________________
૫૧૬]
[ શારદા શિરમણિ આટલે દાયજો કરે ખરા? (તા-ના. ના. હાથે કરીને દીકરીને કૂવામાં કેણ નાંખે ?) શું સંયમ એ કૂવે છે? શું અહીં સંયમ લેનારા ત્રાસી ગયા ? દુઃખી થઈ ગયા? સંયમી જીવનના આનંદની તમને ખબર નથી. સંયમીના જીવન સાથે તમારા જીવનની એક વાર તે સરખામણી કરી જુઓ. સ્નાન કર્યા વિના તમારે એક દિવસ ચાલે નહિ. સાધુ જીવનભર નાન કરે નહિ, છતાં મુખ પર જરાય વલાનિ નહિ. તમારી પાસે વિભૂષાના સાધને હોવા છતાં દુઃખી, જ્યારે સાધુ પાસે એકેય ચીજને ઉપયોગ નહિ છતાં તેમની મસ્તી અનેરી. ગરમીના દિવસેમાં થોડી વાર પંખે બંધ થઈ જાય તે ગરમી ચઢી જાય જ્યારે સાધુ જિંદગીભર ગમે તેવી ગરમીમાં પુંઠાથી પણ હવા ખાવાનો વિચાર ન કરે. તમને મેવા, મિષ્ટાન મળવા છતાં બેચેન અને સાધુ લુખા સૂકા જેટલા વાપરે તોય સ્વસ્થ. સુખની સામગ્રીઓ વચ્ચે પણ તમે અશાંત. એક પણ સામગ્રી વિના સાધુ સદા પ્રશાંત. લાખની સંપત્તિ છતાં તમારું દિલ ગરીબ અને એક પણ પૈસાની સંપત્તિ વિના સાધુ અમીર. એક કપ ચા બનાવતા કેટલા જીવોની તમારે કરવી પડતી ક્તલ અને એક પણ જીવની વિરાધના વિના પસાર થતું સાધુનું નિષ્પાપ જીવન! આવું નિષ્કલંક, નિષ્પાપ જીવનને તમે કુ માને છે ? કૂવે તો તમારે સળગતો સંસાર. તેમાં જે પડે, તે દુર્ગતિએના જાલિમ દુઃખોને ભોગ થઈ બેઠે છે.
આઠે કન્યાઓ પરણીને આવી. આઠે કન્યાએ પતિને ખૂબ સમજાવે છે જબુકુમારે કહ્યું- આ સંસારનું સુખ કણ જેટલું અને દુઃખ મણ જેટલું સુખ તરણા જેટલું દુઃખ ડુંગર જેટલુ. જંબુકુમારની કેવી વૈરાગ્યભરી રજુઆત હશે કે આઠ ય દીક્ષા લેવા તૈયાર થઈ ગઈ. તે રાત્રે તેમને ત્યાં ચેરી કરવા આવેલા ૫૦૦ ચોરો અને જંબુકુમારના માતાપિતા દીક્ષા લેવા તૈયાર થયા. કન્યાઓના માબાપને કહેવડાવ્યું. તેઓ પણ દીક્ષા લેવા તૈયાર થયા. જંબુકુમાર સહિત પ૨૭ આત્માએ સંયમની કેડીએ ચાલી નીકળ્યા. આપણું માટે એક અદ્ભુત આદર્શ રજુ કરતા ગયા. આપણે તે વાત એ લેવી છે કે તમે સંસારમાં રહો પણું વ્રતમાં વફાદાર રહે. તમે કહો કે નાન કર્યા વિના ચાલે નહિ. સાધુ જિંદગીભર કયાં સ્નાન કરે છે? છતાં તેમના ચારિત્રના પ્રભાવે ગંધ કે વાસ ન આવે. ત્રણ નંબરના મનુષ્યમાં બીજો નંબર તે રાખો કે હું જીવું અને બીજાને જવાડું. બીજાને મારીને તે મારે જીવવું નથી. બીજાને મારીને જે જીવશે તે કયાં ફેંકાઈ જશે તમે? શું થશે તમારું? ત્યાં કઈ બચાવનાર નહિ મળે. પેપરમાં બે દિવસ પહેલાં વાંચ્યું હતું કે ૪૨ હજાર ઘેટા બકરાં દેવનારના કતલખાનામાં મોકલ્યા. અરરર..આ કેટલા ઘોર પાપ ! ઘોર હિંસા! આ દેશ કયાં જઈને અટકશે ?
એક સમય એવો હતો કે નવાબી મુસલમાન રાજય હતું ત્યારે એ રાજાએ એમ સમજતા કે મારું વર્તન એવું ન લેવું જોઈએ કે પ્રજાનું દિલ દુભાય. પ્રજાના હિતમાં મારું હિત, પ્રજાના સુખમાં મારું સુખ સમાયેલું છે. એક વાર નવાબ પિતાને દીકરા સાથે એક ગામથી બીજે ગામ જઈ રહ્યા હતા. વચ્ચેના ગામના એક મહાજનને ખબર