રત અંગીકાર કરે છે વધુ ભાવ અવસરે. ચરિત્ર: પિતા અને પુત્રીઓ બહાર તપાસ કરવા ગયા. ઘરની આજુબાજુ સૌ ઉચે નીચે જેવા લાગ્યા. જોતાં જોતાં ગુણસુંદરીની નજર દિવાલ પર પડી. ત્યાં સુંદર અક્ષરોમાં લેક લખ્યું હતું કયાં ગોવાલો કયાં વલ્લહી? કયાં લંદર દેવ? આવ્યો બેટો શેઠને, પરણી ગયે તખેવ.
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy